Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
બ્રહ્માંડમાં શું નથી થઇ શક્યું અને શું ન થઇ શકે

બ્રહ્માંડ દર્શન-ડૉ. જે. જે. રાવલબ્રહ્માંડ દર્શન-ડૉ. જે. જે. રાવલબ્રહ્માંડમાં બધું જ થયું છે અને થઇ શકે પણ ક્યાં? માત્ર ગ્રહ ઉપર અને તે પણ તેના તારાથી અમુક ચોક્કસ અંતરે હોય, ગ્રહને અમુક ચોક્કસ ગુરુત્વાકર્ષણ હોય અને અમુક ચોક્કસ વાયુમંડળ હોય જેમાં પાણીની આવશ્યકતા હોઇ શકે. બ્રહ્માંડ બધી જ વસ્તુને આવરે છે, ટેકો આપે છે અને ઉછેરે છે પણ અમુક ચોક્કસ જગ્યાએ જ, બધે નહીં. તેના દરેક ખૂણે નહીં. ઉદાહરણ તરીકે જીવન સૂર્યની સપાટી પર શક્ય નથી નથી અને નથી જ. જે ગ્રહ કે ઉપગ્રહ પર તદ્ન વાયુમંડળ ન હોય, પાણી ન હોય ત્યાં જીવન પાંગરી શકે જ નહીં.

જે ગ્રહ, ઉપગ્રહ પર ખૂબ જ ઑક્સિજન હોય ત્યાં જીવન પાંગરી શકે નહીં, કારણ કે તે જીવન માટે જલદ વાયુ છે. જો ગ્રહ કે ઉપગ્રહના વાયુમંડળમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ ઓછું હોય કે તદ્દન ન હોય તો ત્યાં જીવન પાંગરી શકે નહીં. જે ગ્રહ કે ઉપગ્રહ પર કાર્બનડાયોક્સાઇડ કે એમોનિયાનું પ્રમાણ વધારે હોય ત્યાં જીવન પાંગરવાનો સંભવ ઓછો છે. પાણી ન હોય તો પણ ત્યાં જીવન પાંગરવાનો સંભવ નથી. જે ગ્રહ કે ઉપગ્રહ પર સલ્ફરડાયોક્સાઇડનું પ્રમાણ વધારે હોય ત્યાં પણ જીવન પાંગરવાનો સંભવ બહુ ઓછો છે. જ્યાં જીવન જ નથી ત્યાં શું નથી થઇ શક્યું અને શું ન થઇ શકે તે પ્રશ્ર્નો ઊઠતાં જ નથી.

બ્રહ્માંડમાં જે બધું શક્ય છે તેની પાછળ બ્રહ્માંડને આધાર આપનાર ગુરુત્વાકર્ષણ છે. ગુરુત્વાકર્ષણ જ બધું ઉત્પન્ન કરે છે, તેને નિભાવે છે અને છેવટે તેનો નાશ કરે છે. તે કર્તા, ધર્તા, હર્તા અને વિનાશકર્તા છે. બ્રહ્માંડમાં જે કાંઇ શક્ય છે તે ગુરુત્વાકર્ષણને લીધે જ છે. તે જ ઇશ્ર્વર છે. ૠ રજ્ઞિ લફિદશિું, ૠ રજ્ઞિ લજ્ઞમ ગુરુત્વાકર્ષણની પાર્શ્ર્વભૂમિમાં જ બધું શક્ય છે. તે જ જાતજાતના બળો (ઋજ્ઞભિયત) ઉત્પન્ન કરે છે. ગુરુત્વાકર્ષણનું બળ બધાં જ બળો કરતાં નબળું છે પણ તે જ બધું સબળ બનાવે છે. ગુરુત્વાકર્ષણ જ વિદ્યુત-ચુંબકીયબળ, આણ્વિકબળ અને નબળા વિદ્યુતબળ (રેડિયો એક્ટિવિટી)ને ઉત્પન્ન કરે છે.

ગુરુત્વાકર્ષણ બળ જ બ્રહ્માંડની માતા છે- ગુરુત્વાકર્ષણ બળ બ્રહ્માંડ માં જન્મ્યું ત્યારથી જ છે પણ તેને આપણે માત્ર ૩૦૦ વર્ષથી જ સમજી શક્યા છીએ. તે માટે ભાસ્કરાચાર્ય, ન્યુટન અને આઇન્સ્ટાઇનનો આપણે આભાર માનવો જોઇએ.

ગુરુત્વાકર્ષણ બધા બળોની જનની છે. ભલે જનની નબળી હોય પણ તેની તાકાત જબરી જ હોય. સૂર્યને જન્મ આપનાર ગુરુત્વાકર્ષણ છે. આપણને જન્મ આપનાર સૂર્ય છે.

સૂર્યની ઊર્જાથી જ પૃથ્વી પર જીવન શક્ય બન્યું છે અને ટકી રહ્યું છે અને તે જ્યાં સુધી રહેશે ત્યાં સુધી જ પૃથ્વી પર જીવન રહેશે. આપણા મનીષીઓએ તેથી કહેલું જ છે કે સૂર્ય જ જગતનો આત્મા છે.

ગુરુત્વાકર્ષણ શાંત રહે ત્યાં સુધી વાંધો નથી પણ જો તે અશાંત કે વિકરાળ થઇ જાય તો વિનાશ નોતરે.

ગુરુત્વાકર્ષણ વિશ્ર્વવ્યાપી છે તેને સીમિત કરવું શક્ય નથી. આપણને આપણું વજન લાગે છે, કારણ કે જમીન (ઋહજ્ઞજ્ઞિ) વિરુદ્ધબળ (યિફભશિંજ્ઞક્ષ) આપે છે. જો લિફ્ટ અને આપણે એકસાથે જ સરખા પ્રવેગથી પડીએ તો આપણે વજનવિહોણી દશા અનુભવીએ. વજનવિહોણી દશા એટલે ફ્લોર રીએક્શન ન આવી શકે. છોડ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં કેમ ઊછરે છે, તે તેની શક્તિથી ગુરુત્વાકર્ષણથી વધારે છે.

બ્રહ્માંડના અંતરીક્ષમાં કોઇ માધ્યમ ન હોવાથી આપણે એકબીજાની વાત સાંભળી શકીએ નહીં. તેના માટે વિશેષ કોમ્યુનિકેશન સિસ્ટમની જરૂર પડે. તેવું જ કોઇ અંતરીક્ષયાન કે ઇન્ટરનેશનલ સ્પૅસ સ્ટેશનમાં હોય. તમે આવી જગ્યાએ બોલો તો સામેના માણસને તમારા ફફડતા હોઠ પરથી ખબર પડે કે

તમે કાંઇક બોલો છો પણ તે કાંઇ સાંભળી શકે નહીં. આ

પરિસ્થિતિ ભૂતકાળમાં હતી, હાલમાં પણ છે અને ભવિષ્યમાં પણ રહેવાની.

અંતરીક્ષમાં તમે સામાન્ય શાહીપેન કે બોલપેનથી લખી શકો નહીં, કારણ કે શાહી નીચે ઊતરે જ નહીં. પૃથ્વી પર કે કોઇ આકાશીપિંડ પર આ શક્ય બને છે, કારણ કે ગુરુત્વાકર્ષણ શાહીને નીચે ઉતારે છે. અંતરીક્ષમાં એટલે કે અંતરીક્ષયાનમાં તમે કોઇ છોડ વાવો અને જો તે ઊગી નીકળે તો થોડા જ સમયમાં તે ઉંચે વધી જાય છે, કારણ કે ગુરુત્વાકર્ષણ તેને ઉંચે વધવામાં આડે આવતું નથી. પૃથ્વી પર કે કોઇ આકાશીપિંડ પર કોઇ છોડ વાવો તો તે જલદી વધતો નથી, કારણ કે ગુરુત્વાકર્ષણ તેને જલદી મોટા થવાની આડે આવે છે. જો તમારી પાસે ખાસ જાતની શાહીવાળી કે બોલપેન હોય તો તમે લખી શકો. જો તમારા હાથથી બોલપેન કે કાગળ છૂટી જાય તો તે અંતરીક્ષમાં તરવા લાગે છે. પૅન્સિલ વાપરવી તે પણ અંતરીક્ષમાં ભયવિહીન નથી, કારણ કે જો કોઇ અંતરીક્ષવીરનું મગજ ખરાબ થઇ જાય તો તે તેના સહ-અંતરીક્ષયાત્રીને નુકસાન પહોંચાડી શકે છે.

અંતરીક્ષમાં ખાવા-પીવા માટે પણ વિશિષ્ટ રીત હોય છે નહીં તો પાણી અને ખોરાક તરવા લાગે છે, પેટમાં જતાં નથી જે અંતરીક્ષયાત્રીને ખૂબ જ નડે છે, કારણ કે ત્યાં ગુરુત્વાકર્ષણ નથી, પણ એક વાર જો તે અન્નનળીમાં ચાલ્યાં જાય તો અન્નનળી તેને ગ્રહી લે છે અને સંકોચન અને વિસ્તરણથી તેને આગળ ધપાવી શકે છે જે પછી પેટમાં જઇ શકે છે.

અંતરીક્ષમાં નાહી શકાતું નથી. માત્ર ભીના કપડાથી કે કપડાથી અંગ લૂછી શકાય છે. અંતરીક્ષમાં રડવું આવે તો આંસુ નીચે પડતાં નથી. તે આંખની ફરતે રહે છે અને જો છુટ્ટા પડી જાય તો અંતરીક્ષમાં તરે છે. અંતરીક્ષમાં હજુ કોઇ બાળકનો જન્મ થયો નથી. જો થશે તો તેના હાડકાં નબળા રહેશે, જે તેને જીવનભર મુશ્કેલી ઊભી કરી શકે. નાસા આ માટે પ્રયત્નશીલ છે અને પ્રયોગો કરવા ઇચ્છુક છે. જોઇએ ભવિષ્યમાં આ બાબતે શું

થાય છે.

અંતરીક્ષમાં ચુંબકીયબળ હોતું નથી. માટે મેગ્નેટિક કંપાસ આપણને દિશા બતાવી ન શકે. હકીકતમાં અંતરીક્ષમાં દિશાઓ હોતી જ નથી. આપણી પૃથ્વી પશ્ર્ચિમથી પૂર્વ તરફ ગોળ ગોળ ફરે છે અને તેની ધરી એક તારા તરફ હોવાથી પૂર્વ - પશ્ર્ચિમ, ઉત્તર-દક્ષિણ દિશાઓ બને છે. ત્યાં ગુરુત્વાકર્ષણ નહીં હોવાથી ઉપર અને નીચેની દિશા પણ હોતી નથી. ત્યાં બધા જ તારા સ્થિર હોય છે, કારણ કે પૃથ્વી ગોળ ગોળ ફરતી હોવાથી આકાશીપિંડો આકાશમાં વિચરતાં લાગે છે. પૃથ્વી પશ્ર્ચિમથી પૂર્વ તરફ ગોળ ગોળ ઘૂમતી હોવાથી બધા જ આકાશી પિંડો પૂર્વમાં ઉદય પામતાં દેખાય છે અને પશ્ર્ચિમમાં અસ્ત પામતાં દેખાય છે.

અંતરીક્ષમાં વાયુમંડળ નહીં હોવાથી આકાશ કાળુંધબ લાગે છે અને સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો રાત્રિઆકાશમાં એકસાથે જ દેખાય છે. પૃથ્વી ફરતે વાયુમંડળ હોવાથી સવાર-સાંજ ઉષા અને સંધ્યા વખતે આકાશ લાલ દેખાય છે અને બપોરે નીલા રંગનું દેખાય છે, કારણ કે પૃથ્વીના વાયુમંડળમાં પ્રકાશનું વિકિરણ થાય છે અને તેથી જ દિવસે તારા દેખાતા નથી. અંતરીક્ષમાં દિશાઓ નહીં હોવાથી તમે ગમે તે દિશામાં સૂઇ શકો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

k3450O8
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com