Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
મહિલાઓમાં વધતું વ્યસનનું પ્રમાણ

દેમહિલાઓમાં વધતું વ્યસનનું પ્રમાણ

વ આનંદની ફિલ્મ હરે રામા હરે ક્રિષ્નાના ગીત દમ મારો દમ ગીતમાંની ઝીનતને જોઈ કેટલાય લોકોના નાકના ટેરવા ચઢી ગયાં હતાં કે આવું તે કંઈ હોતું હશે. છોકરી થઈને વ્યસન? ના બાબા ના.... એક સમયે શરમના શેરડા પાડતી યુવતી આજે પતંગિયાની જેમ આકાશમાં ઊડતી થઈ છે. સ્વનિર્ભરતાના મદમાં રાચતી આજના સમયની યુવતીઓ સિગારેટના કશ ખેંચવામાં પુરુષ સમોવડી થઈ હોવાનો ગર્વ અનુભવે છે. મેટ્રો શહેરમાં રહેતી હાઈ પ્રોફાઈલ મહિલાઓનો આ બદલાવ ભયાનક છે.

વેસ્ટર્ન કલ્ચરના પરિણામે યુવતી અને મહિલાઓમાં વ્યસનનું પ્રમાણ વધી રહ્યું છે. બીપીઓ, કૉલ સેન્ટર, આઈટી સેક્ટરમાં કામ કરતી હાઈ પ્રોફાઈલ માનુનીઓની જીવન શૈલીમાં દિનપ્રતિદિન બદલાવ આવી રહ્યો છે.

આજે આર્થિક દ્રષ્ટિએ સ્વતંત્ર થયેલી મહિલાઓમાં આત્મનિર્ભયતાનો પણ વધારો થયો છે. પરિણામે પોતાના શોખ પૂરા કરવામાં તેઓ કોઈની તમા કે દરકાર રાખવાનું યોગ્ય નથી માનતી. પોતાની એકલતા કે દુ:ખ દૂર કરવા મિત્રો પાસે મન ઠાલવવાનું ઘટતું જતું પ્રમાણ આવા દૂષણો રચે છે. અને દુ:ખ દૂર કરવાનો સૌથી સહેલો ઉપાય છે નશો. બસ એકવાર તેની ચપેટમાં આવ્યા કે તેમાંથી બહાર નીકળવાનું સહેલું નથી.

કોર્પોરેટ ઑફિસોમાં વ્યસન કરવું બહું કોમન વાત થઈ ગઈ છે. કોઈ પણ ઓફિશિયલ પાર્ટી તો કૉકટેલ કે લાઈટ ડ્રીંક્સ તો હોય જ. અને હવે તો દારૂ પણ ઑફિસ એટીકેટનો એક ભાગ બની ગયો છે. ઑફિસ પાર્ટીસ તો ડિસ્કોથેક વગર શક્ય જ નથી. એકવાર પબમાં નાચીશ નહીં પણ ડ્રીંક તો હાથમાં લેવુંય જ પડે એવા સ્વતંત્ર વિચારોમાં રાચતી માનુનીઓ હાથમાં દારૂના ગ્લાસ લઈ મ્યુઝિકની તાન પર પગ થરકાવતી જોવા મળે છે.

સ્ત્રી સ્વાતંત્ર્ય ખૂબ સારી વાત છે. પરંતુ સ્વાતંત્ર્યનો ઉપયોગ જો ઉપરોક્ત બાબતે જ વધુ થવાનો હોય તો હવે આપણે ચેતી જવું જોઈએ. વ્યસન તો મૂળે જ ખરાબ છે, પછી તે સ્ત્રી હોય કે પુરુષ. આલ્કોહોલને કારણે આરોગ્ય પર થતાં નુકસાનની જાણ હોવા છતાં જો વ્યસન નથી છૂટતું તો તાત્કાલિક તેના પર પગલાં લેવા જરૂરી છે. દ્રઢ મનોબળ અને સામાજિક સંસ્થાઓની મદદથી ઉપચાર શક્ય છે. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

46q564
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com