Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
પોતાના જ ઘરમાં નો એન્ટ્રી

અવનવું-મિતા ઉપાધ્યાયઆપણને આઝાદી મળ્યાને લગભગ સાત દાયકા જેટલો લાંબો સમય થઈ ગયો હોવા છતાં દેશમાં જુદા જુદા રાજ્યોમાં નીતનવા સ્થળ નિહાળવાની ખેવના ધરાવતા લોકોને આપણા જ દેશનાં સાત એવાં સ્થળોએ પર્યટન માટેની પરવાનગી આપવામાં આવતી નથી. આ

વાત જરા વિચિત્ર લાગે તેવી છે, પણ નક્કર હકીકત છે.

આ સ્થળોએ ભારતીયો જાણે પરગ્રહવાસી હોય તેમ તેમને સહેલ કરવાની પરવાનગી આપવામાં નથી આવતી, નવાઈની વાત એ છે કે કોઈ વિદેશી નાગરિક એ સ્થળની મુલાકાત લેવા ઈચ્છે તો તેમને એ સ્થળનો પ્રવાસ ખેડવાની પરવાનગી આપવામાં આવતી હોય છે. આમ પણ આપણા દેશમાં કેટલાક રાજ્યના વિભાગો એવાં હોય છે કે ત્યાં પ્રવેશ મેળવવા સરકારની ખાસ પરવાનગી મેળવવી પડતી હોય છે. દા.ત. ઉત્તરીય અને ઈશાની રાજ્યોની મુલાકાત લેવા માટે ખાસ સરકારની પરવાનગી લેવી પડે છે. ગયા વર્ષે જપાનના વડા પ્રધાન શિંઝો એબે ભારતની મુલાકાત દરમિયાન અમદાવાદ આવ્યા હતા ત્યારે સાકુરા રાયોકાન રેસ્ટોરાં વિવાદનું કેન્દ્ર બની હતી. અહીં ભારતીયોને પરવાનગી નથી માત્ર જપાનના નાગરિકોને જ સર્વ કરવામાં આવે છે.

આ સિવાય આપણા દેશનાં છ સ્થળની સહેલગાહે જવાની ભારતીયોને પરવાનગી આપવામાં આવતી નથી. કયાં છે એ સ્થળ ચાલો જાણીએ.-------------------

નૉર્થ સૅન્ટિલ આઈલેન્ડ: આ આઈલેન્ડ અથવા ટાપુ આંદામાનનો એક ભાગ છે. બંગાળના અખાત વિસ્તારમાં આવેલો આ ટાપુ મુખ્ય ટાપુથી વિખૂટો પડી ગયો છે. નૉર્થ સૅન્ટિનલ ટાપુ રળિયામણા સી-બીચ, લીલાંછમ ગાઢ જંગલો અને પરવાળાના ખડકની કરાડથી ઘેરાયેલો છે. આ ટાપુ તેની ભૌગોલિક સ્થિતિના કારણે નહીં, પણ ટાપુમાં વસતા સૅન્ટિલીસ આદિવાસીઓને કારણે વિખૂટો પડી ગયો છે. ટાપુ પર વસતા આદિવાસીઓની અલાયદી દુનિયા છે. તેઓ પોતાના ટાપુ વિસ્તારમાં કોઈ માછીમાર અથવા તો કોઈ સહેલાણીને પ્રવેશવા સુધ્ધાં નથી દેતા. ૨૦૦૪માં સુનામીની કુદરતી આફતના કારણે આદિવાસીઓની વસતિ પર અવળી અસર પડી હોવા છતાં તેઓ પોતાનું સંરક્ષણ કરી શકે છે. કુદરતી આફતને લીધે થયેલાં નુકસાનનો અંદાજ મેળવવા ભારતીય તટરક્ષક દળના હેલિકૉપ્ટર સામે તેમણે કામઠાંની પણછ પર તીર ચડાવીને હુમલા કર્યા હતા.

------------------

હિમાચલ પ્રદેશનું માલાના ગામ: હિમાચલ પ્રદેશમાં આવેલા માલાના ગામની કહાણી સદીઓ પુરાણી છે. ઍલેકઝાન્ડર રાજાએ આશરે ૩૨૬ બીસીમાં આ ગામ વસાવ્યું હતું. તેમના સમયે યુદ્ધમાં ઘાયલ થયેલા સૈનિકો સાજા થયા પછી એ જ ગામમાં વસી ગયા હતા. તેમને એ ગામના મૂળ વડવાઓ તરીકે લેખવામાં આવે છે. ગ્રામવાસીઓનું નામ ‘ટચ મી નોટ’ છે. આ પાછળનું કારણ રસપ્રદ છે. આ લોકો પોતાની માલિકીની એકપણ ચીજવસ્તુને કોઈ અજાણ્યાને જોવા પણ નથી દેતાં. ગામની સીમા વિસ્તારમાં પ્રવેશબંધી લાગુ કરવામાં આવી છે. ગામ લોકો ‘કાન્શી’ ભાષા બોલે છે. આ ભાષાને તેઓ પવિત્ર લેખે છે. ગામની બહારના લોકો આ ભાષાનો ઉપયોગ કરી નથી શકતા. ગામના લોકો બહારના લોકોને પોતાના મંદિરમાં પણ પ્રવેશવા દેતા નથી. તેઓ બહારના લોકોને અસ્પૃશ્ય ગણે છે. આ ગામમાં માલાના હાઈડ્રોપાવર સ્ટેશન નામનો ડૅમ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આનું પરિણામ એ આવ્યું કે ગામના લોકોને બહારની દુનિયા સાથે સંકળાયા અને તેમને પોતાના ગામની બહારની પ્રવૃત્તિ વિશે ખ્યાલ આવવા માંડ્યો, પણ ગામમાં આવકનો સ્રોત માત્ર એક પ્રોજેક્ટ છે. ગામનો વિકાસ કરવા માટે વધુને વધુ પ્રોજેક્ટ શરૂ કરવાનું હિતવાહ છે. ‘સબ કા સાથ સબ કા વિકાસ’ સૂત્રને સાર્થક કરવું હોય તો આ ગામના વિકાસ માટે નક્કર પગલાં લેવાં જોઈએ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

F11cNv48
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com