Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
ફેફસાંની શક્તિ ઘટી જાય ત્યારે કયો ઇલાજ કરશો?
આરોગ્ય વિજ્ઞાન-ડૉ. મલ્લિકા ચંદ્રશેખર ઠક્કુર (આયુર્વેદ ક્ષેત્રનાં ક્ધસલ્ટન્ટ)

નાલાસોપારાથી મનજીભાઇનો પત્ર આવ્યો છે તેઓ લખે છે કે મને દમ, શ્ર્વાસ અને હાંફ ચડે છે. જાત જાતના રિપોર્ટ કઢાવ્યા પછી ખબર પડી કે એમાં કોઇ પણ ચીજ એબ્નોર્મલ નથી. કાર્ડિયોગ્રામ સ્વચ્છ છે. લંગ ફંકશન ટેસ્ટ પણ કરાવ્યા એમાં જણાયું કે ફેફસાંની શક્તિ ઘટી ગઇ છે. ઉંમર ૬૦ વર્ષથી વધુ છે. જ્યારે પણ આધુનિક દવા લઉં ત્યારે આ રોગ અંકુશમાં હોવાનું જણાય છે. આ માટે આયુર્વેદમાં કોઇ અક્સીર ઔષધ કે પરેજી હોય તો જણાવવા વિનંતી

ઘણા લોકોને આવી ફરિયાદ હોય છે. કોઇકને એલર્જી જેવું હોય, પણ કેટલાંકને એક્સ-રેમાં હાર્ટ એનલાર્જમેન્ટનો ઉલ્લેખ આવે છે. કેટલાકને પ્લરસી કે ટી.બી.નો અથવા ન્યૂમોનિયાના પેચનો ઉલ્લેખ પણ મળે છે. શ્ર્વાસરોગ એ લક્ષણ છે કે વ્યાધિ એ અંગે ચર્ચા ચાલતી રહે છે. હૃદયરોગના પાંચ પ્રકાર છે. વાયુ, પિત્ત, કફ, ત્રિદોષ તથા કૃમિને કારણે પણ થાય છે. એના લક્ષણો જાણવા જરૂરી છે. ચરક, સુશ્રુત અને વાગભટના નિદાન પરથી પંડિત માધવ મિશ્રે અને એની સારવાર પંડિત સારંગધરે કરી છે. એ વાત સાવ સાચી છે હરડે, વજ, રાસ્ના, પીપરીમૂળ જેવા દ્રવ્યોનું હરિત્યકાદી ચૂર્ણ આજે પણ એટલું જ ઉપયોગી છે. પેટ સાફ રહે તો રોગને શરીરમાં ઉપદ્રવ કરવાનો કોઇ રસ્તો રહે નહી. એ દૃષ્ટિએ બ્લડ પ્રેશરને ધ્યાનમાં રાખી જો બી.પી નોર્મલ, સોજો પણ દૂર થશે.

ઘણી વાર દરદીને જે તકલીફ હોય તે માત્ર નાડી પરીક્ષા દ્વારા નિદાન કરી દવા મેળવવા ઝંખે છે, પણ એમના આગળના બધા રિપોર્ટ, એક્સ-રે, લોહી તથા લંગ ફંકશન ટેસ્ટની સલાહ આપતાં પૂર્વે એ બધા ટેસ્ટ કરાવી છેવટે આયુર્વેદ કે હોમિયોપેથ પાસે જાય છે. આ બધાને અનુલક્ષીને સારવાર કરવી પડે. ત્યારે માધવ નિદાનમાં પાંચ પ્રકારના હદયરોગ કે પાંચ પ્રકારના શ્ર્વાસ રોગનો અભ્યાસ સામે તરવરે અને તે પ્રમાણે ચિકિત્સા કરવી પડે. તે માટે કોઇ ક્ષમાયાચનાની જરૂર પડતી નથી. એની સાથોસાથ એમ લાગે છે કે સલાહ અને સૂચનો સ્વીકાર્ય તથા આવકાર્ય બને છે. તેમાં પણ ડૉક્ટર મિત્રોની સલાહને શિરોમાન્ય ગણીએ તો પણ દરદીને સ્વીકાર્ય બને એટલું જ જરૂરી છે. શરીર એ માણસની પોતાની સંપત્તિ છે એણે કોની ચિકિત્સા કરાવવી એ એનો અધિકાર છે.

એ દૃષ્ટિએ આયુર્વેદિક વૈદ્ય પાસે આવતા દરદીઓ પોતાની કેફિયત રજૂ કરે એને અનુલક્ષીને સારવાર કરવી રહી. જરા અવસ્થામાં ખાંસી ઉપડે એને જરાકાસ કહેવાય. એમાં સારવારમાં વિલંબ કરવો નહીં. ખાંસીમાંથી શરદી, શરદીમાંથી દમ અને દમમાંથી હાંફ અને હાંફમાંથી ટી.બી. જેવા દરદો સંભવે છે. આ શાસ્ત્રકાર પંડિતોનું વિધાન છે. વિશ્ર્વની કોઇ પણ જગ્યા બાકી ન હોય જ્યાં દમનો રોગ થતો ન હોય. ત્યારે સિંધવ, સંચળ જેવા દ્રવ્યો ઉપરના હરડેના મિશ્રણમાં આપી શકાય. લસણનો પ્રયોગ જેમને બાધ ન હોય તેઓ કરી શકે છે. એમાં પણ એક કળીનું લસણ ઘીમાં તળીને લઇ શકાય.

પણ આમાં મુખ્ય ઔષધ શ્ર્વાસકાસ ચિંતામણી છે. ઉપરાંત જે પરિસ્થિતિ લખી છે તેમાં જવાહર મોહરા ઉપયોગી નીવડશે. આ બધા ઔષધો સહજ છે. સુલભ છે. એમાં અહીં પ્રસ્તુત કેટલાક ઉપચારો લાભદાયક નીવડશે. આમાં સૌ પ્રથમ અર્જુન છાલનું ચૂર્ણ બે ગ્રામ, એક કપ દૂધ, એક કપ પાણીમાં ધીમે તાપે ઉકાળવું. જ્યારે ફક્ત દૂધ રહે ત્યારે ગાળીને એમાં સહેજ ખડી સાકર, એલચી બીજ મેળવી એનું સેવન કરવું. જો દૂધ અનુકૂળ જ ન હોય તો પાણી સાથે લઇ શકાય. જો માત્ર એલર્જીના કારણે શ્ર્વાસ ઉપડતો હોય તો બૃહત હરિદ્રાખંડ ત્રણ ગ્રામ અને એની સાથે પ્રવાલપિષ્ટી અડધો ગ્રામ મેળવીને લેવાથી એલર્જીમાં ખૂબ રાહત મળે છે. એની જોડે એલોપેથિક દવા લેતા હોવ તો એમાં કોઇ વાંધો નથી. પીવાની દવામાં સોમાસવ, કંકાસવ, દ્રાક્ષારિષ્ટ તથા ભારંગ્યાદિ કવાથ મેળવીને લઇ તેમાંથી એકથી બે ચમચી જમ્યા બાદ લેતાં ઘણી રાહત જણાશે.

આમ જોઇએ તો સોમ એટલે એફિદ્રા, એમાંથી તત્કાળ કામ કરે એવું એફિદ્રી આજે આ રોગમાં ટિકડી સ્વરૂપે વપરાય છે, પણ એ બધાથી ચડે એવું કંટકારી અવલેહ એક એક ચમચી સવાર સાંજ લેવાથી પણ સારી અસર થતી જણાશે. આવો જ સારો અનુભવ વાસા અવલેહનો પણ મળે છે. અનુભવમાં કંટકારી અવલેહ બહુ જ સારો લાભ આપે છે. સિતોપલાદી ચૂર્ણ તાલીસાદી ચૂર્ણના પણ નિયમિત પ્રયોગોથી આ રોગ ધીમે ધીમે અંકુશમાં આવી જાય છે. જો દસ વર્ષ જેવો સમય પસાર થઇ ગયો હોય તો એને અંકુશમાં લેતાં ઓછામાં ઓછા દસ માસ તો લાગે જ. આમાં પાચનશક્તિ સુધારવાની પણ ખાસ જરૂર રહે છે. જેમ પાચનશક્તિ સુધરશે તેમ રોગનું જોર ઓછું થતું જશે. માટે દમની ટિકડીથી કે એન્ટીબાયોટિકથી કામચલાઉ રાહત

સાંપડે છે.

અન્ય એક દરદીને આવી તકલીફ હોવાથી એક ટિકડીના રૂપિયા દસ જેટલી કિંમતની વાપરી જોઇ પણ એનાથી રાહત થઇ પણ રોગ મટ્યો નહીં. દમના દરદી માટે એક જ વાત કહી શકાય કે શ્ર્વાસકાસ ચિંતામણી, મહાલક્ષ્મી વિલાસ અને સુવર્ણવસંતમાલતી ત્રણેને સમભાગે મેળવી દસ ગ્રામના ૪૦ પડીકા કરી એક સવારે અને એક રાત્રે લેતાં ધીરે ધીરે ફેફસાંને નવું બળ સાંપડશે. દમના દરદીના ફેફસાં અને હદય જેવા અતિ અગત્યના અવયવો ખરાબ થઇ જાય છે. દમનો રોગ એક વાર લાગુ પડ્યા પછી હંમેશાં ચાલુ રહેતો નથી. પણ વારંવાર તેના હુમલા થયા કરે છે. કોઇને જુદી જુદી ઋતુમાં અસર થાય છે. ઘણીવાર હવાફેર કરવાથી પણ દમની હાલાકી ઓછી થાય છે. રોગ નરમ પડે છે. દરદી આરામથી વ્યાયામ પણ કરી શકે છે. પગથિયાં વગેરે ચઢવા હોય તો આસાનીથી ચઢી શકે છે. દમ એ વિચિત્ર રોગ છે. દમ એક સ્વતંત્ર રોગ નથી પણ શરીરમાંના યંત્રોમાંથી કોઇ કોઇની ખામીને પરિણામે જે ઉપદ્રવ થાય છે તે દમ છે. એમ અનેક તબીબી તજજ્ઞોનું માનવું છે. દમ થવાનો હોય તેના લક્ષણરૂપે છાતીમાં પીડા થાય, ખોરાકમાં અરુચિ, અણગમો થાય, ખભામાં શૂળ નીકળે છે. કેટલાકને પેટમાં ગડગડીત થાય. મંદાગ્નિ પણ રહે. કેટલાકને માથાના દુ:ખાવાની ફરિયાદ પણ રહે . દમના હુમલાની શરૂઆતથી શ્ર્વાસની મૂંઝવણ થાય છે. દમના હુમલા વેળા દરદી લાલચોળ થઇ જાય છે.

ખાસ કરીને દમના દરદીએ પોતાને શું અનુકૂળ આવે છે તે પ્રમાણે વ્યવસ્થાક્રમ ગોઠવી લેવા જોઇએ. હવાફેરથી પણ સારો ફાયદો થાય છે. સૂકી હવાવાળા વિસ્તારોમાં દરદીને વધુ રાહત જણાય છે. કપડાં પણ ગરમ તથા શરીરને પૂરેપૂરું રક્ષણ મળે એવા પહેરવા જોઇએ. ખાનપાનમાં પણ એક દરદીને જે ખોરાક અનુકૂળ આવે તે બીજાને અનુકૂળ ન પણ આવે. બીજું ખૂબ ઠાંસી ઠાંસીને જમવું નહીં. ઝાડો સાફ આવતો હોય તો હળવું વિરેચન લેવું. ઘણાંને ભાત અનુકૂળ આવતા નથી. તેમણે બાજરીનો રોટલો, શાકભાજી કે દાળનું પાણી લેવું. આમાં આરોગ્યવર્ધની નામની ઔષધિ પ્રસિદ્ધ છે. એના સેવનથી ઘણી રાહત થતી જણાય છે. દમ એ ચેપી રોગ નથી પણ એક કુટુંબમાં ઘણા માણસોને દમ થયેલો જોવામાં આવે છે. ઘણી વાર આ રોગ વારસાગત પણ ઊતરે છે. એટલે નવી પેઢીએ આ બાબતમાં ખૂબ જ કાળજી રાખવી જરૂરી છે. આ રોગ ખૂબ જ ત્રાસદાયક છે. એમાં સોમલતા નામે વનસ્પતિ આવે છે તેનું ચૂર્ણ બનાવી રાખવું. બે કપ જેટલું પાણી લઇ તેમાં થોડું ચૂર્ણ નાખવું અને ઉકાળવા મૂકવું. બરાબર ઊકળી જાય ત્યારે તે નવશેકુ થાય પછી દરદીને પીવા આપવું. આ રીતે બનાવેલો ઉકાળો પીવાથી દરદીને ઘણી રાહત રહે છે. દમના દરદીએ સાંજે સૂર્યાસ્ત પહેલાં હલકો ખોરાક લેવો. મોડેથી ભારે ભોજન ન કરવું. કબજિયાત ન થવા દેવી. શ્ર્વાસકુઠાર નામની ઔષધિ સવાર સાંજ વાસાવલેહ સાથે લેતાં ઘણી રાહત જણાય છે. ભોજનમાં દીપક અને પાચક દ્રવ્યો સૂંઠ, મરી, તજ વગેરે

લેવા, મસાલા વગેરે લેવાથી વિકૃત કફ થતો અટકે છે. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

vY5U8327
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com