Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
વાચકોના રસ અને આગ્રહને કાયમ આદર આપતા આપના પ્રિય અખબાર

વાચકોના રસ અને આગ્રહને કાયમ આદર આપતા આપના પ્રિય અખબાર ‘મુંબઇ સમાચાર’એ એક નવું નજરાણું ‘ફનવર્લ્ડ’ શરૂ કર્યું છે. ગમ્મત સાથે જ્ઞાન આપતા આ પાના પર વાચકોને મનોરંજન સાથે વિવિધ જાણકારી મળશે.

ભૂલભૂલૈયા સહિત પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઇ-મેઇલથી

સોમવારે સાંજે ૬:૦૦ સુધી

મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નીચે જણાવેલા મેઈલ પર મોકલવાના રહેશે.

----------------------------

ફોટોક્વિઝ

ગોલ્ડન ગર્લ તેમ જ પાયોલી એક્સપ્રેસ જેવા હુલામણા નામથી પણ ઓળખાયેલી આ ભારતીય મહિલા ઍથ્લીટને તમારે ઓળખી કાઢવાની છે. કેરળની આ કુશળ ઍથ્લીટે પ્રથમ વાર ૧૯૮૦ના મોસ્કો ઑલિમ્પિક્સમાં ભાગ લીધો હતો અને ૧૯૮૪ના લૉસ એન્જલસ ઑલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલથી એ સહેજ માટે વંચિત રહી ગઇ હતી. ઓળખી ગયા ને આ દોડવીરને?

---------------------------

પેહચાન કૌન?

‘પાયો જી મૈંને રામ રતન ધન પાયો.’ આ એક અત્યંત લોકપ્રિય ભજનની પંક્તિ છે. મેવાડના રાજવી પરિવારમાં પરણેલા, પણ જીવન કૃષ્ણભક્તિને અર્પણ કરી દેનારાં આ પંક્તિનાં સર્જક કવયિત્રીનું સર્જન મહદ્અંશે રાજસ્થાની મિશ્રિત ભાષામાં થયું છે. તમારે આ કવયિત્રીને ઓળખી કાઢવાનાં છે.

-------------------------

ડાયલૉગબાજી

‘તૂ મુન્નાભાઈ હોગા લેકિન મૈં સર્કિટ નહીં હૂં... તૂ બૅટમૅન હોગા લેકિન મૈં બર્ડમૅન નહીં હૂં ...

તૂ હીરો હોગા લેકિન અબ મૈં ભી હીરો હૂં’. વરુણ ધવનની ફિલ્મનો આ સંવાદ લોકજીભે રમતો થઇ ગયો હતો. તમારે માત્ર એ કઇ ફિલ્મનો છે એ જણાવવાનું છે.

-----------------------

બધા કોયડાના સાચા જવાબ મોકલનારા વાચકોનાં નામ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોના નામ અહીં આપ્યા છે. અભિનંદન.

(૧) પરેન શેઠ (૨) દિનકર ચૌહાણ (૩) પુષ્પા સુતરિયા (૪) શૈલજા ચંદરિયા (૫) અશોક સંઘવી (૬) હિતેશ સોટા (૭) અરુણકુમાર પરીખ (૮) ભરત સંઘવી (૯) અંજુ ટોલિયા (૧૦) કિશોર મહેતા (૧૧) હેમેન્દ્ર શાહ (૧૨) ઈન્દ્રવદનસિંહ ઝાલા (૧૩) પ્રવીણ શેઠ (૧૪) માણેકલાલ રૂપારેલિયા (૧૫) સોનુ ભાટિયા (૧૬) યક્ષા નિકુંજ (૧૭) તહેર ઔરંગાબાદવાલા (૧૮) ગિરીશ શેઠ (૧૯) જીતેન્દ્ર લાલકા (૨૦) જયશ્રી ગોરડિયા (૨૧) માલતી સાવલા (૨૨) રસિક જુઠાણી (૨૩) અલ્પા મહેતા (૨૪) હેમાંક્ષિ ઠક્કર.

-------------------------

આપો જવાબ

૧) હિલેરી ક્લિન્ટનનું નામ કયા દેશના રાજકારણ સાથે સંકળાયેલું છે?

૨) ઉષા ખન્નાનું નામ કયા ક્ષેત્ર સાથે જોડાયું હતું?

૩) મહાદેવી વર્માએ સાહિત્યના કયા ક્ષેત્રમાં યોગદાન આપ્યું છે?

૪) દેવિકા રાનીનું નામ મનોરંજનના કયા માધ્યમ સાથે સંકળાયું હતું?

૫) સ્ટેફી ગ્રાફ કઈ રમતમાં જગવિખ્યાત થઈ હતી?

-------------------------

ગયા ગુરુવારના જવાબ

ૄ ફોટોક્વિઝ?: રાણી લક્ષ્મીબાઇ

ૄ પેહચાન કૌન?: જેસલ તોરલ

ૄ ડાયલૉગબાજી: દીપિકા પદુકોણ

ૄ આપો જવાબ: (૧) શ્રીલંકા, (૨) ગોલ્ડા માયર, (૩) માર્ગારેટ થેચર,

(૪) જર્મની, (૫) કોલિંડા ગ્રાબર કોત્રોવિચ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

4151kn8
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com