Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
અનુપમ ખેર બન્યા ન્યુરો સર્જન

અનુભવી એક્ટર અનુપમ ખેર વૅબ સિરિઝ ‘ન્યુ એમ્સ્ટર્ડમ’માં ન્યુરો સર્જનની ભૂમિકામાં જોવા મળશે. આ શૉના શૂટિંગ માટે અનુપમ અત્યારે ન્યૂ યૉર્કમાં છે. આ એક મેડિકલ ડ્રામા છે, જે ૨૫મી ડિસેમ્બરથી શરૂ થશે. અનુપમ તેમાં અજય કપૂરની ભૂમિકા નિભાવી રહ્યા છે, જે ન્યૂરો સર્જન છે.

તેમની બૉલીવૂડ ફિલ્મ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ની પણ દર્શકો રાહ જોઇ રહ્યા છે. તેમાં ખેરે મનમોહન સિંહની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના મીડિયા સલાહકાર રહેલા સંજય બારુના પુસ્તક પર આધારિત છે. કહેવાય છે કે ફિલ્મમાં કુલ ૧૪૦થી વધારે સ્ટારકાસ્ટ છે, જે જુદા જુદા રાજકીય પાત્રોમાં જોવા મળશે.

હંસલ મહેતા નિર્મિત આ ફિલ્મમાં અક્ષય ખન્ના જાણીતા રાજકીય પ્રવક્તા અને પૉલિસી એનાલિસ્ટ સંજય બારુનું પાત્ર નિભાવતો જોવા મળશે. સોનિયા ગાંધીનું પાત્ર જર્મન અભિનેત્રી સુજેન બર્નેટ (૩૫) નિભાવી રહી છે. અનુપમ ખેર મનમોહન સિંહના પાત્રમાં અદ્દલ તેમના જેવા જ લાગે છે. આફિલ્મ ૨૧ ડિસેમ્બર, ૨૦૧૮ના રિલીઝ થશે. તેની ટક્કર શાહરુખ ખાન સ્ટારર ‘ઝીરો’ ફિલ્મ સાથે થવાની છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

7453775
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com