Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
ચિની કમ નહીં, ચિની વેલકમ

હા, શબ્દોની રમત છે એ વાત સાચી, પણ ભાષાની વાત હોય ત્યારે એવી અને એટલી છૂટ તો લેવાય જ ને, શું કહેવું છે તમારું? અલબત્ત અહીં અમિતાભ બચ્ચન અને તબુની ફિલ્મ ‘ચિની કમ’ની કથા માંડવાનો અને એનું પૃથ્થકરણ કરવાનો કોઇ કરતા કોઇ ઇરાદો નથી. હિંદી શબ્દ ચિનીનો આપણી માતૃભાષામાં અર્થ થાય છે સાકર. જેને ગળપણ વધુ ન જોઇતું હોય એ લોકો ચા-કૉફીનો ઑર્ડર આપતી વખતે ચિની કમ એમ કહેતા હોય છે. મતલબ કે સાકર ઓછી નાખજો. આપણે અહીં વાત કરવાના છીએ ચિની ભાષાની છે. મેંડેરિન તરીકે ઓળખાતી આ ભાષા શીખવાનું પ્રમાણ મહારાષ્ટ્ર રાજ્યના મુંબઇ અને પુણે જેવા શહેરોમાં ધીરે ધીરે વધી રહેલું જોવા મળી રહ્યું છે. આજે જગત દિવસે ને દિવસે સાંકડું થઇ રહ્યું છે ત્યારે નોકરી કે કામધંધા અંગે વિદેશમાં ક્યારેક લાંબો પડાવ નાખવો અનિવાર્ય બની જાય છે. આવે સમયે સ્થાનિક ભાષા આવડતી હોય તો રોજિંદા કામ અને વ્યવહારમાં અડચણો ઓછી આવે છે અને કામ સરળ બની જતું હોય છે. વળી સ્થાનિક ભાષા આવડતી હોય તો પ્રજાના જ એક ભાગ બની જવામાં ઘણી સરળતા પડે છે.

મહારાષ્ટ્રમાં રહેતો ગુજરાતીઓનો એક વર્ગ ફાંકડું મરાઠી બોલી શકે છે જેને કારણે મરાઠી ભાષિકોને એ પોતીકો લાગે છે. એવી જ રીતે ગુજરાતમાં રહેતા ઘણાં મહારાષ્ટ્રીયનો એવું ફાંકડું ગુજરાતી બોલતા હોય છે કે એ લોકો ગુજરાતી નથી એવું જો તમને કોઇ કહે તો તમારા માનવામાં ન આવે. આ બેઉ પ્રજા અલગ રાજ્યોમાં વસીને પણ એ જ રાજ્યની બની શકી છે એમાં પ્રમુખ કારણ તેમનો સ્થાનિક ભાષા પ્રત્યેનો પ્રેમ અને એ હોંશે હોંશે શીખવાની લગન છે. પેલી ઇંગ્લિશમાં કહેવત છે ને કે ઠઇંઊગ ઈંગ છઘખઊ, ઇઊ અ છઘખઅગ, બસ એ જ પ્રમાણે. ફ્રેંચ લોકોનો માતૃભાષા માટેના પ્રેમ અને આદર જેમ જગવિખ્યાત છે એ જ રીતે ચીની લોકોને પણ માતૃભાષા માટે ગર્વ હોવાની વાત જાણીતી છે. એટલે જો તમે ચીનમાં વસવાટ કરી રહ્યા હો ત્યારે અથવા ચીનાઓ સાથેના વ્યવહારમાં એ ભાષાનો ઉપયોગ કરશો એ વાત તેમને રૂડી લાગશે અને આ મુદ્દો તમારું કામ સરળ બનાવવામાં કામ કરી જાય એની પૂરેપૂરી સંભાવના છે. ઉપરાંત ચિની ભાષા આવડતી હોવાને કારણે એની સંસ્કૃતિ સાથે નિકટનો પરિચય શક્ય બને છે.

કઇ વિદેશી ભાષા શીખવી એવી ચર્ચા નીકળે ત્યારે વિશ્ર્વમાં ચીનની વધતી તાકાત અને પ્રભાવ જોતા ચિની ભાષા શીખવાને પ્રાધાન્ય આપવામાં આવે એ સ્વાભાવિક છે. વૈશ્ર્વિક સ્તરે સ્પર્ધક દેશની ભાષા શીખવાથી ફાયદો થાય એ વાત તો કોઇ પણ સ્વીકારશે. હવે પછીના સમયકાળમાં નોકરી-વ્યવસાયમાં જે તક મળશે એ દૃષ્ટિએ પણ ચિની ભાષા આવડતી હશે તો એનો ફાયદો થશે એ વાત કોરી પાટી પરના અક્ષર જેવી છે.

ચિની ભાષામાં ચિત્રલિપી હોવાને કારણે એ શીખવી આસાન નથી, થોડી મુશ્કેલ છે. જોકે, મહેનત અને લગનથી એ ભાષા શીખી લેવાથી ભરપૂર કામ મળી શકે છે, કારણ કે હાલ લીગલ તેમ જ તાંજ્ઞિક દસ્તાવેજોનું ભાષાંતર કરવાનું ભરપૂર કામ ઉપલબ્ધ છે. અલબત્ત કોઇ પણ વિદેશી ભાષા શીખવી આસાન નથી હોતી. મૂળ મુદ્દો એ છે કે શીખવી પડે છે એટલે કોઇ ભાષા શીખવાથી અર્થ નથી સરતો. એ આનંદપૂર્વક સમજી લેવાથી જ્ઞાનમાં તો વધારો થાય જ છે, સાથે સાથે એ મગજમાં આસાનીથી રૂઢ થઇ જાય છે. એટલે ચિની કમ નહીં, પણ ચિની વેલકમ એ સૂત્ર અપનાવીને ચાલવા જેવું છે. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

l7685m
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com