Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
અક્ષયને ‘ડિપ્લોમેટિક’ રહેવું ગમે છે

ફિલ્મી બાતેં-આશકા શાહ



બૉલીવૂડના ખેલાડી અક્ષય કુમાર ક્યારેય કોઈ વિવાદાસ્પદ મુદ્દા પર પોતાનું નિવેદન આપવાથી દૂર રહે છે તે બહુ ચાલાક છે અને પોતાનું નામ વિવાદમાં પાડીને ખરડવાનું પસંદ કરતો નથી. આથી જ લોકો તેને બહુ ડિપ્લોમેટિક કહે છે. તેનો તેને કોઈ વાંધો નથી. તે કોઈ પણ જાતના નિવેદન કરીને કોઈ વ્યક્તિને દુ:ખ પહોંચાડવા માગતો નથી. અહીં તે રસપ્રદ ગપસપ કરે છે.

ૄ ‘ભારતકુમાર’ જેવું ઉપનામ વિશે.

‘ભારતકુમાર’ જેવું ઉપનામ મારા માટે બહુ ખોટું છે, હું જે પણ કામ કરું છું, તે મારી બ્રાન્ડ બનાવવા કરું છું. મારા બ્રાન્ડ ભારત બહુ મહત્ત્વપૂર્ણ છે. મારી બ્રાન્ડ તો ‘રાઉડી રાઠોડ’ અને ‘હાઉસફૂલ’ છે.

ૄ તારા માટે સ્ટારડમ શું છે?

મારા માટે સ્ટારડમ એ વસ્તુ છે, જે આજે છે અને કાલે ના પણ હોઈ શકે. આથી હું તેને બહુ ગંભીરતાથી લેતો નથી. સ્ટારડમનો ખોટો ફાયદો નથી ઉઠાવતો. મારે તેને સન્માન આપવું છે અને સતત મહેનત કરતા રહેવું છે.

ૄ કોઈને દુ:ખ પહોંચે તેવું કાર્ય કર્યું છે?

ના, હું ક્યારેય કોઈને દુ:ખ પહોંચે તેવું બોલતો પણ નથી. છેલ્લાં ૨૮ વર્ષમાં મેં કોઈને દુ:ખ પહોંચે તેવી વાત મારા ઈન્ટરવ્યૂમાં પણ કરી નથી. મને કોઈના વિશે બોલવાનો અધિકાર પણ નથી. તે વાત મને મારા ઉછેરમાં જ શીખવા મળી છે. કેટલીક વસ્તુ મેં માર્શલ આર્ટ શીખવા દરમિયાન શીખી. તેમાં અમને શિખવાડવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ વિશે ખરાબ બોલવાનો કોઈ અધિકાર નથી.

ૄ મહેનત કરવી ને પોતાના કામમાં ધ્યાન આપવું.

અમને બાળપણથી એ શીખવવામાં આવતું કે પોતાના કામમાં હંમેશાં ધ્યાન આપવું. ખૂબ મહેનત કરો, પોતાના પરિવાર સાથે રહો અને તેમનું ધ્યાન રાખો. આવી વાતો અમને શીખવવામાં આવતી અને તેની અસર મારા પર છે. આજ સુધી આ બધી વાતો સાધારણ હતી. અત્યારે અક્ષય તેની ફિલ્મ ‘ગૉલ્ડ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

18521J6
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com