Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
હિંમત

ક્રાઈમ ફાઈલ-રવિ રાજવહી ગયેલી વાત....

(શહેરના ન્યૂ ગિરધરનગરમાં નવી ઈમારતો પાસ્ો આયુષ અન્ો મેઘા ભાવીનાં સપનાં જોતા બ્ોઠાં છે. બંન્ોની સગાઈ થયે હજુ પંદર દિવસ જ થયા છે. રાત ઢળી ચૂકી છે. ત્યાં દારૂ પીવા આવેલા ત્રણ મવાલીઓ આયુષન્ો બાંધીન્ો મેઘા પર રેપ કરે છે. પછી ધમકી આપી ન્ો છોડી મૂકે છે કે, જો પોલીસન્ો જાણ કરશે તો રેપની વીડિયો ક્લીપ વાઈરલ કરી દેશે. આયુષ અન્ો મેઘા પરિવારન્ો જાણ કરી હૉસ્પિટલ આવે છે અન્ો પોલીસ કેસ કરે છે. ઈન્સપ્ોક્ટર રાઠોડ તપાસ કરે છે. રેપ દરમિયાન વાતચીતમાં બ્ો મવાલીઓના નામ આયુષન્ો જાણવા મળ્યા હોય છે. એક યુસુફ અન્ો એક રફીક. આયુષના વર્ણનના આધારે ત્રણેના સ્કેચ બનાવી આસપાસના પોલીસ સ્ટેશન્ો મોકલે છે. ઘટનાસ્થળની આસપાસ ઈન્વેસ્ટિગ્ોશન થાય છે. ત્યાંના તમામ મવાલીઓન્ો અંદર કરી પ્ાૂછપરછ કરાય છે. પણ કોઈ પતો લાગતો નથી. આખરે શાહઆલમ વિસ્તારમાંથી યુસુફનું ઘર મળે છે. પણ ઘરે એની બુઢ્ઢી અમ્મા જ હોય છે. એ જ રીત્ો થોડા દિવસ પછી ખબરી દ્વારા માહિતી મળે છે કે મહંમદ નામનો રેપીસ્ટ રેલવે સ્ટેશન્ો સૂતો હતો. એ પણ ત્યાંથી ફરાર હોય છે. રાઠોડ હતાશ થઈ જાય છે. વિચારે છે કે જો ગુન્ોગારો નહીં મળે તો મેઘાએ જે હિંમત અન્ો પોલીસ પર વિશ્ર્વાસ બતાવ્યો એ હારી જ જશે. એમણે મેઘાન્ો વચન આપ્યું હોય છે કે બ્ો દિવસમાં ગુન્ોગારો પકડાઈ જશે. એક દિવસ તો વીતી ગયો. હવે આગળ...!)

***

સવારના સાડા સાત થયા હતા. ઈન્સપ્ોક્ટર રાઠોડ અન્ો કોન્સટેબલ ધીરજ ચા પીન્ો બ્ોઠા હતા અન્ો આયુષ અંદર દાખલ થયો, ‘સાહેબ! કોઈ પ્રોગ્રેસ? મારી કોઈ જરૂર હોય એટલે અહીં

આવ્યો છું.’

ઈન્સપ્ોક્ટર રાઠોડે કહૃાું, ‘બ્ો ગુન્ોગારોના પતા મળી ગયા છે. પણ મન્ો લાગ્ો છે કે ગુન્ોગારોન્ો ભનક લાગી ગઈ છે એટલે એ અન્ડર ગ્રાઉન્ડ થઈ ગયા છે. બટ યુ ડોન્ટ વરી. હું આજે રાત સુધીમાં જ એમન્ો પકડી પાડીશ.’

આયુષ બ્ોઠો, ઈન્સપ્ોક્ટર રાઠોડ ઈન્વેસ્ટિગ્ોશન, ફોન કોલ્સ અન્ો સર્ચિંગના કામે લાગ્યા. એક એક મિનિટ કિંમતી હતી એમના માટે. પણ આ કિંમતી મિનિટોમાં કોઈ કિંમતી સંદેશ કે સમાચાર હાથ નહોતા લાગતા.

બપોરના બાર વાગી ગયા. બીજો દિવસ પ્ાૂર્ણ થવામાં બહુ ઓછો સમય બાકી હતો. ઈન્સપ્ોક્ટર રાઠોડે આકાશ - પાતાળ એક થઈ જાય એવી મહેનત કરી હતી આ કેસમાં. ગઈ કાલે રાત્રે બ્ો કલાક અન્ો પહેલી રાત્રે માત્ર એક કલાકની ઊંઘ એમણે લીધી હતી. ગુન્ોગારો હાથ નહોતા લાગતા એટલે ધીમે ધીમે એમના ગુસ્સાની આગ વધી રહી હતી. પણ આખરે શાહઆલમનો જ એક કોન્સ્ટેબલ આગ ઠંડી થાય ત્ોવા સમાચાર લઈન્ો આવ્યો,

‘સાહેબ, આપણે યુસુફના ઘરની આસપાસ કોન્સટેબલો ગોઠવી દીધા છે. એની મા પર પણ આપણા ખબરીઓની નજર છે. યુસુફ તો અત્યાર સુધી ત્યાં નથી આવ્યો પણ શંકા જાય ત્ોવી એક વાત બની છે.’

‘શું?’ ઈન્સપ્ોક્ટર રાઠોડે આતુરતાથી પ્ાૂછ્યું.

‘સાહેબ, આજે સવારે દસ વાગ્યા સુધીની એની અમ્મીના મોબાઈલની કોલ ડિટેઈલ કઢાવી છે. બ્ો દિવસમાં મોડી રાત્રે એની અમ્મી પર ચાર પાંચ ફોન લેન્ડ લાઈન પરથી આવ્યા છે. મન્ો લાગ્ો છે કે એ યુસુફે જ કર્યા છે.’

ઈન્સપ્ોક્ટર રાઠોડ જાટકાભેર ઊભા થઈ ગયા, ‘વેરી ગુડ! એ લેન્ડ લાઈન નંબર તપાસ કરો ફટાફટ! અન્ો એની અમ્મીન્ો અહીં ઉઠાવી લાવો.’

તાત્કાલિક લોકો કામે લાગી ગયા. એ લેન્ડ લાઈન નંબર ધોળકા પાસ્ોના એક પી.સી.ઓનો નંબર હતો. યુસુફની અમ્મીજાનન્ો અરધો કલાકમાં જ પોલીસ સ્ટેશનમાં બોલાવી લીધી. ઈન્સપ્ોક્ટર રાઠોડેે કરડાકી ભર્યા અવાજે કહૃાું, ‘જોહરા, અબ ત્ોરી પોલ ખુલ ચૂકી હૈ. તુજ પ્ો ત્ોરે બ્ોટે કે ફોન આત્ો હૈ. બોલ દે કહાં હૈ વો?’

‘અલ્લાહ કસમ સહાબ.... જોહરા બોલવા ગઈ ત્યાંજ લેડી ઈન્સપ્ોક્ટરે એન્ો જાપટ ધરી દીધી, ‘સાલી, અલ્લાહ કી જુઠી કસમ ખા કે અપન્ો મઝહબ કા અપમાન મત કર. તું ત્ોરે બ્ોટે કો અચ્છે સંસ્કાર તો નહીં દે પાઈ, ઔર ઉપર સ્ો ઉસ્ો બચાતી હૈ. રેપ કિયા હૈ ઉસન્ો, કલ ત્ોરી બ્ોટી કે સાથ ભી હો શકતા હૈ. બોલ દે ત્ોરે બ્ોટે કા પતા. પાપ ધો લે અપન્ો જોહરા!’

આખરે જોહરા રડી પડી. એણે માના હૃદયન્ો બાજુ પર મૂકીન્ો નારીનુ હૃદય ખોલ્યું, રેપ થયેલી છોકરીની પીડા સમજી અન્ો એના દીકરા યુસુફનો પતો બતાવવાની હિંમત બતાવી દીધી, ‘સહાબ, વો ધોલકા મેરી બહેન કે ઘર હૈ. ઉસકે મૌસા કો ફોન કા ધંધા હૈ. વહી સ્ો વો ફોન કરતાં હૈ સહાબ!’

ઈન્સપ્ોક્ટર રાઠોડ માટે આટલું પૂરતું હતું. મારત્ો ઘોડે એ ધોળકા પહોંચી ગયા. યુસુફ એના મૌસાના ઘરમાં આરામ ફરમાવી રહૃાો હતો. રાઠોડએ એના વાંકડિયા વાળ પકડીન્ો ઢસડતાં ઢસડતાં એન્ો બહાર કાઢ્યો. મહોલ્લો જોતો રહૃાો. યુસુફના પગ બાંધીન્ો એન્ો પંખા સાથે ઊંધો લટકાવ્યો અન્ો પછી પંખો ચાલુ કર્યો. અમાનુષિ કહેવાય ત્ોવો આ અત્યાચાર હતો પણ રાઠોડ એન્ો સબક શિખવાડવા માંગતા હતા. એક નિર્દોષ યુવતી પર રેપ કરે ત્યારે આ લોકો કોઈ માનવતા નથી દાખવતા તો એમની સાથે પણ કોઈ માનવતા ન હોવી જોઈએ.

યુસુફ રાડો પાડતો રહૃાો. ઈન્સપ્ોક્ટર રાઠોડ એન્ો કોઈ પ્રશ્ર્ન પ્ાૂછ્યા વિના માત્ર માર્યા જ કરતા હતા, બરફની પાટ પર એન્ો ઊંધો સુવરાવી પીઠમાં ગરમ ગરમ ડંડા ફટકાર્યા. યુસુફ પીડાથી પાગલ થઈ ગયો, રાડ પાડી ઉઠ્યો, ‘સહાબ, બસ કરો. મૈ મર જાઉંગા.’

‘મર તો તું વૈસ્ો ભી ગયા હૈ. લેકીન માર કમ ખાના હો તો ગુનાહ કબૂલ કર લે, ઔર મહંમદ ઔર રફીક કે પત્ો બતા દે.’

યુસુફ કરગરી પડ્યો એટલે એન્ો છોડીન્ો ખૂરશીમાં બ્ોસાડ્યો, એના હોઠ ચિરાઈ ગયા હતા. એમાંથી સખત લોહી નીકળતું હતું. એ શ્ર્વાસ પણ માંડ માંડ લઈ શકતો હતો. રાઠોડએ એન્ો એ પણ ના લેવા દીધો, ‘જલ્દી બોલ સાલે, વરના ફીરસ્ો લટકા દુંગા!’

યુસુફ ઉભડક શ્ર્વાસ્ો બોલવા માંડ્યો, ‘સહાબ, ઉસ દિન મૈન્ો, મહંમદન્ો ઔર રફીક્ધો દારૂ કી પાર્ટી રખ્ખીથી. ઘુમત્ો ઘુમત્ો વહાં પહોંચ ગયે. જગહ અચ્છી લગી ઈસલીયે વહાં હી પીન્ો બ્ોઠ ગયે. તભી હમન્ો ઉસ લડકી ઔર લડકે કો દેખા. નશા બહોત થા, ક્યા કર રહે હૈ કુછ ખયાલ નહીં રહા. ગલતી હો ગઈ સહાબ... એ રડવા માંડ્યો, રાઠોડએ એમની આદત મુજબ એના વાળ જાલીન્ો માથું દીવાલ સાથે ભટકાડ્યું, ‘અબ અટકા તો જબાન ખીંચ લુંગા.’

‘હાં, સર હમ તીનોન્ો રેપ કિયા થા ઉસ દિન. બાદ મે દોનો કો છોડ દિયા. ઉસકે બાદ હમન્ો ઉન લોગો કા પીછા કીયા. વો હૉસ્પિટલ ગયે ઈસલીયે માલૂમ હો ગયા કી પુલીસ કેસ હોગા હી. થોડી દેર બાદ આપકી ગાડી વહાં પર આયી. હમ ભાગ નીકલે ઔર અલગ અલગ જગહ પર છૂપ ગયે. મૈં મેરી મૌસી કે ઘર છૂપા, રફીક ટ્રેનમેં બ્ોઠકર મુંબઈ ચલા ગયા. વહાં ધારાવી મેં ઉસકી બહન રહેતી હૈ. ઔર મહંમદ મુઝફરનગર કી સાર્વજનિક હૉસ્પિટલ કે એક મુર્દા ઘર કે પીછે છુપા હૈ. વહાં કા સિક્યુરીટી ગાર્ડ ઉસકા ખાસ દોસ્ત હૈ. ઉસકી પાસ વો દિન મે છૂપકર રહેતા હૈ ઔર રાત કો વહાં સો જાતા હૈ. યુસુફે વાત પ્ાૂરી કરી. એ પછી ઈન્સપ્ોક્ટર રાઠોડે દસ મિનિટ સુધી એન્ો ફટકાર્યા કર્યો. એના બંન્ો પગ ભાંગ્યા પછી જ એ બહાર નીકળ્યા.

બહાર આવી એમણે તાત્કાલિક મુંબઈ ફોન જોડ્યો. મુંબઈ પોલીસ્ો સાવચેતી રાખી અન્ો રફીક્ધો એની બહેનના ઘરેથી પકડીન્ો રાતો રાત અમદાવાદ રવાના કરી દીધો.

હવે માત્ર મહંમદ બાકી હતો.

પોલીસ ફોર્સ તાત્કાલિક સાર્વજિક હૉસ્પિટલના મરદા ઘર પાસ્ો પહોંચી. ત્યાંનો સિક્યુરીટી ગાર્ડ પોલીસન્ો જોઈન્ો ગભરાઈ ગયો. રાઠોડએ એનો કાંઠલો પકડ્યો, ‘મહંમદ ક્યાં છે?’

‘ક.... ક.... કોણ મહંમદ!’ સિક્યુરીટીએ નાટક ખેલવાનો પ્રયત્ન કર્યો. ઈ. રાઠોડ કંઈ બોલ્યા નહીં માત્ર એનો હાથ પકડીન્ો ઊંધો વાળી દીધો. એક જ કડાકામાં હાથના બ્ો ભાગ થઈ ગયા. મરદાઓ જાગી જાય એવી રાડ પાડી સિક્યુરીટી બોલ્યો, ‘સાહેબ, મરી ગયો... કહું છું, મન્ો મારશો નહીં. મહંમદ પાછળની ઓરડીમાં છુપાયો છે. ઈ. રાઠોડ અન્ો ધીરજ ઓરડીમાં પ્રવેશ્યા ત્યારે મહંમદ મિંયા નમાજ પઢી રહૃાા હતા. એના બ્ો હાથ ઊંચા હતા. રાઠોડે એની નમાજ પ્ાૂરી થવાની રાહ જોઈ. નમાજ પઢી બંન્ો હાથ આંખે ફેરવીન્ો મહંમદ ઊભો થયો એ સાથે જ એમણે એના બંન્ો હાથ પકડી લીધા અન્ો ઊંધા વાળી દીધા, ‘સાલે, યે હાથ ઈતન્ો ગંદે હૈ કી ઈસસ્ો તુજે નમાજ નહીં પઢની ચાહીએ.’

સિક્યુરીટીનો એક હાથ અન્ો મહંમદના બ્ો હાથ કપાયેલી ડાળી જેમ લટકી રહૃાા હતા. દર્દથી ચીખતા બંન્ોન્ો મારતાં મારતાં પોલીસ્ો રસ્તા પર ફેરવ્યા અન્ો પછી ગાડીમાં બ્ોસાડી પોલીસ સ્ટેશન્ો લાવ્યા.

ઘટનાન્ો બ્ો દિવસ પ્ાૂરા થવાન્ો હજુ ત્રણ કલાકની વાર હતી. એ પહેલાં જ ઈન્સપ્ોક્ટર રાઠોડે ત્રણે ગુન્ોગારોન્ો અંદર કરી દીધા હતા. ત્રણેયે ગુનો પણ કબૂલ કરી લીધો હતો. આયુષ એમની સાથે જ હતો એણે કહૃાુ, ‘સાહેબ, ચાલો આપણે મેઘાના ઘરે જઈએ. તમે જાત્ો એન્ો આ સમાચાર આપો. એ ખૂબ રાજી થશે.’

ઈન્સપ્ોક્ટર રાઠોડ બોલ્યા, ‘મન્ો એક અરધો કલાક આપ પછી જઈએ.’

કોન્સટેબલ ધીરજ બોલ્યો, ‘કંઈ ખાસ કામ છે સર?’

‘હા, ત્રીજો રેપીસ્ટ રફીક તો કાલે આવશે ત્યારે એની સરભરા કરીશ. પણ અત્યારે મારે આ બંન્ોન્ો સબક શીખવાડવો છે.’

‘સાહેબ, એકના બંન્ો હાથ ભાંગ્ોલા છે અન્ો બીજાના બંન્ો પગ. હવે શું છે?’

‘જેના હાથ ભાંગ્યા છે એના પગ ભાંગવાના બાકી છે અન્ો પગ ભાંગ્યા છે એના હાથ.’ ગુસ્સાથી બોલીન્ો ઈ. રાઠોડ ડંડો લઈન્ો કોટડીમાં ગયા. અરધા કલાક સુધી મહંમદ અન્ો યુસુફની ચીસોથી પોલીસ સ્ટેશન ગાજતું રહૃાું. આખરે બંન્ોન્ો હાથ અન્ો પગ વિનાના કરીન્ો એ બહાર આવ્યા.

***

રાતના સાડા સાત વાગ્ો ઈ. રાઠોડ અન્ો ધીરજ આયુષ સાથે મેઘાના ઘરે પહોંચ્યા. મેઘાન્ો હજુ સમાચાર મળ્યા નહોતા. એ તરસી આંખે એમની સામે જોઈ રહી.

ઈન્સપ્ોક્ટર રાઠોડે એના માથે હાથ ફેરવતા કહૃાું, ‘બ્ોટા, એ ત્રણેય ગુન્ોગારો પકડાઈ ગયા છે. એમના હાથ-પગ કે માથું કશું જ મેં સાજું રહેવા દીધું નથી.’

ઈ. રાઠોડનો અવાજ સાંભળી મેઘાએ જોશથી આંખો મીંચી દીધી. જાણે બળાત્કારનું તમામ દર્દ અત્યારે આ સમાચાર સાંભળીન્ો આંસુ વાટે વહી નીકળ્યું હતું. પીડા ઓસરી રહી હતી. એ કંઈ ના બોલી, રાઠોડનો હાથ પોતાના હાથમાં દાબીન્ો ક્યાંય સુધી રડતી રહી. એના મા-બાપ પણ રડી પડ્યાં.

કેટલીયે વાર પછી મેઘા માંડ માંડ બોલી, ‘સાહેબ, તમારો આભાર. આ લોકો ના પકડાત તો હું જીવી ના શકત. તમારી હિંમતન્ો સલામ. તમે વચન પાળી બતાવ્યું.’

રાઠોડ બોલ્યા, ‘બ્ોટા, હિંમત તો ત્ો બતાવી છે. પોતાની પીડા ભૂલી જઈ ગુન્ોગારોન્ો સજા કરાવવા ત્ોં જે કર્યું છે એ માટે તન્ો સલામ કરુ છું બ્ોટા. તારી આ હિંમતથી હવે ઘણી છોકરીઓની હિંમત ખુલશે, પોલીસ પર વિશ્ર્વાસ વધશે અન્ો નરાધમો આવાં કૃત્યો કરતા અટકશે. આભાર બ્ોટા!

કલાક સુધી મેઘા પાસ્ો બ્ોસીન્ો ઈન્સ્ોક્ટર રાઠોડે વિદાઈ લીધી. (સમાપ્ત)ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

7k71r50
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com