Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
પગરખાં પણ આપનાં વ્યક્તિત્વની ઓળખ છે
પગરખાંની ખરીદી કરતી વખતે ચોક્કસ ધ્યાનમાં રાખો કે તે પહેરવામાં આરામદાયક હોય. પગરખાં ખરીદતી વખતે બંને પગમાં પહેરીને થોડું ચાલી લેવું

ફેશન-નિધિ ભટ્ટ



બૂટ્સ

ફેશન સામાન્ય રીતે પ્રત્યેક પાંચ વર્ષે બદલાતી રહેતી હોય છે. જમાનામાં આવેલા બદલાવને કારણે હવે પ્રતિવર્ષ ફેશન બદલાતી જાય છે. એક વખત ફક્ત પુરુષો દ્વારા પહેરવામાં આવતા બૂટ્સ હવે યુવતીઓ પણ પહેરતી થઈ છે. યુવતીઓ દ્વારા તેને સ્ટાઈલ સ્ટેટમેન્ટ બનાવવામાં આવ્યા છે. બૂટ્સ પહેરવાવાળી યુવતીઓ દેખાવમાં આકર્ષક, આત્મવિશ્ર્વાસથી ભરપૂર અને ખુલ્લા દિલના વિચારો ધરાવતી હોય છે. જીવનમાં અન્યથી હટકે કરવાનું તેમને પસંદ હોય છે. સીધું સાદું જીવન કરતાં તેમને જીવનમાં આવતા પડકારો વધુ આકર્ષિત કરે છે.

-----------------------------------

ટ્રેન્ડી

તથા સ્ટાઈલિસ્ટ પગરખાં ફક્ત તમારાં વ્યક્તિત્વની ઓળખ નહીં પણ વ્યક્તિમાં રહેલા આત્મવિશ્ર્વાસને પણ દર્શાવે છે. પગરખાં કેવા પસંદ કરવા, કઈ રીતે પસંદ કરવા તથા કયા સમયે ખરીદવા તે વિશેની કેટલીક ધ્યાનમાં રાખવા જેવી વાતો જાણી લઈએ :

યોગ્ય પગરખાંની ખરીદી કરતી વખતે ચોક્કસ ધ્યાનમાં રાખો કે તે પહેરવામાં આરામદાયક હોય. પગરખાં ખરીદતી વખતે બંને પગમાં પહેરીને થોડું ચાલી લેવું. પગમાં તેનું ફિટિંગ યોગ્ય લાગે તો ખરીદવા. થોડાં પણ ચુસ્ત લાગે તો ખરીદવા નહીં.

બીજો એક સરળ ઉપાય છે કે પગરખાં ખરીદતી વખતે કોરા કાગળ ઉપર પગનું માપ દોરી લેવું. તેને ચારેબાજુથી કાપી લેવું. પગનું માપ નવા ખરીદતા ચંપલ કે શૂઝમાં યોગ્ય રીતે બેસી જાય તો તે પગરખાં આપના માટે યોગ્ય ગણી લેવાં. પગરખાં ખરીદવા માટે સાંજનો સમય પસંદ કરવો. સાંજના સમયે પગનું માપ થોડું ખૂલી જાય છે. તેથી માપ યોગ્ય મળે છે.

--------------------------------------------

સ્પોર્ટી લુક

એથલીટ, આરામપ્રિય તથા સાહસિક મહિલાઓની પસંદ હોય છે. પોતાના સ્વાસ્થ્ય તથા શરીર પ્રત્યે સજાગ રહે છે.

આ પ્રકારના સ્નીકર્સનો ઉપયોગ જોગીંગ કે જિમ્નેશિયમમાં જતી વખતે કરવામાં આવે છે. હવે તે ફેશન તથા ટ્રેન્ડનો હિસ્સો બની ગયા છે.

--------------------------------------------

ઊંચી એડી

ઊંચી એડીના ચંપલ પહેરો એટલે તમારામાં આત્મવિશ્ર્વાસ આપોઆપ આવી જતો હોય છે. ફેશન સ્ટેટ્સ માટે પણ ઊંચી એડી અવ્વલ નંબરે ગણાય છે.

એવી મહિલાઓ માટે છે જેઓ સેક્સી લૂકની સાથે ચાલમાં એક આગવી લચક જોવા મળે છે. ચાલમાં આવેલા બદલાવને કારણે તે જ્યાં જાય ત્યાં અન્ય માટે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે.

----------------------------------------------

પ્લેટફોર્મ હીલ

પ્લેટફોર્મ હીલ પહેરવાવાળી મહિલાઓ ફેશનની સાથે આરામનો પણ વિચાર કરતી હોય છે. પ્લેટફોર્મ હીલ સામાન્ય રીતે કોઈ ફંકશનમાં જતી વખતે કે કામકાજી મહિલાઓ દ્વારા પહેરવામાં આવે છે. આ મહિલાઓ સ્વનિર્ભર હોય છે. અન્યની મદદ લેવી તેમને બીલકુલ પસંદ નથી. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

57ldYv1
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com