Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
આમિરનીફિલ્મો કેમ નિષ્ફળ નથી જતી?

કવર સ્ટોરી-અગસ્ત્ય પુજારા



અત્યારના બૉલીવૂડના સુપરસ્ટાર્સ હવે ફિલ્મોમાં કામ કરવા માટે ફક્ત ફીઝ નથી લેતા, પણ નફામાંથી હિસ્સો પણ માગે છે. એવી જ રીતે સુપરસ્ટાર આમિર ખાન પણ ફિલ્મના નફામાંથી મોટો હિસ્સો લે છે. એનું કારણ પણ તે જણાવે છે કે આટલી મોટી ફી તે શું કામ લે છે. તે કહે છે, ‘હુંફિલ્મના નફામાંથી મોટો હિસ્સો એટલા માટે લઉં છું કે હું તે પ્રોજેક્ટ પર મારો સમય આપીને જોખમ લઉં છું. જોકે, તે એકમાત્ર અભિનેતા છે જે દરેક ફિલ્મનો આખો ખર્ચ નીકળી જાય પછીના નફામાં હિસ્સોલે છે. હવે એ ટ્રેન્ડ પણ આવી ગયો છે કે સ્ટાર ફિલ્મના લગભગ ૮૦ ટકા નાણાં માગે છે, તે નફા તરીકે નહીં પણ તેની વાસ્તવિક ફીઝ તરીકે. જોએક જ કલાકાર ૮૦ ટકા નાણાં લઇજાય તો ૨૦ ટકાના બજેટમાં નિર્માતા કેવી રીતે સફળ ફિલ્મ બનાવી શકે? એવા પ્રશ્ર્નના જવાબમાં આમિર કહે છે, ‘મને પહેલું મહેનતાણું ત્યારે મળે છે જ્યારે ફિલ્મના દરેક પાસાંની કિંમત વસૂલ થઇ જાય. તેમાં નિર્માતાઓ અને દરેક જણના હાથમાં નાણાં આવે છેપછી મારા હાથમાં આવે છે. આ રીતે હું કામ કરું છું અને ચોક્કસ, હું ટકાવારીમાં મોટા પ્રમાણમાં નાણાં લઉં છું, કારણ કે હું તે પ્રોજેક્ટમાં મારો સમય જોખમ લઇને આપું છું અને હું માનુુંં છું કે નિર્માતાઓ પણ મારી એ પદ્ધતિથી ખુશછે.

મારો એ સિદ્ધાંત તમને સમજાવું. એક ફિલ્મના નિર્માણની કિંમત રૂ. ૧૦૦ કરોડ હોયતો તેમાં કાસ્ટ, ક્રુ, પ્રોડકશન કોસ્ટ, પોસ્ટ-પ્રોડકશન કોસ્ટ અને બીજોબધો જ ખર્ચ આવી જાય. હું તેમાંથી કોઇ પણ જાતના નાણાં નથી લેતો, કશું જ નહીં. આથી જ્યારે ફિલ્મ રિલીઝ થાય ત્યારે મારી પાસે તે ફિલ્મના ઝીરો નાણાં હોય અને જેવી તે ફિલ્મ આવક રળવા લાગે તે નાણાં પ્રમોશન્સ અને એડવર્ટાઇઝિંગમાં જવા લાગે. તે આવક પણ લગભગ રૂ. ૧૦૦ કરોડ કે તેનાથી વધારે થાય. તેમાં જો પ્રમોશન્સ અને એડવર્ટાઝિંગ માટે રૂ. ૨૫ કરોડ વપરાય પછી બીજા નાણાં આવેતે તેનું વળતર આપવા લાગે. એક વખત જો પ્રમોશન્સ અને એડવર્ટાઝિંગના નાણાંનું વળતર મળી જાય પછી નિર્માતા અને બીજા લોકો તેમની ફીઝ કવર કરી લે પછી હું બાકીની નફાની આવકમાંથી મારી ફીના ટકા લઉં છું. આવી રીતે નિર્માતા તેના કંઇ પણ નાણાં ગુમાવતા નથી અને જો કોઇકારણોસર ફિલ્મ તેના રોકેલા નાણાંનું વળતર ન મેળવી શકે અને ફિલ્મ સારી ના ચાલે તો મને તેમાંથી કોઇ નાણાં ન મળે, એમ આમિર તેની ફિલ્મની આવકની ગણતરી કરતા કહે છે.

‘દંગલ’, ‘પીકે’, ‘થ્રી ઇડિયટ્સ’ અને ‘લગાન’ જેવી આઇકોનિક ફિલ્મોમાં કરનાર આમિર માને છે કે ફિલ્મની સફળતામાં સ્કિપ્ટ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે.

તે કહે છે, ‘હું માનું છું કે સ્કિપ્ટ એ ફિલ્મનો પાયો કહેવાય અને હું પણ તેને મહત્ત્વ આપીને જ આગળ ચાલું છું. એકવાર મને ફિલ્મની વાર્તા ગમી જાય અને ફિલ્મનું નિર્માણ શરૂ થઇ જાય અને જે લોકો તેમાં નાણાંનું રોકાણ કરે છે તેમને ક્યારેય નુકસાન થતું નથી. હું ક્યારેય નિર્માતાના એકલાના ખભા પર જવાબદારી નાંખતો નથી.’

આમિર એવું પણ માને છે કે જવાબદારી વહેંચવાથી ફિલ્મ કમર્શિયલી સફળ થાય છે અને તેની કારકિર્દી પણ સલામત રહે છે અને ફિલ્મોના નિર્માતાઓ અને ફાઇનાન્સરો સાથે એક વિશ્ર્વાસ બંધાય છે. આથી તે કહે છે કે ફિલ્મ માટે બિઝનેસ મેળવવા આ બહુ સારો સિદ્ધાંત છે અનેતેના કારણે જ મારી મોટા ભાગની ફિલ્મોમાં નિર્માતા પૈસા ગુમાવતા નથી. હું જ્યારે ફિલ્મના બોર્ડ પર આવું ત્યારે મને નિર્માતાઓ કે ફાઇનાન્સરો વિષય અંગે કોઇ પ્રશ્ર્ન નથી કરતા. તેમને મારા પર વિશ્ર્વાસ હોય છે. આથી જ હું ફિલ્મના નફામાં હિસ્સો માગુું છું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

b2G70773
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com