Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
કાજોલ બનશે ગાયિકા

ગપસપ-કલ્પના શાહ



કાજોલે લગ્ન પછી અને માતા બન્યા પછી પણ ફિલ્મો કરવાનું ચાલું રાખ્યું છે. ભલે તે બહુ ઓછી ફિલ્મો કરતી હોય, પણ બૉલીવૂડમાં તે સક્રિય રહી છે. વળી, તેના પતિ અજય દેવગણનું ઘરનું બૅનર છે એટલે તેને બહારની ફિલ્મો ન મળે તો પણ વાંધો નથી આવતો. તાજેતરમાં જ તે ૪૪ વર્ષની થઇ અને તે જ દિવસે તેણે તેની આગામી ફિલ્મ ‘હેલિકોપ્ટર એલા’નું ટ્રેલર પણલૉન્ચ કર્યું. તે આ ફિલ્મમાં બે લૂકમાં જોવા મળશે. પ્રદીપ સરકાર દિગ્દર્શિત આ ફિલ્મમાં તે ગાયિકા બની છે અને એક સિંગલ માતાના પાત્રમાં છે. ગાયિકાના પાત્રમાં તેનું જુદા પ્રકારનું લૂક છે. ૧૯૯૦ના દાયકામાં હિરોઇનો રાખતી તેવું તેનું લૂક દર્શાવાયું છે. તેનાથી તે યુવા ગાયિકા લાગશે. તેમાં તે ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ અને ‘બાઝીગર’ના સમયમાં દેખાતી હતી તેવું જ લૂક તેને અપાયું છે.જ્યારેસિંગલ મધરના લૂકમાં તે નેચરલ લૂકમાં દેખાશે. ફિલ્મનીસ્ટોરી ૧૯૯૦થી ૨૦૧૮વચ્ચેના સમયની છે. આ ફિલ્મ જાણીતા ગુજરાતી નાટક ‘બેટા કાગડો’નું ફિલ્મી રૂપાંતર છે. ફિલ્મને અજય દેવગણ અને પેન ઇન્ડિયાના જયંતીલાલ ગડા પ્રોડ્યુસ કરી રહ્યા છે.

આમ, કાજોલ ફરી વખત ધારદાર ફિલ્મમાં જોવા મળશે. તેમાં તે સિંગલ માતાના પડકારરૂપ રોલ છે તે પ્રથમ વખત ગાયિકાના રોલમાં પણ આવી રહી છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

b2737127
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com