Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
‘ફનવર્લ્ડ’

વાચકોના રસ અને આગ્રહને કાયમ આદર આપતા આપના પ્રિય અખબાર ‘મુંબઇ સમાચાર’એ એક નવું નજરાણું ‘ફનવર્લ્ડ’ શરૂ કર્યું છે. ગમ્મત સાથે જ્ઞાન આપતા આ પાના પર વાચકોને મનોરંજન સાથે વિવિધ જાણકારી મળશે.

ભૂલભૂલૈયા સહિત પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઇ-મેઇલથી

મંગળવાર સાંજે ૬:૦૦ સુધી

મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નીચે જણાવેલા મેઈલ પર મોકલવાના રહેશે.

----------------------------

ફોટોક્વિઝ

આ તસવીરમાં તમે રંગભૂમિમાં કમાલ દેખાડીને ગુજરાતી તથા હિંદી ફિલ્મોમાં લાજવાબ અભિનેતા તરીકે કામિયાબી મેળવનારા ઉમદા અભિનેતા હરિહર જરીવાલા-સંજીવ કુમારના વિવિધ સ્વરૂપો જોઈ શકો છો. ૧૯૭૪માં આવેલી આ ફિલ્મમાં તેમણે નવરસને ચરિતાર્થ કરતી નવ ભૂમિકાઓ ભજવી હતી. તમારે માત્ર એ ફિલ્મનું નામ જણાવવાનું છે.

----------------------------

પેહચાન કૌન?

સાઉથની અભિનેત્રી જયા પ્રદાને તેની પહેલી જ હિંદી ફિલ્મે સ્ટાર બનાવી દીધી હતી. ૧૯૭૯માં આવેલી કે. વિશ્ર્વનાથે દિગ્દર્શિત કરેલી આ ફિલ્મના ગીતો સુપરહિટ થયા હતા. તેલુગુ ફિલ્મની રિમેક આ હિંદી ફિલ્મનું નામ તમારે આપવાનું છે. એક હિંટ: આ ફિલ્મમાં જયા પ્રદા ગુંગી ગુડિયાની ભૂમિકામાં હતી.

--------------------------

ડાયલૉગબાજી

‘ઈસ ઇલાકે મેં નયે આયે હો સાહેબ, વરના શેરખાન કો કૌન નહીં જાનતા?’ ૧૯૭૩માં આવેલી અને ઇન્ડસ્ટ્રીને ઍન્ગ્રી યંગ મૅન આપનારી પ્રકાશ મહેરાની ફિલ્મનો આ અમર સંવાદ છે. ફિલ્મમાં આ સંવાદ કયો અભિનેતા બોલે છે એ કહેવાનું છે. આ અભિનેતા પર પિક્ચરાઈઝ થયેલું એક ગીત પણ સુપરહિટ થયું હતું.

---------------------------

બધા કોયડાના સાચા જવાબ મોકલનારા વાચકોનાં નામ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોના નામ અહીં આપ્યા છે. અભિનંદન.

(૧) ગિરીશ શેઠ (૨) માલતી સાવલા (૩) નિખિલ બંગાળી (૪) આનંદ વોરા (૫) અમિતા સંઘવી (૬) માના વ્યાસ (૭) લજિતા ખોના (૮) પરેન શેઠ

(૯) પુષ્પા સુતરિયા (૧૦) પ્રવીણ શેઠ (૧૧) શૈલજા ચંદરિયા (૧૨) પ્રીતિ શાહ (૧૩) અરવિંદ કામદાર (૧૪) હિતેશ સોટા (૧૫) હેમેન્દ્ર શાહ

(૧૬) જાગૃતિ મહેતા (૧૭) અંજુ ટોલિયા (૧૮) માણેકલાલ રૂપારેલિયા (૧૯) કિશોર મહેતા (૨૦) પુષ્પા ચૌહાણ (૨૧) ભરત કાપડિયા (૨૨) ચૈતાલી દેસાઈ (૨૩) ભાવના મહેતા (૨૪) ખુશવદન દેસાઈ (૨૫) મેહુલ મહેતા (૨૬) પરેશ કાપડિયા (૨૭) જિતેન્દ્ર ધરમશી (૨૮) જ્યોતિ તલાટી (૨૯) દીપક તલાટી (૩૦) ઝનક તલાટી (૩૧) ઝંકાર તલાટી (૩૨) ઝારવ તલાટી (૩૩) એમકે પટેલ (૩૪) અમિષા ભાનુશાલી (૩૫) સુભાષ મોમાયા (૩૬) ક્રિના દોશી (૩૭) જયશ્રી ગોરડિયા (૩૮) ભાવના પ્રભુ (૩૯) દીપક તિવારી (૪૦) મનસુખલાલ ગાંધી (૪૧) જિતેન્દ્ર લાલકા (૪૨) યક્ષા નિકુંજ

-----------------------------

આપો જવાબ

૧) શંકરભાઈ ભટ્ટ અને વિજય ભટ્ટની ફિલ્મ નિર્માણ કંપનીનું નામ શું હતું?

૨) પ્રભાત ફિલ્મ કંપની સાથે જોડાયેલા મરાઠી-હિંદી ફિલ્મો બનાવનારા પ્રસિદ્ધ ફિલ્મમેકર કોણ?

૩) ગયા વર્ષે મુંબઇના ચેંબુર વિસ્તારના કયા પ્રખ્યાત ફિલ્મ સ્ટુડિયોમાં આગ લાગી હતી?

૪) ‘દોસ્તી’ અને ‘મૈંને પ્યાર કિયા’ જેવી સુપરહિટ ફિલ્મોનું નિર્માણ કરનારી કંપની જણાવો.

૫) બાલાજી ટેલિફિલ્મ્સ સાથે સંકળાયેલી હિંદી ફિલ્મના હીરોની પુત્રીનું નામ શું છે?

----------------------------

ગયા શુક્રવારના જવાબ

ૄ ફોટોક્વિઝ?: અંદાજ

ૄ પેહચાન કૌન?: એસ. ડી. બર્મન

ૄ ડાયલૉગબાજી: દીવાર

ૄ આપો જવાબ: (૧) રાજેશ ખન્ના, (૨) રાજીવ ભાટિયા,

(૩) મેહઝબીન બાનો, (૪) રજનીકાંત, (૫) સંજીવ કુમાર

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

M4kR50m8
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com