Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
પ્રશંસાસાથે ટીકા પણ મળે જ

ફોકસ-હેમંત વૈદ્યહિન્દીફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આઠ વર્ષની લાંબી કારકિર્દીમાં રણવીર સિંહે ‘ગોલિયોં કી રાસલીલા રામ-લીલા’,‘બાજીરાવ મસ્તાની’ અને ‘પદ્માવત’ જેવીબ્લૉકબસ્ટર સાથેજબરજસ્ત સફળતા મેળવી છે. અભિનેતા તેની આ સફળતા વિશે કહે છે કે તેને આ સ્ટારડમ મળ્યું છે તેના માટે તેણે બહુ મોટી કિંમત નથી ચૂકવી. ‘હું મારી જાતને બહુ નસીબદાર સમજું છું કે મને આશીર્વાદ મળ્યા છે કે હું એ લોકોમાંનો એક છું, જેમને જીવનમાં પોતાને ગમતું કામ કરવા મળી રહ્યું છે, એમ તે કહે છે.’ બૉલીવૂડમાં લાઇવવાયર તરીકે લોકપ્રિય રણવીરે ૨૦૧૦માં ડેબ્યુ કર્યું હતું. પહેલી ફિલ્મ હતી ‘બૅન્ડ બાજા બારાત’. તે પછી તેણે ‘લેડિઝ વ. રિકી બહેલ’, ‘લૂટેરા’ અને ‘દિલ ધડકને દો’ જેવી ફિલ્મો કરી. આ ઉપરાંત પણ તેની ફિલ્મો છે, જે બૉક્સ ઑફિસ પર સારી ચાલી છે.

‘સિમ્બા’, ‘ગલી બૉય’ અને ‘૮૩’ જેવી ફિલ્મોમાં આવી રહેલા ૩૨ વર્ષના રણવીરને ઇન્ડસ્ટ્રી માટે કોઇ ફરિયાદ નથી. તેકહે છે, ‘મને સારું કામ મળી રહ્યું છે. હું સારામાં સારા દિગ્દર્શકો સાથે કામ કરી રહ્યો છું. હું કેટલીક રોમાંચક અને સારી ફિલ્મોનો ભાગ છું. કેટલીક મોટી ફિલ્મો પણ મારા હાથમાં છે. આથી મારું કામ બહુ સારું ચાલી રહ્યું છે.’

રણબીર આગળ કહે છે, ‘શૉબિઝના વ્યવસાયમાં તમારે જીવનમાં થોડોક તો ભોગ આપવો પડે છે. તમારો અંગત સમય, અંગત જિંદગી વગેરે.... પણ મારા માટે આ બધી નકારાત્મકતા સકારાત્મકપુરવાર થઇ છે. પ્રામાણિકપણે કહું તો મને ક્યારેય તમે ફરિયાદ કરતો નહીં જોઇ શકો.’

આટલીસફળતા અને ખ્યાતિ મળવા છતાંય તું તારા પગ જમીન પર કેવી રીતે રાખી શકે છે? તેવા પ્રશ્ર્નના જવાબમાં રણવીર કહે છે, ‘નસીબજોગે,મારી પાસે બહુ મજબૂત સપોર્ટ સિસ્ટમ છે. મારું કુટુંબ, મારા માતા-પિતા, મારા મિત્રો, મારીટીમ તે બધા મારા જીવનના વિવિધ તબક્કામાં મારી સાથે રહ્યા છે. તેઓ મારી સાથે જ્યારે પણ વાત કરે ત્યારે તેઓ મને એક વ્યક્તિ તરીકે ગણે છે, અભિનેતા કે સ્ટાર તરીકે નહીં. અને હું બહુ નસીબદાર છું કે મારી આજુબાજુના લોકોએમને સ્ટાર બનાવ્યો છે.’

રણવીરસિંહ કહે છે, ‘હું સમજું છું કે સફળતા તો ચાર દિવસની હોય છે. આજે હોય તો કાલે જતી રહે છે. આથી તમને મળતી તકની તમારે કદર કરવી જોઇએ અને ખૂબ જ મહેનત કરવી પડે.’

રણવીરે ‘કિલ દિલ’, ‘ગુંડે’ અને ‘બેફિકરે’ જેવી ફિલ્મોમાં નિષ્ફળતા પણ મેળવી છે. તે કહે છે, ‘મારા કામની કે ફિલ્મની કોઇ ટીકા કરે તો તે હું સ્વીકારું છું. કોઇના પ્રત્યે હું ખરાબ ભાવ પણ રાખતો નથી. હું બને તેટલું શ્રેષ્ઠ કામ કરું છું. કોઇપણ કામ કરતો હોઉં તો તેમાં હું બહુ મહેનત કરું છું. હું જે પણ નિર્ણય લઉં કે કશુંક પસંદ કરું તો હું મારી જાત પ્રત્યે પ્રામાણિક રહું છું. આથી જ્યારે પણ મારા પર ટિપ્પણી થાય તો માની લઉં છું કે તમારી તરફદારી કરનારા લોકો સાથે ટીકા કરનારા લોકો પણ રહેવાના જ.’

ટ્વિટર પર એક કરોડ જેટલા ફોલોઅર્સ ધરાવતા રણવીરમાં ભરપૂર એનર્જી છે. તે કહે છે, ‘હું દરેક વ્યક્તિને માન આપું છું. હું ક્યારેય કોઇની ટીકા કરતો નથી.’

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

7B3n3E3
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com