Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
ઈન્ફોસિસની કેલિક્સ સાથે યુતિ

મુંબઇ: ઈન્ફોસિસ લિમિટેડે અખબારી યાદી દ્વારા જણાવ્યું છે કે કંપનીએ કોમ્યુનિકેશન્સ સર્વિસ પ્રોવાઈડર (સીએસપી)ને વેગ આપવા એક્સોસ નામના સોફ્ટવેર ડિફાઈન્ડ એક્સેસ (એસડીએ) પ્લેટફોર્મને અપનાવવા કેલિક્સ કંપની સાથે ભાગીદારી કરાર કર્યો છે.

નવી પેઢીના વેપાર સાહસિકો માટે વ્યવસાયિક માર્ગદર્શન

મુંબઇ: ફોર્બસ મિડલ ઈસ્ટ તરફથી હાલમાં જ ટોપ ઈન્ડિયન લીડર્સ ઈન ધ અરબ વર્લ્ડ 2017- રિટેઈલ એવોર્ડ મેળવનરા ગ્લોબલ અન્ત્રપ્રિન્યોર અને દુબઈ સ્થિત અલ અદીલ સમૂહના ચેરમેન અને એમડી મસાલાકિંગ તરીકે પ્રસિદ્ધ ડો. ધનંજય દાતાર આગામી 14 એપ્રિલે કલ્યાણમાં અને 15 એપ્રિલે ભિવંડીમાં નવી પેઢીના વેપાર સાહસિકો તેમ જ ઉદ્યમશીલ યુવાનોને વ્યવસાયિક માર્ગદર્શન આપશે. કાર્યક્રમનું આયોજન વ્યાપારી મિત્રમંડળ બજારપેઠ, લાયન્સ ક્લબ ઓફ ભિવંડી, લિયો ક્લબ ભિવંડી, જાયન્ટ્સ ગ્રુપ સહિતની સંસ્થાઓ દ્વારા થયું છે.

એનલિટીકા એનાકોનમાં 3500 બિઝનેસ ડેલિગેટ્સ

મુંબઈ: ફાર્મા, રસાયણ, ખાદ્ય અને પીણાં, આરએન્ડડી અને સંબંધિત ઉદ્યોગોને આવરી લેતાો એનલિટિકા એનાકોન ઈન્ડિયા અને ઈન્ડિયા લેબ એક્સપો મુંબઈમાં 25-26 એપ્રિલે અને હૈદરાબાદમાં 6-8 સપ્ટેમ્બરે યોજાઇ રહ્યાં છે, જેમાં લેબોરેટરી ટેકનોલોજી, એનાલિસિસ, બાયોટેકનોલોજી અને ડાયગ્નોસ્ટિક્સ ક્ષેત્રની અગ્રણી કંપનીઓ સહભાગી થશે. આ એક્સપોની આયોજક મૂળ જર્મનીની મેસ્સી મંચેન ઈન્ડિયાના સીઈઓ ભૂપિંદર સિંગે જણાવ્યું હતું કે મુંબઈ આવૃત્તિના ફક્ત બે દિવસમાં લગભગ 3500 બિઝનેસ ડેલિગેટ્સ સાથે સેંકડો પ્રદર્શનકારીઓને એકત્ર લાવવાની ધારણા છે.

સીઆઇઆઇની ટાટા કોમ્યુનિકેશન્સ સાથે યુતિ

મુંબઇ: ટાટા કોમ્યુનિકેશન્સ લિમિટેડે એક્સચેન્જને રેગ્યુલેટરી ફાઇલિંગ્સમાં જણાવ્યું છે કે કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (સીઆઈઆઈ) દ્વારા કંપનીને ડિજીટલ ટેક્નોલોજીના યોગ્ય લાભો શોદી કાઢવામાં સહાય કરવા માટે પસંદ કરવામાં આવી છે. સીઆઈઆઈ-ટાટા કોમ્યુનિકેશન્સ સેન્ટર ફોર ડિજીટલ ટ્રાન્સફોર્મેશન હેઠળ દેશમાં ડિજીટલ ચેન્જ લાવવાની દિશામાં કામ કરવામાં આવશે જેમાં મોબાઈલ, ક્લાઉડ, ઈન્ટરનેટ ઓફ એવરીથીંગ અને વિવિધ ટેક્નોલોજીનો વપરાશ કરવામાં આવશે.

ભારતી એરટેલમાં પોસ્ટલ બેલોટની નોટિસ

મુંબઇ: ભારતી એરટેલ લિમિટેડે જણાવ્યું છે કે પ્રાઈવેટ પ્લેસમેન્ટ દ્વારા અનસિક્યોર્ડ/સિક્યોર્ડ રિડીમેબલ નોન-ક્ધવર્ટિબલ ડિબેન્ચર્સ/બોન્ડ્સ ઈશ્યુ કરવાના વિશેષ ઠરાવ પર શેરધારકોની મંજૂરી મેળવવા પોસ્ટલ બેલોટ યોજ્યો છે. ભરેલાં પોસ્ટલ બેલોટ ફોર્મ 9 મે, 2018ના રોજ અથવા તે પૂર્વે સ્ક્રૂટિનાઝર પાસે પહોંચી જવા જોઈએ, બેલોટનું પરિણામ 11 મે, 2018ના રોજ જાહેર કરવામાં આવશે.

બેસ્ટ સ્ટીલમાં ઓપન ઓફર

મુંબઇ: કોર્પોરેટ પ્રોફેશનલ્સ કેપિટલ પ્રા. લિ. (ઓફરની મેનેજર)એ રાહુલ ગુપ્તા (એકવાયરર) વતીથી બેસ્ટ સ્ટીલ લોજિસ્ટિક્સ લિમિટેડ (ટાર્ગેટ કંપની)ના શેરો હસ્તગત કરવાની ઓપન ઓફર કરી હતી. આ ઓફર 11 એપ્રિલ, 2018ના રોજ ખૂલશે અને 24 એપ્રિલ, 2018ના રોજ બંધ થશે.

ઓઈલ ઈન્ડિયાને ઈપીઓ પાસેથી પ્રથમ પેટન્ટ

મૂંબઇ: જાહેર ક્ષેત્રની ક્રૂડ ઓઇલ સેકટરની જાયન્ટ કંપની ઓઈલ ઈન્ડિયા લિમિટેડે અખબારી યાદી દ્વારા એક્સચેન્જને રેગ્યુલેટરી ફાઇલિંગ્સમાં જણાવ્યું છે કે, કંપનીને યુરોપીયન પેટન્ટ ઓફિસ પાસેથી પ્રથમ પેટન્ટ પ્રાપ્ત થઈ છે. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

052f3j5
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com