Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
‘દબંગ થ્રી’માં કોના નસીબ ઝળકશે?

હાઈલાઈટ-ભાવના પટેલ



‘દબંગ’માં સોનુ સૂદ અને ‘દબંગ ટુ’માં પ્રકાશ રાજ સાથે દમદાર ટક્કર લીધા પછી ‘દબંગ થ્રી’માં સલમાન ખાન એક નવા વિલન સાથે ટક્કરલેતો જોવા મળશે. હા, આ ધમાકેદાર ફિલ્મમાં વિલન તરીકે તેલુગુ સ્ટાર જગપતી બાબુ જોવા મળશે. તે ‘દબંગ થ્રી’થી બૉલીવૂડમાં ડેબ્યુ કરી રહ્યો છે અને કહેવાય છે કે આ ફિલ્મમાં તેનું બહુ જોરદાર પાત્ર હશે. તેના આવતાંની સાથે જ ફિલ્મમાંથી સોનુ સુદને આઉટ કરી દેવામાં આવ્યો છે.

ખાસવાત એ છે કે ‘દંબગ થ્રી’માં સોનુ સૂદની જગ્યા લગભગ પાક્કી માનવામાં આવી રહી હતી. અભિનેતાએ પોતે ઘણીવાર તેની હિન્ટ આપી હતી. આથી અચાનક જ નવા વિલનની પસંદગી થવાથી થોડી આશ્ર્ચર્યની વાત તો કહેવાય જ. ખેર, એ વાતમાં કોઇ શક નથી કે ‘દબંગ થ્રી’ને તેની અગાઉની બે ફિલ્મોથી એકદમ જુદી બનાવવામાં આવશે.

એ વાત પાક્કી છે કે પ્રભુદેવા સલમાન ખાનની ફિલ્મ ‘દબંગ થ્રી’નું નિર્દેશન કરવાના છે. ફિલ્મ બહુ જલદી ફ્લોર પર જવાની છે. પ્રભુદેવાએ જણાવ્યું હતું કે સ્ક્રીપ્ટનું કામ પૂરું થઇ ગયું છે અને સલમાનને પણ સ્ક્રીપ્ટ બહુ પસંદ આવી છે. તે આશા સેવે છે કે ‘દબંગ થ્રી’ પણ ‘દબંગ ટુ’ની જેમ હિટ જશે. ફિલ્મમાં ઘણા એકશન સીન્સ હશે. ફિલ્મમાં સલમાન ખાન એટલે કે ચુલબુલ પાંડેની વાર્તા ઉત્તરાર્ધમાં જોવા મળશે. તેમાં અશ્ર્વામી માંજરેકર તેની ભૂતપૂર્વ પ્રેમિકાના પાત્રમાં જોવા મળી શકે છે. જ્યારે સોનાક્ષી રજ્જોની ભૂમિકામાં જ જોવા મળશે. બંને અભિનેત્રીની ભૂમિકા વધારે મોટી નહીં હોય.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ‘દબંગ થ્રી’માં સલમાન ફરી એક નવા ચહેરાને લૉન્ચ કરશે. હા, ખબર પ્રમાણે ‘દબંગ થ્રી’માં મૌની રૉય નહીં, પણ મહેશ માંજરેકરની પુત્રી અશ્ર્વામી માંજરેકર ડેબ્યુ કરવાની છે. આમ, ‘દબંગ થ્રી’માં બે અભિનેત્રીઓ હશે, સોનાક્ષી અને અશ્ર્વામી.

ફિલ્મની વાર્તા ચુલુબલ પાંડેની આજુબાજુ ફરશે. તેમાં ‘દબંગ’ અને ‘દબંગ ટુ’ની વાર્તાની પહેલાના તેના જીવનને બતાવાશે. તે કેવી રીતે ચુલબુલ પાંડે બન્યો તેની વાત કહેવાશે.

સુપરહિટ ફ્રેન્ચાઇઝી વિશે અરબાઝ ખાને કહ્યું હતું કે ‘ટાઇગર ઝિન્દા હૈ’ની જેમ ‘દબંગ થ્રી’ પણ લોકોને પસંદ આવશે, કારણ કે અત્યારે દર્શકોમાં ફ્રેન્ચાઇઝી જોવાનો બહુ ક્રેઝ છે. તે એક બ્રાંડ બની ગઇ હોય છે. આથી અમે લોકોને તેમાં કશું પરફેક્ટ આપવા માગીએ છીએ. ફિલ્મમાં કૉમેડી, ઇમોશન, એકશન બધું જ છે. ‘દંબગ થ્રી’માં ઘણી નવી વસ્તુઓ જોવા મળશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

7UxbGs5n
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com