Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
ફિલ્મોમાં ડાકુઓની વાર્તા જૂની થઇ ગઇ છે?

બેજ શબ્દો બોલાય, ‘ગબ્બર સિંહ’ એટલે આપણી સામે ‘શોલે’ ફિલ્મના પ્રખ્યાત ડાકુ ગબ્બર સિંહનું નામ આવી જાય. મોટા ભાગે હૉલીવૂડની ક્લાસિક ફિલ્મ ‘ધ મેગ્નિફિશન્ટ સેવન’ (૧૯૬૦) ફિલ્મથી પ્રેરિત રમેશ સિપ્પીની ૧૯૭૫માં આવેલી આ બ્લૉકબસ્ટર દેશની સૌથી યુનિક ફિલ્મ હતી. ચંબલની ખીણોમાં બંદૂક લઇને ફરતા આ ડાકુનો પહાડી અવાજ સાંભળીને જ ગામના લોકો થરથરી જતા. અમજદ ખાને ભજવેલી આ ભૂમિકા હિન્દી ફિલ્મોના ઇતિહાસમાં યાદગાર બની ગઇ છે. આ ઉપરાંત ૧૯૯૪માં આવેલી બેન્ડિટ ક્વીન, પાન સિંહ તોમાર (૨૦૧૨) જેવી ફિલ્મોમાં ડાકુઓની વાર્તા હતી. તેમને પરિસ્થિતિએ ડાકુ બનાવ્યા હતા. તેમાં ઘણા વાસ્તવિક કેરેક્ટર્સની વાર્તા હતી.

તાજેતરના વર્ષોમાં શહેરી ભારતનો ચહેરો બદલાયો છે. હવે રૂપેરી પરદા પર ડાકુઓ ઓછા જોવા મળે છે. કંગનારણોટ સ્ટારર ‘રીવૉલ્વર રાની’ (૨૦૧૪), અને નેહા ધૂપિયા સ્ટારર ‘ફસ ગઇ રે ઑબામા’ (૨૦૧૦) આવી અને ઉતરી પણ ગઇ. તેને દર્શકોનો બહુ સારો પ્રતિસાદ નહોતો મળ્યો. હવે અભિષેક ચૌબેની એક નવી ફિલ્મ આવી રહી છે ‘સોન ચિડિયા’. તેમાં સુશાંત સિંહ રાજપૂત અને ભૂમિ પેડણેકર છે. તેનું શૂટિંગ હાલમાં જ પૂરું થયું છે. આગામી મહિને આવનારી બીજી ફિલ્મ ‘ફેમસ’ છે, જેમાં જિમી શેરગિલ અને કે કે મેનન છે. અન્ય એક ફિલ્મ સુલતાન ડાકુના જીવન પર બની રહી છે, જેમાં રણદીપ હૂડા છે.

ડાકુઓ પરની આ ફિલ્મો વિશે જાણીતા સર્જક તિગ્માંશુ ધૂલિયા જેમણે પાન સિંહ તોમાર બનાવી હતી, તે કહે છે, ડાકુઓ રહેવા માટે ચંબલની ખીણોનો સહારો લે છે. હવે આવી વાર્તાઓ જૂની થઇ ગઇ છે. તેમાં નવું દેખાડવા માટે હવે કશું નથી. દર્શકોને પહેલા આવી વાર્તાઓ આકર્ષતી હતી, પણ હવે તે સામાન્ય થઇ ગઇ છ. હવે તો તે સમયના સાચા ડાકુઓનો અંત પણ આવી ગયો છે. તેમાંના ઘણા મૃત્યુ પામ્યા છે તો ઘણાએ શરણાગતી સ્વીકારી લીધી. ચૌબે આ વાતની સંમતિ આપતા કહે છે, હવે ડાકુઓની વાર્તામાં થ્રિલ હોવી જરૂરી છે. મારી ફિલ્માં પણ નવા પ્રકારની સ્ટોરી છે, જે નવા દર્શકોને આકર્ષશે. ધૂલિયા કહે છે, ડાકુઓ પરની દરેક ફિલ્મોમાં બહુ અવાસ્તવિક્તા બતાવાતી હતી. જેમ કે, ચંબલના ડાકુઓ ક્યારેય ઘોડા નહોતા વાપરતા. આથી તે વાત જ ખોટી છે કે ડાકુ ઘોડા પર બેસીને ગામમાં આવે. તેઓ બદલો લેવા માટે ડાકુઓના વિશ્ર્વમાં નાટક રચતા. આજે આ બધી સામગ્રી રાજકારણ અને અંડરવર્લ્ડમાં જોવા મળે છે.

ફેમસ ફિલ્મના દિગ્દર્શક કરણ લલિત ભુતાની કહે છે, તેમણે આજના ચંબલને દેખાડવાનો પ્રયાસ કર્યો છે. તે ભૂમિમાં રાજકારણીઓના માનસને દર્શાવ્યું છે. મને લાગે છે કે દર્શકોને તે ગમશે. વ્યાપારી વિશ્ર્લેષકો કહે છે, સિનેમા એક જ એવું માધ્યમ છે, જ્યાં ડાકુઓના જીવન દર્શાવી શકાય છે. ફિલ્મ જો રસપ્રદ બને તો દર્શકો ચોક્કસ જુએ. ‘સુલતાના ડાકુ’ના નિર્માતા રાહુલ મિત્રા કહે છે, હવે ડાકુના વિશ્ર્વમાં ભાષાને મહત્ત્વ અપાય છે. જોકે, ફિલ્મસર્જકો તેને પડકારરૂપ ગણે છે. આવી ફિલ્મો બનતી જ રહેવાની.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

775q3k0
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com