Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
હમારા અપના કાનૂન: મલાણા
ભારતમાં જ હોવા છતાં સિકંદરના વંશજો નથી માનતા ભારતીય કાયદાકાનૂનમાં. મલાણા ગામમાં અલાયદી ન્યાયવ્યવસ્થા અને સંસદને જ માને છે ગામવાસીઓ...

સફરનામા-દર્શના વિસરીયાસફરનામા-દર્શના વિસરીયાભારતમાં જ આવેલા વિસ્તારમાં ભારતના જ કાયદા-કાનૂન ના ચાલે, સ્વતંત્ર ન્યાય વ્યવસ્થા, પાલિકા અને અલાયદી સંસદ... સાંભળવામાં થોડું ફૅરી ટેલ જેવું લાગે નહીં? અને એવું પણ થાય કે આખરે ભારતમાં જ હોવા છતાં આ વિસ્તારમાં ભારતીય કાયદા-કાનૂનનું પાલન કેમ નહીં થતું હોય અને એ સાથે જ એક પ્રશ્ર્ન એ પણ ઉદ્ભવે કે ખરેખર આવો કોઈ વિસ્તાર ભારતમાં આવેલો છે ખરો કે માત્ર શેખચલ્લીની વાતોમાં જ આવો કોઈ વિસ્તાર હોઈ શકે.

હિમાચલ પ્રદેશમાં આવેલું મલાણા નામનું ગામ જેટલું વિચિત્ર છે, એટલા જ અહીંના લોકો સાલસ છે, પણ પોતાના નિયમોનું પાલન કરવામાં એટલા જ ચૂસ્ત પણ ખરાં! આ ગામમાં રહેતાં લોકો પોતાને સિકંદરના વંશજ માને છે અને એટલું જ નહીં પણ ભારતના કોઈ પણ કાયદા કાનૂન આ ગામને કે ગામના લોકોને સ્પર્શતા સુદ્ધાં નથી.

ગામના રહેવાસીઓના નેણ-નક્શા ગ્રીક લોકોને મળતાં આવે છે અને પોતે સિકંદરના અને તેમના સૈનિકોના વંશજ છે એની સાબિતી આપવા માટે એ લોકો ગામમાં આવેલા જમલુ દેવતાના મંદિરની બહારના લાકડાના દરવાજા પર કરવામાં આવેલા નક્શીકામ તરફ આંગળી ચીંધે છે. આ નક્શીકામમાં યુદ્ધ કરતાં સૈનિકો દર્શાવવામાં આવ્યા છે. બોલચાલમાં પણ ભારતીય ભાષાથી એકદમ જ અલગ પણ ગ્રીક ભાષા સાથે મેળ ખાતી ભાષાનો ઉપયોગ કરાય છે.

વિચિત્ર નિયમ ઉપરાંત આ ગામડું અહીં કરવામાં આવતી મારિજુઆના (ગાંજા)ની ખેતીને કારણે પ્રસિદ્ધ છે અને તેને મલાણા ક્રીમ તરીકે પણ ઓળખવામાં આવે છે. દુનિયામાં સૌથી બેસ્ટ ચરસની ખેતી અહીં થાય છે. સ્થાનિક લોકો ચરસને ‘બ્લેક ગૉલ્ડ’ પણ કહે છે.

હવે વાત કરીએ અહીંના વિચિત્ર કાયદા કાનૂન વિશે. બહારના લોકો ગામના લોકોને ટચ નહીં કરી શકે. દાખલા તરીકે જો તમે ગામમાં કોઈ દુકાન પર ગયા અને કોઈ વસ્તુ ખરીદી તો એ વસ્તુ દુકાનદાર તમને હાથમાં નહીં આપે કે ન તો પૈસા હાથમાં લેશે. જો કોઈ બહારની વ્યક્તિ તેમને ભૂલથી પણ અડી જાય તો તેઓ તરત જ સ્નાન કરે છે. એટલું જ નહીં આ ગામની વસ્તુઓને પણ અડકી જનારા ટૂરિસ્ટોને દંડ ભરવો પડે છે. ગામવાસીઓ દ્વારા નિયમોનું પાલન નહીં કરનારાઓ માટે રૂ. ૧૦૦૦થી રૂ.૨૫૦૦ સુધીના દંડની રકમ નક્કી કરવામાં આવી છે અને આની જાણ કરતાં બૉર્ડ ઠેરઠેર લગાવવામાં

આવ્યા છે.

ટૂરિસ્ટ ફ્રેન્ડલી હોવાની સાથે સાથે અહીંનો લોકો ફોટો માટે પૉઝ આપવામાં જરા પણ અચકાતા નથી, પરંતુ વિડિયોગ્રાફી અહીં પ્રતિબંધિત છે. જો કોઈ ટૂરિસ્ટ નિયમોનું ઉલ્લંઘન કરે તો તેની પાસેથી રૂ. ૧૦૦૦નો દંડ વસૂલવામાં આવે છે.

અહીંની ન્યાયવ્યવસ્થામાં પણ ગ્રીક સિસ્ટમની આછી પાતળી છાંટ જોવા મળે છે. અલાયદી ન્યાયવ્યવસ્થાની સાથે સાથે જ ગામની પોતાની જ અલગ સંસદ છે પણ. ભલે દિલ્હી જેટલી ભવ્ય નહીં પણ કામ ચાલી જાય એવી ખરી. સંસદમાં બે સદન છે એક જ્યેષ્ઠાંગ (ઉપરી સદન) અને કનિષ્ઠાંગ (નીચલું સદન). જ્યારે સંસદ કોઈ પણ વિવાદનો ઉકેલ લાવવામાં નિષ્ફળ જાય છે ત્યારે અહીંના લોકો જમલૂ દેવતાના મંદિરમાં આશરો લે છે અને દેવ જે પણ ઉકેલ લાવે છે તેનું શ્રદ્ધાપૂર્વક પાલન કરે છે.

આ ગામમાં ટૂરિસ્ટના નાઈટ સ્ટે પર છેલ્લાં કેટલાક સમયથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આ પાછળનું કારણ એવું આપવામાં આવ્યું છે કે બહારના લોકો આવીને ગામની સંસ્કૃતિ અને વાતાવરણને ખરાબ કરે છે એવું ગામના લોકોનું માનવું છે. ત્યારથી ગામમાં ટૂરિસ્ટના નાઈટ સ્ટે પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, જોકે કે પર્યટકો સવારથી સાંજ સુધી આ ગામમાં બિન્ધાસ્ત હરીફરી શકે છે, અલબત્ત ગામના નિયમોનું પાલન કરીને.

મલાણાની આસપાસ ફરવા જેવાં અનેક સ્થળો આવેલાં છે એક નજર આસપાસનાં સ્થળો પર...

કાસોલ...

મલાણાની મુલાકાત લેનારાઓ માટે કાસોલ એ એક રિલેક્સિગં પોઈન્ટ છે. અહીંની શાંતિ અને કુદરતી સમૃદ્ધિ મનને અનોખી ઠંડક બક્ષે છે. કાસોલને હિમાચલ પ્રદેશનું મિની ઈઝરાયલ કહેવાય છે, કારણ કે અહીં ઘણા ઈઝરાયેલી વસવાટ કરી રહ્યા છે અને ત્યાં આવેલા અનેક કૅફેના સાઈન બૉર્ડ હિબ્રુ ભાષામાં લખેલા છે.

તોષ

કાસોલથી ૨૦ કિમી દૂર આવેલું તોષની ટોચ પર પહોંચ્યા બાદ જે અદ્ભુત નજારો જોવા મળે છે એ સાક્ષાત સ્વર્ગનો અનુભવ કરાવે છે. બસ રૂટનો આ છેલ્લું સ્ટોપ છે અને અહીંથી આગળ જવા માટે ટૅક્સી ભાડે કરીને આગળનો પ્રવાસ કરી શકાય છે. ટ્રેકિંગ લવર્સ માટે હિમાચલ પ્રદેશની પાર્વતી ખીણ બાદ તોષ એ બીજા નંબરે આવતો ટ્રેક છે.

મણિકરણ

કાસોલથી ચાર કિલોમીટર દૂર આવેલું મણિકરણ એ હિંદુ અને શીખ લોકો માટે પવિત્ર જગ્યા ગણાય છે. એવું કહેવાય છે કે ૧૫૭૪માં ગુરુ નાનકજી અહીં આવ્યા હતા. તેમના અનુયાયીમાંથી એક અનુયાયીને ભૂખ લાગતાં બે-ત્રણ જણાં ભોજનની શોધમાં નીકળી પડ્યા. બધી જ સામગ્રી મળી પણ એક જ સમસ્યા હતી અને એ એટલે ભોજન રાંધવા માટે ક્યાંય આગ જ નહોતી. આખરે ગુરુ નાનકે મણિકરણમાંથી એક પથ્થર ઉઠાવ્યો અને ત્યાંથી ગરમ પાણીનો ફુવારો વહેવા લાગ્યો. કાસોલ અને મલાનાની મુલાકાત લેનારા મોટાભાગના પર્યટકો મણિકરણની મુલાકાત પણ ચોક્કસ લે છે. મણિકરણના ગુરુદ્વારામાં વિનામૂલ્યે ભોજન

અને રહેવાની વ્યવસ્થા પર્યટકોને આપવામાં

આવે છે.આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

V7481v4B
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com