Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
મેકઅપમાં બ્રાઈટ કલર્સનો ઉપયોગ

આજકાલ જમાનો ઘેરા કે બ્રાઈટ કલર્સનો છે જે માનુનીની સુંદરતાને નીખારી દે છે. બ્રાઈટ રંગની બોલબાલા મેકઅપમાં પણ જોવા મળે છે. બ્રાઈટ મેકઅપને કારણે આપનો દેખાવ આકર્ષક બની જાય છે. તમારા ચહેરા ઉપર તેની ખુશી પણ ઝલકશે. બસ ઘેરા રંગનો ઉપયોગ એવી રીતે કરવો આવશ્યક છે કે જેને કારણે આપનો ચહેરો ખીલી ઊઠે.

ૄ સામાન્ય રીતે આંખો અને હોઠ માટે જે રંગોનો ઉપયોગ કરતા હો તેને બદલે ઘેરો રંગ અજમાવવો. ઘેરા રંગનો ઉપયોગ કરતી વખતે ત્રણ વાતનું ખાસ ધ્યાન રાખવું. વય, પ્રસંગ તથા સમય.

ૄ આંખ માટે સફેદ રંગનો ઉપયોગ કરો પણ હોઠ ઉપર લગાવતી વખતે બે રંગોનું મિશ્રણ કરવું આવશ્યક છે. ઘેરા રંગના મેકઅપ સાથે વસ્ત્રોની પસંદગી કરવી પણ આવશ્યક છે.

ૄ આંખોમાં બોલ્ડ મેકઅપનો ઉપયોગ કર્યો હોય તો હોઠો ઉપર ન્યૂટ્રલ શૅડનો ઉપયોગ કરવો.

ૄ મેકઅપની દુનિયામાં મોસમ પ્રમાણે રંગોને પ્રાધ્યાન્ય આપવું જરૂરી ગણાય છે.

રંગોની પસંદગી યોગ્ય હોય તો પ્રત્યેક મોસમમાં ચહેરો તાજગીપૂર્ણ તથા આકર્ષક દેખાય છે.

ૄ કલરફૂલ તથા લાંબા સમય સુધી જળવાઈ રહે તેવા આંખના મેકઅપ માટે આઈ લાઈનરનો ઉપયોગ જરૂરી છે. દુપટ્ટા, સ્ટોલ, કે એક્સેસરીઝ સાથે ગોલ્ડન, પર્પલ, સિલ્વર મેટ ફિનિશિંગ ગ્રીન કે બ્લ્યૂ રંગનો ઉપયોગ કરવો.

ૄ કાળી આંખો સાથે પર્પલ કે ગોલ્ડન આઈ લાઈનરનો ખાસ પ્રસંગોએ ઉપયોગ કરવો.

ૄ જે મહિલાઓનો સ્કીન ટોન યલો હોય તેમના ચહેરા ઉપર ગ્રાસ ગ્રીન શેડ દીપી ઊઠે છે.

ૄ ઓરેંજ રંગ મેકઅપની દુનિયામાં વધુ ચર્ચાઈ રહ્યો છે. ત્વચાનો રંગ ઘઉં વર્ણો હોય કે શ્યામ હોય પ્રત્યેકના ચહેરા ઉપર ઓરેંજ રંગ વધુ દીપી ઊઠે છે. ગોરી ત્વચા ધરાવતી મહિલા પણ ઓરેંજ રંગનો ઉપયોગ આંખો ઉપર કરી શકે છે. હોઠ કે આંખો ઉપર તેનો ઉપયોગ કરતી વખતે બ્લશ ઑન કુશળતાપૂર્વક તથા યોગ્ય શૅડના ઉપયોગ સાથે કરવું જરૂરી છે. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

c02Y6uwU
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com