Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
જમાનો પૅંગ્વિન પિતાનો

ઑફબીટ-નીલમ પુજારાઑફબીટ-નીલમ પુજારાતમે ટીવી ચેનલો પર વાઇલ્ડ લાઇફ ડૉક્યુમેન્ટરીઝ જુઓ છો? તેમાં સેંકડો પક્ષીઓ અને પ્રાણીઓના જીવન વિશે જોયું હશે, પણ હવે આપણે ભાયખલાના રાણીબાગમાં પણ જેને જોઇ શકીએ છીએ તે પૅંગ્વિન પક્ષી વિશે ક્યારેય જોયું છે, જાણ્યું છે? આ બહુ સુંદર પક્ષી છે. દેખાવ, રંગરૂપ સાથે તેની જાત જ એટલી સમજદાર છે કે તેને જોવાની મજા આવી જાય. આ પૅંગ્વિન વિશે તમારે જાણવું હોય તો તેના વિશે એક સુંદર એવૉર્ડ વિજેતા એનિમેશન ફિલ્મ પણ બની છે ‘હેપ્પી ફીટ’. આ ફિલ્મ જોશો તો તમને અહીં ઓળખ આપવાની જરૂર નહીં પડે કે પૅંગ્વિન ડૅડ્સ એટલે શું? પૅંગ્વિનનું સામ્રાજ્ય એન્ટાર્કટિકાના વિશાળ ઠંડા વિસ્તારોમાં હોય છે. આ પૅંગ્વિન પક્ષીઓમાં નર અને માદા બંને હોય છે. તેમાં આપણા માનવો જેવું નથી હોતું. આપણામાં પુરુષ કમાય અને સ્ત્રી ઘર અને બાળકો સાચવે તેવું હોય છે. પણ અહીં જુદું જ હોય છે. માદા પૅંગ્વિન ઇંડાં મૂકે પછી તેનું ધ્યાન તે ના રાખે પણ નર પૅંગ્વિન રાખે. એનું કારણ એ કે માદા પક્ષી ઇંડાં મૂકીને તેમનું ઘર છોડીને ઠંડીમાં તરતા તરતા ઊંડા દરિયામાં ખોરાક માટે માછલીઓ લેવા જાય. નર પક્ષી આ કામ ના કરે. આ સિલસિલો આખું વર્ષ ચાલે. આથી માદા પક્ષી ઘરે ન રહેતા હજારો નર પૅંગ્વિન્સ પિતા તરીકે તેમનાં બાળકોની દેખરેખ રાખે. તેમને સલામત જગ્યાએ રાખીને ઉષ્મા અને પ્રેમ આપવાથી લઇને ઇંડાંને ગરમી આપીને સેવે. આમ, તેઓ બરફમાં ત્રણ મહિનાથી વધારે રહે અને તેમના ઇંડાં જ્યાં સુધી બચ્ચામાં પરિણમીને મોટા ન થાય ત્યાં સુધી ભાગ્યે જ ત્યાંથી સ્થળાંતર કરે. માદા પક્ષી દરિયામાંથી માછલીઓ લઇને ઘરે પાછા ના આવે ત્યાં સુધી તેઓ સુંવાળા બચ્ચાંઓને ઉછેરે. એટલું જ નહીં, પણ મૉમ્સ પાછી આવે પછી પણ પૅંગ્વિન ડૅડ્સ અસાધારણ પિતૃત્વ નિભાવવામાંથી બાકાત ન રહે. તેમનાં બચ્ચાંઓને ઉછેરવાનું ચાલુ રાખે અનેતેમને પુખ્ત બનાવવાની તૈયારી પણ કરે. આમ, તેઓ પિતા તરીકે બાળકોને સમર્પિત રહે છે. તેમનો ઉછેર માદા પૅંગ્વિનને બદલે નર જ કરે છે. આથી તેમને પૅંગ્વિન ડૅડ કહેવાય છે અને તેના પરથી હવે માનવ જાતિમાં પણ જે નર પોતાનાં બાળકોને પિતા તરીકે ઉછેેરે છે અને પૅંગ્વિનજેવું જ પોતાનાં બાળકોના સંપૂર્ણ ઉછેરનું કામ કરે છે તેને પણ ‘પૅંગ્વિન ડેડ’ કહેવાય છે.

ભારતમાં પણ પૅંગ્વિન ડૅડ્સ છે

આવા પૅંગ્વિન ડૅડ હવે ભારતમાં પણ છે. ભારતમાં પૅંગ્વિન ડૅડ માટે સર્વે કરાયો તો જાણવા મળ્યું કે ૧૭ શહેરમાં ૧,૭૦૦ ડૅડ છે, જેમાં દિલ્હી અને મુંબઈ જેવા મહાનગરોનો સમાવેશ થાય છે. અન્ય શહેરો છે પુણે અને ગુવાહાટી. આ બાબત ફક્ત મહત્ત્વની જ નથી, પણ પ્રેરણાત્મક પણ છે. સર્વેમાં જાણવા મળ્યા મુજબ ૮૫ ટકા આવા ડૅડ્સ કહે છે, તેઓ હવે તેમનાં બાળકોની દૈનિક નિયમિત પ્રવૃત્તિઓના ભાગ બની ગયા છે. તેમને સવારે ઉઠાડવા, સ્કૂલ માટે તૈયાર કરવાથી લઇને રાત્રે પથારીમાં લઇ જઇને સૂવાડવા સુધીનાં કામો તેઓ કરે છે.

આ પૅંગ્વિન ડૅડ કેવા હોય છે?

પૅંગ્વિન ડૅડ્સ તેમનાં બાળકો સાથે મજબૂત સંબંધો વિક્સાવે છે. તેઓ તેમના જીવનમાં એકદમ ભળી જાય છે. તેમના અભ્યાસ, રમતગમત અને જીવનની દરેક વસ્તુ વિશે શીખવા જેવા દરેક પાસાં સાથે તેઓ બહુ ઊંડાણપૂર્વક સંકળાઇ જાય છે. વિકાસ સંબંધી માનસશાસ્ત્રીઓ એકમત થઇને સંમત થાય છે કે બાળકના ઉછેરમાં જો માતા-પિતા બંને સંકળાય તો બાળક મજબૂત અને સકારાત્મક બને છે અને તેનો વિકાસ અને વૃદ્દિ શુદ્ધ અને સાતત્યભર્યો થાય છે. સંશોધનમાં એ પણ જાણવા મળ્યું છે કે બાળકોના ઉછેરમાં જો પિતા પણ સંકળાય તો તેઓ સંવેદનશીલ રીતે વધુ સલામતી અનુભવે છે અને આત્મવિશ્ર્વાસુ બને છે અને સામાજિક ક્ષેત્રે પણ વધારે જોડાણ ધરાવવા સાથે મજબૂત બને છે. આથી જો પિતા તેનાં બાળકોને બોટલમાં દૂધ પીવડાવે માતાને બાળકને તેનું દૂધ પીવડાવવામાં મદદ કરે, બાળકના દાંત બ્રશ કરી દે, તેમના હાથને ધોવડાવવામાં મદદ કરે, તેને નવડાવે, વાર્તાઓ કહે તો તેમનાં બાળકો સાથે તેમનું જોડાણ એકદમ મજબૂત બને છે. આના કારણે માતાઓને પણ કામની કે સમયની તાણ નથી પડતી.

કેટલાક નોંધપાત્ર પિતાઓનો સર્વે કરતા જણાયું કે તેઓ એક ધ્યેય લઇને ચાલતા હોય છે કે તેમના પોતાના પિતાએ તેમની કાળજી રાખી હતી તેના કરતાં પણ વધારે પોતે શાંતિથી અને સારી રીતે પિતૃત્વ નિભાવશેઅને તેમના માટે હૃદયસ્પર્શી વાત એ હોય છે કે આ બધા કામ કરીને તેઓ તેમની જાતને સુપરહીરોઝ નથી માનતા, પણ સામાન્ય ડૅડ્સ બનીને જ રહે છે, જેઓ તેમનાં બાળકોના જીવનમાં સક્રિય રસ લે છે.

આવા પૅંગ્વિન ડૅડ્સ ભારતીય સમાજને બહુ ઝડપથી વિકાસશીલ બનાવવા સાથે સુધારો લાવવા માટેનું પ્રતીક છે. તેઓ આધુનિક વિચારશીલ અને જીવનમાં કંઇક મેળવવા અને કરવાના ધ્યેય સાથે આવતા દરેક પડકારોને ઝીલનારા હોય છે.

પૅંગ્વિન ડૅડ્સનો થઇ રહેલો વધારો

ભારતમાં વધી રહેલા આવા પૅંગ્વિન ડૅડ્સ શું કહે છે તે જોઇએ. આંખના એક સર્જન સુલભ ગોયલ તેનો દિવસ તેની ત્રણ વર્ષની પુત્રી સિયાને સ્કૂલ માટે તૈયાર કરવાથી શરૂ કરે છે. તે તેને ઉઠાડે છે, તેના દાંત બ્રશ કરે છે, સ્કૂલનો યુનિફોર્મ પહેરાવે છે અને બ્રેકફાસ્ટ પણ કરાવે છે. તે કહે છે, તેનું નાક બંધ થઇ જાય તો હું તેને સ્ટીમ આપવા સાથે દવાઓ પણ આપું, એમ ૩૭ વર્ષના ગોયલ કહે છે. તેઓ તેમની દીકરીને સ્કૂલમાંથી લઇ આવે પણ છે અને સાંજે ડાન્સ ક્લાસમાં પણ લઇ જાય છે. તેની પત્ની પણ સર્જન છે, પણ તે તેના છ મહિનાના પુત્ર સોહમને ઉછેરવામાં વ્યસ્ત રહે છે. ગોયલ પણ તેની પત્નીને બાળકને ઉછેરવામાં મદદ કરવામાં ખુશી અનુભવે છે. તે હસીને કહે છે, ‘મારી પત્ની કહે છે કે હું સિયાના વાળ તેના કરતાં વધારે સારી રીતે ઓળું છું.’ ગોયલ હરિદ્વારમાં આંખની હૉસ્પિટલચલાવે છે.

ગોયલ વધી રહેલા પૅંગ્વિન ડૅડ્સમાંના એક છે. નર પૅંગ્વિનનાસામ્રાજ્યની જેમ આ પૅંગ્વિન ડૅડ્સ પણ તેમનાં બાળકોને માતાની જેમ જ ઉછેરે છે. આવાત તાજેતરના સર્વેમાં જાણવા મળી હતી, જેમાં ૧૭ શહેરમાં આવા ૧૭૦૦ પિતા મળ્યા હતા. તેમાં બેંગલુરુમાં આવા પિતાઓ સૌથી વધુ સક્રિય જોવા મળ્યા હતા, જેઓ તેમનાં બાળકો સાથે ૯૧ ટકા પ્રવૃત્તિ કરતા હતા. જ્યારે હૈદરાબાદ ડૅડ્સ સૌથી ઓછા ભાગ લે છે, ફક્ત ૨૦ ટકા જ. લગભગ ૮૦ ટકા ડૅડ્સ બાળકોની સ્કૂલની પ્રવૃત્તિ નિયમિતરીતે કરે છે અને તેમાંથી અડધા પિતાઓને ઘરમાં રહીને બાળકોની સંભાળ રાખવામાં પણ વાંધો નથી હોતો. આમ, હવે ભારતીય પિતાઓ પણ આવું પરંપરા રહિતનું કામ કરવામાં યોગ્ય સમજે છે તેનાથી સાનંદાશ્ર્ચર્ય તો થાય જ. દેશભરમાં હવે આવો ટ્રેન્ડ ચાલુ થયો છે.

દિલ્હી-એનસીઆરનો વર્તેશ સિંહ પરમાર કહે છે, ‘તે તેની ઑફિસ હંમેશાં સમય પર છોડે છે, જેથી તેની ત્રણ વર્ષની દીકરી પ્રિશાને તે પાર્કમાં રમવા લઇ જઇ શકે.’ તે કહે છે, ‘મારા મિત્રો મને ઘણીવાર પૂછે છે કે મારી પત્ની કેમ આ કામ નથી કરતી? ત્યારે હું તેમને કહું છું કે આ કામ મારી પત્ની માટે હું નથી કરતો. આ બાબત મારી અને મારી પુત્રી વચ્ચેની છે. મારે તેની સાથે બને તેટલો વધુ સમય વીતાવવો છે’, એમ ૩૮ વર્ષનો આ આઇટી પ્રોફેશનલ કહે છે. પરમારે તેની પુત્રીના વાળ ઓળવા, તેના નખ કાપતા શીખી લીધું છે. એટલું જ નહીં તે તેને નખ રંગી પણ આપે છે. તે કહે છે, ‘મારા માટે સૌથી મુશ્કેલ કામ તેને સવારમાં દૂધ પીવડાવવાનું હોય છે. મારે તેની પાસે બેસીને ડૉરેમોન જોવું પડે છે. તેની સાથે વાતો કરવી પડે છે. આટલું બધું બેસી રહેવાની ધીરજ મારામાં ક્યારેય નહોતી પણ તેણે મને શીખવી દીધું છે.’

વાસ્તવમાં, આ સર્વેમાં એવું પણ જાણવા મળ્યું છે કે ૫૮ ટકા પિતાઓ આવા ડૅડ બનીને વધુ શાંત બન્યા છે, લગભગ ૨૭ ટકા પિતાઓએ સિગારેટ છોડી દીધી છે અને ૨૨ ટકાએ શરાબનું વ્યસન છોડી દીધું છે. બેંગલુરુના રહેવાસી અરણ્યા સુંદરમ્ કહે છે, ‘તેનો પતિ ૧૫થી વધારે વર્ષથી ધૂમ્રપાન કરતો હતો, પણ અમારે પ્રથમ બાળક આવવાની અપેક્ષા હતી ત્યારે તેણે ધૂમ્રપાન કરવાનું બંધ કરી દીધું. વર્ષોથી હું તેને એ વ્યસન છોડાવવાની કોશિશ કરતી હતી, તેને કિંમતી ભેટો આપીને કે ઇમોશનલ બ્લૅકમેલ કરીને, પણ તે પ્રયત્નો વ્યર્થ ગયા અને તે મારા બાળકે આવીને છોડાવી દીધું, એમ બે વર્ષના પુત્રની માતા સુંદરમ્ કહે છે.

આબધા પિતાને પૅંગ્વિન ડેડ કહેવાય છે. બાળ મનોવિજ્ઞાની અને લેખિકા ડૉ. શેલજા સેન કહે છે, ‘સંશોધનોમાં એ પૂરતું સાબિત થયું છે કે એ બાળકો જેમના પિતાઓ તેમની કાળજી લેવામાં હિસ્સો બનતા હોય છે તેઓ યોગ્ય રીતે ચિંતન કરી શકે છે, તેમની તાદાત્મ્યતા વધે છે, તેમનો જાતિય પક્ષપાત ઘટે છે અને તેમનામાં જબરો આત્મવિશ્ર્વાસ વધે છે અને તેમની જાત પર તે અંકુશ રાખી શકે છે. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

2a43Q6
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com