Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
એવરેસ્ટની ઊંચાઇ: નેપાળ દાદાગીરી કરે છે

વિશેષ-પ્રથમેશ મહેતાકોઇ માણસ અડીખમ હોય અને પોતાના સિદ્ધાંતોમાં અડગ હોય ત્યારે તેને કહેવાય છે કે એવરેસ્ટ જેવો અડીખમ છે. જરાય હલે કે ડગે નહીં. ગુજરાતીમાંઆ કહેવત છે. જોકે, હવે તો એવરેસ્ટ પણ ડગી જાય છે. વિશ્ર્વમાં સૌથી વધુ ઊંચાઇ ધરાવતો આ પર્વત છે અને વર્ષોથી અડીખમ છે. પણ હજુ ત્રણ વર્ષ પહેલાં ૨૦૧૫ના એપ્રિલમાં જ્યારે નેપાળમાં ધરતીકંપ આવ્યો ત્યારે એવરેસ્ટ પર પણ અસર પડી હતી અને ત્યારે એવરેસ્ટ થોડોક ખસી ગયો હતો અને અમુક ઇંચ નાનો પણ થઇ ગયો હતો એવું વિજ્ઞાનીઓનું કહેવું હતું. આથી તેની ઊંચાઇમાં થોડોક ફરક આવી ગયો હતો. જોકે, હજુ તેનો સૌથી વધુ ઊંચાઇનો રેકોર્ડ તો અડીખમ જ છે. થોડા થોડા વર્ષોના આંતરે જે તે દેશના ભૂસ્તરશાસ્ત્રીઓ આવા પહાડોની ઊંચાઇ માપીને તેનો સર્વે કરતા હોય છે. એમાં એવરેસ્ટ એવો પર્વત છે, જે નેપાળ, ભારત અને ચીન એ ત્રણેયની સરહદે આવે છે. આથી તેની દેખરેખ કોણ રાખે, તેની ઊંચાઇ કોણ માપે તે અંગે દાવા થતા રહેતા હોય છે. એ તો ઠીક, પણ ખરેખર તેની ઊંચાઇ કેટલી છે તેમાંપણ થોડાક થોડાક અંતરનો મતભેદ પ્રવર્તે છે. એવરેસ્ટ એટલો ઊંચો અને લોકપ્રિય પર્વત છે કે તેના વિશે અનેક વખત ચર્ચાઓ અને ગૂંચવાડાઓ થતા રહે છે. ભૂસ્તરશાસ્ત્રીઓ વચ્ચે તેના કેલક્યુલેશન અંગે પ્રશ્ર્નો થતાં રહે છે કે તેની ઊંચાઇમાં સમિટની ટોચ ગણાય? કે પછી સર્વે કરનારાઓએ તેની ટોચની ઊંચાઇ પરના ખડકને ડ્રિલ કરીને બેઝ બનાવી દેવો? નેપાળમાં થયેલા ધરતીકંપ વખતેએવરેસ્ટ લગભગ ૩ સે.મી. કે તેનાથી થોડોક વધારે એક ઇંચ જેટલો જમીનમાં બેસી ગયો છે એવું કયા ભૂસ્તરશાસ્ત્રીઓ માને છે?

ભૂસ્તરશાસ્ત્રીઓ માટે આ એક પડકાર છે. એવરેસ્ટની સમિટ પર પહોંચવું એ વર્ષમાં થોડાક સપ્તાહો માટે જ શક્ય હોય છે અને દરિયાઇ સપાટીથી આ પહાડની ઊંચાઇ માપવી એ ભૂતકાળમાં બહુ મુશ્કેલ પડતું હતું. આજે, એવરેસ્ટની ઊંચાઇ બધાને ખબર છે કે ૨૯,૦૨૯ ફૂટની છે, પણ સમગ્ર વિશ્ર્વમાંથી ચાઇના, ડેનમાર્ક, ઇટલી, ભારત અને યુએસની ટીમો તેની ઊંચાઇના માપમાં જુદી જુદી ગણતરીસાથે આવે છે. તે દરેકની ગણતરીમાં થોડોક થોડોક ફેર હોય છે. આ આંકડાથી કોઇનું માપ થોડું વધારે તો કોઇનું થોડુંક ઓછું આવે છે. ૧૯૯૨માં ઇટલીએ તેનું માપ લીધું તો તેની ગણતરી સ્ટાન્ડર્ડ ઊંચાઇથી ૭ ફૂટ ઓછી એટલે કે ૨૯,૦૨૨ ફૂટ આવી હતી જ્યારે યુ.એસ.ના વિજ્ઞાનીઓએ તે ઊંચાઇને થોડી વધુ બતાવી હતી ૨૯,૦૩૫ ફૂટ. હવે પ્રથમ વખત નેપાળના સર્વે કરનારાઓ વિદેશી સત્તાધીશોને આ બાબતમાં વચ્ચે પડવા દેવા નથી માગતા. તેમના માટે એક મર્યાદા રાખી દીધી છે અને તેમની એક ટીમને સમિટ પર મોકલીને એવરેસ્ટની ઊંચાઇ કેટલી છે તે માપવા મોકલી દીધી છે. એવરેસ્ટ વાસ્તવમાં તેમના દેશનું ગૌરવ છે. ‘માઉન્ટ એવરેસ્ટ અમારો ખજાનો છે,’ એમ નેપાળના સર્વે ખાતાના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ બુદ્ધિ નારાયણ શ્રેષ્ઠા કહે છે. વધુ તે કહે છે કે જોવિદેશી નિષ્ણાતો અમારા પહાડની ઊંચાઇ અમને સાથે લીધા વગર માપે અને કહે કે તેની ઊંચાઇ ઘટી ગઇ છે તો શું થાય? એવરેસ્ટની ઊંચાઇ માપવાનો પ્રથમ પ્રયાસ ૧૦મી સદીના મધ્યમાં થયો હોવાનું નોંધાયું છે. ત્યારે નેપાળમાં હિન્દુઓની રાજાશાહી હતી. તેમાં બહારના માટે પ્રવેશ ન હતો. ભારતના ભૂતપૂર્વ સર્વેયર જનરલ સર જ્યૉર્જ એવરેસ્ટ ભાડેથી રાખેલી ટીમ સાથે નેપાળ સાથેની ભારતની સરહદ નજીક ભેગા થયા હતા. તેમાં યુવા ભારતીય ગણિતશાસ્ત્રી રાધાનાથ સિકદર હતા અને તેમનું આ ગ્રુપ હ્યુમન કમ્પ્યુટર્સ કથિત કહેવાયું હતું. તેમણે પહાડ વિશેનો ડેટા મેળવવા ત્રિકોણાકારનો ઉપયોગ કર્યો હતો અને તે પીક ફિફ્ટીન તરીકે જાણીતું થયું હતું. લોકોનું કહેવું છે કે સિકદરે ૧૯૫૨માં તેની આ શોધનું ગણિત પૂરું કર્યું ત્યારે તે હિમાલયની તળેટીમાં એકસુપીરિયર અધિકારી પાસે દોડીને મળવા ગયો અને જાહેર કર્યું કે તેણે વિશ્ર્વનો સૌથી ઊંચો પહાડ શોધી કાઢ્યો છે. ૧૮૫૬માં પીક ફિફ્ટીનની ઊંચાઉ તે વખતે ૨૯,૦૦૨ ફૂટ હતી. ચાઇના પણ નેપાળ સાથે આ સમિટને શેર કરે છે. ચાઇનીઝ સર્વેયરોએ ૨૦૦૫માં એવરેસ્ટના સમિટની આકારણી કરી ત્યારે પર્વતના બેઝથી અને સ્નૉફોલની ટોચ પરથી બંને જગ્યાએથી ઊંચાઇ માપી હતી ત્યારે તેની ઊંચાઇ વિશે વિવાદ થયો હતો, પણ નેપાળે તેનું પ્રભુત્વ તેમાં જાળવી રાખ્યું છે અને ચાઇના તાજેતરમાં પાછળ હટી ગયું છે, કારણ કે તિબેટ બાજુથી આ પહાડ પર આરોહણ કરનારા લોકો ઘટી ગયા છે આથી તે જવાબદારીમાંથી મુક્ત થવા માગે છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

3kuYr677
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com