Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
જૂન મહિનામાં જન્મેલાઓનું ભાવિ

ગણિત અગણિત-ભાવિક સંઘવી



(ગયા અંકથી ચાલુ)

જૂન મહિનાની પાંચમી, ૧૪મી અને ૨૩મીએ જન્મેલાઓ

તમે બુધ, ચંદ્ર અને કેતુના આંદોલનની અસર હેઠળ છો. તમે અતિશય બુદ્ધિશાળી, ચંચળ અને ચપળ છો. તમને એક જ પ્રકારનું કામ કરવું ગમશે નહીં. વારંવાર વ્યવસાય-રોજગાર બદલાતા રહેવાની અને તમે વાયદા, રેસ અને શેર વગેરેમાંથી નાણાં બનાવવાની સંભાવના છે. તમે બનાવેલા ઘરમાં તમે લાંબો સમય રહેશો નહીં. તમને પ્રવાસ કરવામાં રુચિ હશે. તમને ઝડપી ચાલનારાના વાહનોથી જોખમ છે અને માંડ માંડ અકસ્માતોમાંથી ઉગરી જશો. તમે એક જ સમયે બે જુદી જુદી વ્યક્તિને ચાહશો. તમે બહુ નસીબવંતા છો. તમને ચિંતા-ફિકર કરતા રહેવાનું ગમશે નહીં. તમે બહુ ઉદાર હશો. તમારા માર્ગમાં પ્રગતિના અનેક મોકા આવવાની સંભાવના છે. તમે ધંધામાં સહેલાઈથી સફળતા મેળવશો. વૃદ્ધાવસ્થા માટે નાણાં બચાવો.

જૂન મહિનાની છઠ્ઠી, ૧૫મી અને ૨૪મીએ જન્મેલાઓ

તમે શુક્ર, બુધ, ચંદ્ર અને કેતુના આંદોલનની અસર હેઠળ છો. તમે કલ્પનાશીલ, મોહક વ્યક્તિત્વ સાથે કલાના ચાહક છો. તમે એક કરતાં વધારે સ્રોતો દ્વારા નાણાં રળશો. તમે ઉપદેશક, વક્તા, સાહિત્યિક વ્યક્તિ અને કલાકાર તરીકે સફળ થશો. તમારા જીવનમાં ઘણી સુવર્ણ તકો આવશે. તમારા પ્રબળ પ્રભાવી વ્યક્તિત્વને કારણે તમને વિજાતીય વ્યક્તિઓ દ્વારા આકર્ષિત કરવામાં આવશે. તમે સ્વતંત્રતાના આશિક છો અને તમને મર્યાદા-બંધનો ગમશે નહીં. તમે બીજાઓ કરતાં ઊંચા સ્થાને જવાની ઈચ્છા રાખશો. નાણાકીય મામલે તમે નસીબદાર સાબિત થશો. તમને કદાચ અનેક ભેટ-વસ્તુઓ મળે અને બને કે તમારા માટે વારસો છોડવામાં આવે.

જૂન મહિનાની સાતમી, ૧૬મી અને ૨૫મીએ જન્મેલાઓ

તમે કેતુ, ચંદ્ર અને બુધના આંદોલનની અસર હેઠળ છો. તમે વધુ પડતા ભાવનાવાદી, મનસ્વી વર્તન સાથે સ્વપ્નો જોનારા છો. તમારી ઈચ્છાશક્તિ દૃઢ હશે. તમે ગૂઢવાદ પ્રત્યે આકર્ષાશો. તમારા સંપર્કમાં રહેલા વ્યક્તિઓને તમે તમારા ઉદાત્ત વિચારોથી પ્રભાવિત કરશો. તમને માનવ સ્વભાવ અને મનનો બહુ સારો અભ્યાસ છે. તમને જળમાર્ગે અન્ય રાષ્ટ્રોનો પ્રવાસ કરવાનું ગમશે. તમને સમુદ્ર, નદી, જળાશય, તળાવની નજીક વસવું ગમશે. સગાંસંબંધીઓ દ્વારા સજાર્તી મુશ્કેલીઓને પગલે તમારું કૌટુંબિક જીવન અશાંત રહેશે. અન્યોને તમારાં લગ્ન સંબંધે ગેરસમજ થશે. તમને કોઈ પણ પ્રકારની કલા પ્રત્યે ઊંડો પ્રેમ હશે અને સુંદર અને ઉત્તમ જણસોનો સંગ્રહ કરવામાં અભિરુચિ હશે. વસિયત દ્વારા તમારા માટે કરાયેલાં વસિયતનાં નાણાંને મામલે તમારી સાથે છેતરપિંડી કરવામાં આવશે. તમારી નાણાકીય સ્ેિથતિ અનિશ્ર્ચિત હશે. જુગારથી દૂર રહેજો. વૃદ્ધાવસ્થા માટે નાણાંની બચત કરો.

જૂન મહિનાની આઠમી, ૧૭મી અને ૨૬મીએ જન્મેલાઓ

તમે શનિ, બુધ, ચંદ્ર અને કેતુના આંદોલનની અસર હેઠળ છો. તમે ઉત્તમ ફિલસૂફ હશો. તમને કાનૂની મામલામાં ખેંચવામાં આવશે. અંદરખાને વેર ભાવના રાખનારા શત્રુઓ તમારી બદનામી કરશે. મુશ્કેલ સમયમાં તમને કોઈ મદદ નહીં કરે. બીજા લોકોની ખાનગી બાબતોમાં તમે તમારું નાક ખોસશો નહીં. તમે વિજ્ઞાન, ગણિત, ફિલસૂફી અને સાહિત્ય જેવાં ક્ષેત્રોમાં સફળ થશો. તમારી યોજના તમે જ ઘડો. તમને દરેક બાબતનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરવાનું ગમશે. તમે અન્યો દ્વારા કરવામાં આવેલી ભૂલો ચલાવી નહીં લો. બને ત્યાં સુધી હવાઈ સફર ટાળો. અન્યો લોકો તમારી બાબતે ગેરસમજણ કરશે અને એ કારણે તમે કદાચ મુશ્કેલીમાં સપડાઓ. નાણાકીય બાબતોમાં સાવધ રહો. તમારા ઘરમાં ચોરી થવાની સંભાવના છે.

જૂન મહિનાની નવમી, ૧૮મી અને ૨૭મીએ જન્મેલાઓ

તમે મંગળ, બુધ, ચંદ્ર અને કેતુના આંદોલનની અસર હેઠળ છો. તમે તીક્ષ્ણ બુદ્ધિમતા અને શોધક અભિગમ સાથે એકદમ સ્પષ્ટવક્તા છો. દલીલબાજી અન્યો સાથે શત્રુતા લાવશે. સગાંસંબંધીઓ પાસેથી તમને સહકાર નહીં મળે. તમે તમારાં લખાણોમાં અને વક્તવ્યોમાં તમારો વિરોધ કટાક્ષપૂર્વક રજૂ કરશો. તમે સ્વતંત્રતાને ચાહશો અને તમને મર્યાદા-બંધન નહીં ગમે. તમે ગોઠવાયેલી જિંદગી જીવવાને સમર્થ નહીં બનો. તમે જીવનની ચડતી અને પડતીનો હિંમતપૂર્વક સામનો કરશો. તમે લાંબા સમય સુધી હતાશ-નિરાશ નહીં રહો. તમે નિષ્ફળતાથી પ્રભાવિત નહીં થાઓ અને ફરીથી આરંભ કરશો. વિજાતિય વ્યક્તિઓ સાથે તમને અનેક સંબંધ હશે અને તેમના દ્વારા તમને મુશ્કેલીઓ પડશે. તમારો ઉતાવળિયો સ્વભાવ નિષ્ફળતા અપાવશે. કાયદાની પકડમાં સપડાશો નહીં. તમે સંશોધન, જોખમ અને સંભાવનાઓ પર આધારિત વ્યવસાયમાં સફળ થશો. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

62f4r5
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com