Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
કવિ ઉપદેશ આપી હસાવીને ગળે ઉતારે છે
કવિતાનો પ્રારંભ અને અંત આવા નવરાશના આનંદને આલેખનારો છે, પરંતુ એમાં શાંતજળમાં એક નાની કાંકરી જેમ વલયો સર્જે છે તેમ એક નાનકડો વિચાર આપણા મનમાં જગાડે છે

કવિતાની કેડીએ-નલિની માડગાંવકરરાઠી કવિ નારાયણ કુલકર્ણી કવઠેકર. 1970-80ના લોકપ્રિય કવિ. કવિતા જાણે એમને શોધતી શોધતી હાથમાં કલમ લઈને આવી છે, કારણ કવિતા લખવા માટે એમણે જિવાતા જીવનને જ કેન્દ્રમાં રાખ્યું છે. ઘાસ એમનું પ્રિય પ્રકૃતિ સૌન્દર્ય. એ ત્યાં સુધી કે એમણે પોતાના એક કાવ્યસંગ્રહનું નામ જ "હે માઝ્યા ગવતાચ્યા પાત્યા (હે મારા ઘાસના અંકુર) રાખ્યું છે. આ સાથે જ જીવનમાં જેની અનુભૂતિ કરી છે એ બંડખોરી, મનનો શેવાળ, આકાશ, જમીન, પડોશીધર્મ, ગામ, દુ:ખને કવિતામાં યાદ કરવું કવિ ભૂલ્યા નથી. અને એ પણ પ્રકૃતિતત્ત્વોને પ્રકૃતિરૂપે ક્યારેય ચાહ્યાં નથી પણ એને માનવજીવનમાં રમમાણ થતાં દર્શાવી એ બધાનું રૂપપરિવર્તન સાધ્યું છે. સીધીસાદી ભાષામાં અને ક્યારેક ગામની તળપદી બોલીનો સહજ પ્રયોગ કરી એમણે પોતાની અભિવ્યક્તિને ધારદાર બનાવી છે. સંવેદનશીલ તો એવા કે "ભીંત બપોરને સમયે પોતાના પડછાયાને પડતો નકારે એ પણ કવિને ખૂંચે.

અહીં એક અવનવા ભાવની રચના છે. એનું શીર્ષક ‘ઉપદેશ’ કેવું રમૂજી છે! કોઈ પલાંઠી મારેલા ઉપદેશક દેખાય છે, પણ કવિતા વાંચતાં જ એ કલ્પના ખોટી ઠરે છે. અહીં ઉપદેશ આપનાર કવિ પોતે છે અને એ ઉપદેશ પણ આપણને સહુને ગળે ઊતરે એવો છે. મોટેભાગે શીરો સહજ ગળા નીચે ઊતરે પણ એને પચાવવો અઘરો છે. આ રચનાનો ઉપદેશ પણ આપણને એટલા ખડખડાટ હસાવે છે કે એની મસ્તી સાથે કવિની વાતને પણ ગળે ઉતારવી અને પચાવવી સહેલી બને છે. એ પણ સ્વાભાવિક છે કે આપણે ઊઠીએ ત્યારથી જ દિવસનો અંદાજ આપણે બાંધી દઈએ છીએ આપણે જાતે જ સાચા જ્યોતિષી બનીએ છીએ.

હૉટેલમાં જમવું, સિનેમા જોવો, રસિક નવલકથા વાંચવી આ બધા એશઆરામ દેનારા વ્યવહાર છે, પણ એનો છેદ ઉડાડતાં લાંબો સમય નથી લાગતો. એ તો એક લીટાનો જ સવાલ છે. એક તરફ કવિ અને બીજી તરફ કવિતાને ચાહનારો સમગ્ર સહૃદય સમૂહ છે. મૂડને બાંધનાર સુખ આપનારી સંવેદના કરતાં મુશ્કેલી વધારનારી, અકળાવનારી સંવેદના વધુ ધારદાર છે.

કવિતાની મજા ત્યાં જ છે કે કવિએ જાણે કે ત્રિરાશી માંડીને સુખની શક્યતાઓનો છેદ ઉડાડી નાખ્યો છે. એક ખીલો, એક માખી, ભુલાયેલું પાકીટ આટલી બધી ધમાલ સર્જી નાખે છે!

કવિ આ અકળામણ લપસણા સમયની જેમ સર્જે છે અને વિખેરી નાખે છે. ઊંઘમાં આવેલા અધકચરા સપનાને બગાસું લાવી જાણે અદૃશ્ય કરે છે. કવિતાનો પ્રારંભ અને અંત આવા નવરાશના આનંદને આલેખનારો છે, પરંતુ એમાં શાંતજળમાં એક નાની કાંકરી જેમ વલયો સર્જે છે તેમ એક નાનકડો વિચાર આપણા મનમાં જગાડે છે અને વલયો જેમ મોટા ને મોટા થતા જાય તેમ આ નાનકડો વિચાર વિસ્તરતો જાય છે. એ છે; પરાજયકારી પરિણામ પણ ઘણી વાર આનંદ આપનારું હોય છે.

જિંદગી જેવા અથાગ વિચારસાગરને પાર કરાવે એવો આ નાનકડો વિચાર-તરાપો છે. સમગ્ર રચના સમય અને એમાંથી તારવેલી નવરાશની પળોની આસપાસ ઘૂમી રહી છે. સમય હોય કે એના નાનકડા અંશ જેવી પળ પણ એને લપસણી કહી છે, એનું સત્ય આપણને સ્પર્શી જાય છે. ગયેલી પળ પાછી આવતી નથી પણ અહીં કવિ ગયેલી નવરાશની ઊંઘને પાછી લઈ આવે છે. કવિતામાં કંઈ જ અશક્ય હોતું નથી એ આવતી પળો અને જે રીતે આવે છે એની કવિની ખૂબીઓ ખડખડાટ હસાવે એવી છે. અહીં પણ જીવનની બીજી બાજુ દર્શાવવાની વાત કહી છે: ‘બારી જેવડું આકાશ’. આપણી આંખો પણ આ બારી જેવડી નાનકડી છે પણ એ પોતાના દર્શન વિસ્તારમાં ચોમેર ફરી વળતી હોય છે. તેમ નાનકડી બારી પણ આકાશના સૌન્દર્યનું દર્શન કરાવે છે. આવી પળો જીવનમાં અનેક વાર આવી છે, ત્યારે સુખની પળોનો, ચહેરા પરનો આનંદ કાયમનો રાખવા માટે આપણે ફોટોગ્રાફ લઈ એને ચિરંજીવ કરીએ છીએ. અહીં પ્રતિભાવને માણસે પોતાના જ શબ્દોમાં ડાયરીને ખૂણે આંક્યો છે. કંઈ જ ન કરવું એમાં પણ આનંદ છે. વાહ કવિ, આખી કર્મની ફિલસૂફીને એક શબ્દમાં પ્રતિભાવિત કરી છે. આ અનાસક્તિ ‘મા ફલેષુ કદાચન’ની નથી. ઉકળાટ દૂર કરવા માટે માણસે લીધેલી અવનવી દિશાઓની છે. માણસ પોતાના જ ભાવોને, અક્ષરોને નકારી શકતો નથી આ જ મોટો ઉપદેશ છે.

હૉટેલ, સિનેમા, ખિખિયાટા કરતી તકલાદી પ્રિયતમા, બગાસું, ગળામાં ગૂંગળાતી માખી જાણે કવિતાને આસ્વાદ્ય બનાવવા પોતાની અભિવ્યક્તિ - સામગ્રી ધરી દે છે. મને ગમતી કવિની થોડીક કાવ્યપંક્તિઓ;

"ફૂલ અને ભમરાનો

સંબંધ મતલબી

મધ પૂરતો.

તો પણ ફૂલો પૂછે જ છે:

પાછા આવશો ને

અમારે માટે? (ફૂલો ફૂલો)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

8Ub6730
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com