Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
સરકારી ચોપડે કદી ન નોંધાયેલી વતન-પરસ્તીની દાસ્તાં...
પ્રકરણ-૩૪

પાર્થ નાણાવટીભો મિનિટ પહેલા આખી બાજી એના હાથમાં હતી. એ અને બીજા ચાર માણસો જેમાંના બે મુંબઈ પોલીસના અને બીજા બે એક નંબરના લફંગાઓ કે જેમના નામથી માટુંગાથી લઈને મલાડ સુધીના વેપારીઓ, બિલ્ડર્સ, ફફડતા. અને આ બે અજ્ઞાત વ્યક્તિઓએ છેલ્લા કલાકમાં બીજી વાર એની વાટ લગાડી હતી.

"કોન હો તુમ લોગ, મેને તુમારા ક્યા બિગાડા હે. ભાઉ રડતાં રડતાં બોલ્યો.

"તુમ હમારા કભી કુછ નહીં બિગાડ શકતે, તુમારી ઔકાત નહીં હે, તુમ સિર્ફ સીધેસાદે લોગો કો ડરા ધમકા કે, ફાલતુકી દાદાગીરી કરકે અપને આપ કો તીસમારખા સમજને લગતે હો. યે તુમારા પ્રોબ્લેમ હે. અબ ચૂપચાપ ખડે હો જાઓ. ઓજસ આ મવાલીઓથી માત્ર એક કલાકમાં તંગ આવી ગયો હતો. એને મુંબઈની પબ્લિકની સહનશક્તિ પર માન થયું.

રેબનધારી કોપ હજુ ભાનમાં હતો, પણ હવે એ ઊભો થઈને એક વધુ પ્રહાર ખમવાની ક્ષમતા ધરાવતો ન હતો. ભાડમાં જાય ભાઉ, એવું મનોમન નક્કી કરી એ જમીન પર લાશની જેમ પડ્યો રહ્યો.

ફરીથી ભાઉને પકડીને બન્ને જણા લઇ ગયા. ભાઉના બીજા બાહુબલીઓ અને એમના ટપોરી બહારની ઠેલાવાળા લોકો હતા એ ગલીમાં જમા થયા હતા. પણ, હવે એ લોકો સમજી ગયા હતા કે ઓજસ અને ગોલ્ડા બન્નેની ચાર ફૂટની રેંજમાં જવું એ કાયમી ખોડખાંપણ અને જિંદગી આખીની ફિઝિયોથેરાપીનો ખર્ચો છે, એટલે એ લોકો સલામત અંતરે ઊભા રહીને પ્રેક્ષકોની જેમ ભાઉને જોઈ રહ્યા હતા.

ઓજસે ભાઉનું બાવડું પકડીને એના કાનમાં કહ્યું:

"તારા માણસોને કહી’દે કે ચોર-પોલીસની રમત બંધ કરે, મારે તારું જે કામ છે એ પતશે એટલે તું સહી સલામત પાછો આવી જઈશ.

"જી, નો પ્રોબ્લેમ. ભાઉ હવે આજ્ઞાંકિત થઈને બોલ્યો.

"એ સુનો, મેં ઇન લોગો કે સાથ અપની મરજી સે જા રહા હું. કોઈ ફોલો નહીં કરેગા. કોઈ લફડા નહીં ચાહીએ. ભાઉએ એના લફંગાઓને વટહુકમ જરી કર્યો.

ગલીના નાકે ઊભેલી ટેક્ષીમાં ભાઉની સાથે ઓજસ અને ગોલ્ડા ગોઠવાયાં.

"મલાડ લે લો. ઓજસે ટેક્ષીવાળાને કહ્યું.

રસ્તામાંથી ઓજસે કર્નલને ફોન કર્યો.

"સર, અમે લોકો પેકેજ લઈને નીકળી ગયા છીએ.

"ઓકે, હું એડ્રેસ એસ.એમ.એસ. કરું છું.

ઓજસ અને ગોલ્ડા, ભાઉને બંદી બનાવી મલાડની રેલવે કોલોની પર આવેલા, કર્નલ રેડ્ડીના મિત્રના ફ્લેટ પર પહોચ્યાં ત્યારે મુંબઈ શહેર પર ફરી વરસાદ તૂટી પડ્યો હતો.

ૄ ૄ ૄ

૩જી જુલાઈ ૨૦૧૭, ધ્રાંગધ્રા, સાંજ.

દેઈશ..બિલાલ જયારે એક એક અક્ષર છૂટો પાડીને દેઈશ બોલેલો ત્યારે નાનો ધરતીકંપ અનુજાને હચમચાવી ગયો. પણ, બિલાલને દેઈશ શું છે એનો ખ્યાલ પણ ક્યાંથી હોય? ધ્રાંગધ્રાની જેબકતરાની સીમ્પલ લાઈફ જીવતા માણસને, પોતે બે અત્યંત ખતરનાક ત્રાસવાદીઓ સાથે થોડીવાર માટે સાથે હતો એનો ખ્યાલ પણ કેવી રીતે હોય?

"સંઘવી, ગેટ મી હોમ સેક્રેટરી. અનુજાએ બિલાલની પૂછપરછ જે રૂમમાં ચાલતી હતી એની બહાર નીકળતા કહ્યું.

સંઘવીને ફરી પાછું થયું કે અનુજા પ્રોટોકોલ તોડી રહી છે. નોર્મલી ચેઈન ઓફ કમાંડમાં રેંજના ડી.આઈ.જી. પછી ડી.જી. અને છેલ્લે હોમ સેક્રેટરી આવે. પણ, અનુજાને વધુ એક સૂચન કરવાની સંઘવીની હિંમત હતી નહીં. એણે રાજ્યના હોમ-સેક્રેટરી દુઆના પી.એ. સાથ વાત કરીને અનુજા અને હોમ-સેક્રેટરી દુઆ સાથેનો કોલ ફિક્સ કર્યો.

"ગુડ ઇવનિંગ સર. સોરી ટુ ડીસ્ટર્બ યુ એટ ધીસ અવર. આઈ એમ અફ્રેઈડ સમથીંગ સીરીયસ કેમ અપ. અનુજાએ કહ્યું.

"ઓહ, ઓકે. ઈઝ રસ્તોગી ઓન લીવ? મને યાદ નથી કે એમની કોઈ લીવ એપ્રુવ થઇ હોય. ધીટ બ્યુરોક્રેટ દુઆએ આડકતરી રીતે અનુજાને ચેઈન ઓફ કમાંડની યાદ અપાવી.

"નો સર, મેં એમની સાથે હમણાં જ વાત કરી. હી ઈઝ નોટ ઓન લીવ. પણ આ મેટર ટાઈમ સેન્સીટીવ છે. અને, આઈ ફેલ્ટ કે રાધર યુ ઇન્ફોર્મ સી.એમ. એન્ડ દેલ્હી. ઇટ્સ ઓકે, હું રસ્તોગી સરને કોલ કરી લઉં છું. અનુજાના મનમાં ભ અને ચની ગાળો નીકળવી શરૂ થઇ ગઈ. સાલું કાલ રાતથી એ કે એની ટીમના કોઈ માણસે ત્રણ કલાકથી વધુ ઊંઘ નથી લીધી. એનો સ્ટાફ આ વરસાદ, કાદવ કીચડમાં કુતરાની જેમ રખડપટ્ટી કરે છે. આઈસીસનું ભારતમાં પહેલું ધમાકેદાર ઓફીસીઅલ સાઈટિંગ છે અને આ ચુ** દુઆ, ચેઈન ઓફ કમાંડની મા-બેન કરે છે.

"હમમ, ઈટ બેટર બી ધેટ ઈમ્પોર્ટન્ટ, સી.એમ. સર અબાઉટ ટુ લીવ ફોર દેલ્હી. પી.એમ.એ ડીનર રાખ્યું છે, તાઇવાનિઝ ડેલીગેશન માટે. ઓકે અનુજા સુટ ક્વીકલી. દુઆ બોલ્યો.

"સર, અમે લોકો ધ્રાંગધ્રા ખાતે છીએ, મલ્ટીપલ હોમીસાઈડ ઇન્વેસ્ટીગેશન માટે. પણ, વી ડિસ્કવર્ડ સમથીંગ બીગ. અનુજા હંમેશાં આઈ’ ની જગ્યા એ વી’ વાપરતી. એની ટીમને કોઇપણ દિવસ જશ આપવાનું ચૂકતી નહીં.

"એન્ડ વ્હોટ ઈઝ ધેટ.

"સર, આઈસીસ.

"વ્હોટ ડુ યુ મીન? મિડલ ઇસ્ટવાળું આઈસીસ પેલું ટેરરીસ્ટ ઓર્ગ કે જે લોકોના માથા કાપતા વિડીઓઝ પોસ્ટ કરે છે?

"જી સર, સેઈમ આઈસીસ અનુજાને થયું આ ચુ** દુઆ એવી રીતે વાત કરે છે કે, આઈસીસ કોઈ કાર વોશની ફ્રેન્ચાઇઝ હોય અને ધ્રાંગધ્રામાં નવી બ્રાંચ ખોલી હોય.

"નો વે, આઈ ડોન્ટ બીલીવ ઈટ. મસ્ટ બી હોક્ષ. મેં આજે સવારેજ સેન્ટ્રલ આઈ.બી.ની ડેઈલી બ્રીફ વાંચી છે અને ધેર ઈઝ નો સચ ઇન્ફોર્મેશન ઇન ઈટ. દુઆએ વાત ઉડાવી દીધી.

સાથે વાત કરી અને જે રીતે આ બધા મર્ડરસ થયા છે, ઈટ હેઝ ટ્રેડમાર્ક ઓફ આઈસીસ. અનુજાએ દુઆને ક્ધવીન્સ કરવાનો પ્રયત્ન કર્યો.

"અનુજા, લીશન, ટોક વીથ ડી.જી. રસ્તોગી. ફાઈલ યોર રીપોર્ટ એન્ડ આઈ વીલ ટેબલ ઈટ ઇન કેબીનેટ મીટીંગ. ઓકે? દુઆને નીચી પાયરીના અફસરો સાથે જીભાજોડી સહેજ પણ પસંદ ન હતી.

"ઓકે સર, વિલ ડુ. બટ ફોર ધ રેકોર્ડ, આઈ એમ સ્ટેટીગ ધેટ ધીસ ઇસ સીરીયસ. અનુજા મક્કમતાથી બોલી.

"ફાઈન. એઝ આઈ સેઇડ અ મોમેન્ટ અગો, ફાઈલ ધ રીપોર્ટ. ઓકે ગોટ ટુ ગો, બાય. અનુજા આગળ કંઈ બોલે એ પહેલા દુઆએ ફોન કાપી નાખ્યો.

"ડેમ ઈટ. અનુજા ફરી પછી બિલાલવાળા રૂમમાં દાખલ થઇ.

"ઓકે બિલાલ, હવે હું કહું એ ધ્યાનથી સાંભળજે. તારા દોસ્ત અયુબને કદાચ ખબર નથી કે એનો પનારો બહુ ડેન્જરસ લોકો સાથે પડ્યો છે. કદાચ અયુબ એ લોકો સાથે ભળી ગયો છે. બન્ને રીતે એની જાન ખતરામાં છે. અને હવે આપણે તારી અને અયુબની મદદથી આ લોકો કોઈ બીજું મોટું કાંડ કરે એ પહેલા એમને પકડવાના છે. તું સમજે છે ને? અનુજા બોલી.

"જી મેમસાબ. પણ આ બધું પતે પછી મને જવા દેશોને? ખુદાકસમ હું ફરી આખી જિંદગી આવા કોઈ લોચામાં નહીં પડું. મારે ધોરાજી વયા જવું સે, ત્યાં પીરની દરગાહની બાર શેરડીનું કોલુ કરી લઇશ. બિલાલ બોલ્યો. અનુજાને આ ક્ષણે રાજ્યના હોમ સેક્રેટરી દુઆ કરતા ધ્રાંગધ્રાના ક્ધવીકટેડ ખિસ્સાકાતરું બિલાલમાં વધારે ક્લેરીટી હોય એવું લાગ્યું. એ માણસ પોતે નેક્સ્ટ શું કરવાનો છે એ પણ આટલા પ્રેસર હેઠળ નક્કી કરી ચુક્યો હતો.

"સ્યોર, બિલાલ. હું તને વચન આપું છું કે અયુબ અને પેલા ગુંડાઓ હાથમાં આવે પછી હું તને જવા દઈશ. અનુજાએ ડીલ કરી.

"ઓકે મેમસાબ. તમે કહો એ કરવા તૈયાર હું. બિલાલે ઓફર સ્વીકારી લીધી.

"ગુડ, જો તારે તારા ફોનથી અયુબને ફોન કરવાનો છે. અને અમે લોકો એનો ફોન ક્યાં છે એ શોધી કાઢીશું, પણ અમારે એ કરવા માટે ઓછામાં ઓછી ત્રણથી ચાર મિનિટ જોઇશે. એટલે તારે અયુબ સાથે એટલી લાંબી વાત કરવી પડશે. ઓકે? અનુજા ટ્રાઇએન્ગ્યુલેશન કરીને અયુબની નજીકના સેલ ટાવર્સના લોકેશન પરથી એનું લોકેશન પકડવા માંગતી હતી.

"મેડમ, હું એને કહી દઉં કે વોટસ એપ પર લોકેશન શેર કરી દે? અયુબે મુર્ખતાનું પ્રદર્શન કરતો સવાલ કર્યો.

"ના બિલાલ, અયુબ એવું નહીં કરે. જે માણસે પોતાના સગા ભાઈને એની નજર સામે જે લોકો એ મારી નાખ્યો હોય એ લોકોનો સાથ આપ્યો હોય એ આવી મુર્ખામી ન કરે.

"જો આ સંઘવી સાહેબ છે, એ તને સમજાવશે કે તારે શું વાત કરવી, ઓકે?

"ઓકે, મેમસાબ. પણ મારો ફોન જરા ચાર્જીંગમાં મુકાવી દેજો, બેટરી ફ્લેટ થવામાં છે. બિલાલ હવે પોતાને મળેલા મહત્ત્વ બાદ સ્વસ્થતા અનુભવતો હતો.

"હા, થઇ જશે. હવે ચુપ થઇ જજે. સંઘવીએ બિલાલને એ વધુ આગળ કંઈ બફાટ કરે એ પહેલા દમ માર્યો.

અનુજાની સૂચના અનુસાર બિલાલના ફોનને ક્લોન કરવામાં આવ્યા. હવેથી બિલાલના ફોનમાંથી બધાજ ઇનકમિંગ અને આઉટગોઇંગ કોલ્સ, મેસેજીસ, અનુજાની કોમ ટીમના કમ્પ્યુટર પર રેકોર્ડ થશે. બિલાલને સંઘવીએ અડધો કલાક કોચિંગ આપ્યું. શું વાત કરવી, કેવી રીતે વાત કરવી. અને વાતચીત દરમિયાન શું બોલવું, શું ન બોલવું એની સૂચના આપવામાં આવી. બિલાલને થોડીવાર ખુલ્લી હવામાં લઇ જવાયો. જયારે બધું ઓકે લાગ્યું ત્યારે અનુજાના કહેવાથી બિલાલને કમાંડ ઓપમાં લઇ જવામાં આવ્યો.

અનુજા કોમ ટીમના માણસ જોડે હેડફોન પહેરીને બેઠી હતી. બિલાલનો આ ફોન કોલ, અનુજા માટે અત્યંત મહત્ત્વનો હતો. ગાંધીનગરના સરકારી બાબુઓએ એમની ટેવ મુજબ હાથ ધોઈ નાખ્યા હતા. એનો ઉપરી અધિકારી ડી.આઈ.જી. ગુપ્તા રજા ઉપર જતો રહ્યો હતો અને નીચેના અધિકારી ગોહિલને એણે રજા પર મોકલી આપેલો. હોમ સેક્રેટરી રિપોર્ટ ફાઈલ કરોની ચેસ ગેમ રમતો હતો. ત્યારે કંઈપણ અજુગતું બનવાનું હોય એ રોકવાનો અનુજા પાસે આ એકમાત્ર ચાન્સ હતો.

કોમ-ટીમના માણસે ‘ઓલ-સેટ’નો અંગુઠો બતાવીને ઈશારો કરતાની સાથે સંઘવીએ બિલાલને અયુબનો નંબર ડાયલ કરવા કહ્યું. સમગ્ર કમાંડ ઓપમાં પીનડ્રોપ સાયલન્સ હતું. અયુબના ફોન પર જતી એક એક રીંગ સાથે કમાંડ ઓપમાં હાજર રહેલા દરેક વ્યક્તિના ધબકારા વધતા ગયા. અનુજા ઝેનની માફક શાંત હતી. (ક્રમશ:) ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

76n0g8j
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com