Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
મેરા પ્યાર, હુક્કા બાર અને ક્યા યહી પ્યાર હૈ?
મિતેશ અને સોનાલીએ રાતના નવ સુધીમાં તો ક્રિષાએ આપેલા બધા જ કોન્ટેક્ટ્સ પર મોબાઈલ કોલ કરી કરીને પૂછી લીધું હતું. ક્રિષાનો મોબાઈલ તો ક્યારનો સ્વિચ ઑફ્ફ આવતો હતો. તે જેની સાથે ગઈ હતી તેનો મોબાઈલ પણ બંધ જ આવતો હતો. હવે કોને પૂછવું?

દલની વાત-દિનેશ દેસાઈદલની વાત-દિનેશ દેસાઈસાંજના સાત વાગ્યાના ન્યૂઝની હેડલાઈનથી મિતેશના કાન ઊંચા થઈ ગયા. શહેરના પોશ એરિયામાં હુક્કા બાર ઉપર પોલીસના દરોડા, ચાર કપલની અટકાયત. વિઝ્યુઅલ્સ જોયા. બધાના મ્હોં ઢંકાયેલા હતા.

મિતેશ સ્વગત: બોલી ઊઠ્યો: આજકાલના છોકરા-છોકરીઓ છાકટાં થઈ ગયાં છે. સમાજ, ઈમેજ, આબરૂની કંઈ જ પડી નથી.

તેણે પત્નીને બૂમ પાડીને કહ્યું કે અરે, આ ક્રિષા ક્યાં ગઈ દેખાતી નથી? ઘરમાં ટકતી જ નથી. જ્યારે જુઓ ત્યારે બહાર જ હોય છે. બિલકુલ તારા ઉપર ગઈ છે.

સોનાલી કિચનમાંથી લિવિંગરૂમમાં આવી અને બોલી: બેબી હવે મોટી થઈ અને કોલેજમાં ભણે છે. મને કહીને એની ફ્રેન્ડ સાથે બહાર ગઈ છે. હમણાં આવતી જ હશે. અને હા, મને કે મારી બેબુને ટોન્ટ મારવાના બંધ કરી દો. તમારે કાપડના ધંધામાં મંદી આવી એટલે વહેલા ઘર ભેગા થઈને આમ અમારા બેઉ પર ઊભરા ના ઠાલવો. તમે બાજુવાળી અમિષા સાથે નૈન-મટક્કા કરતા ફરો છો, એવું અમે મા-દીકરી તો નથી કરતાં ને?

મિતેશ અને સોનાલીએ રાતના નવ સુધીમાં તો ક્રિષાએ આપેલા બધા જ કોન્ટેક્ટ્સ પર મોબાઈલ કોલ કરી કરીને પૂછી લીધું હતું. ક્રિષાનો મોબાઈલ તો ક્યારનો સ્વિચ ઑફ્ફ આવતો હતો. તે જેની સાથે ગઈ હતી તેનો મોબાઈલ પણ બંધ જ આવતો હતો. હવે કોને પૂછવું?

રાતના લગભગ દસ વાગી ગયા હતા. ડોરબેલ વાગ્યો. મિતેશે ફ્લેટનો દરવાજો ખોલ્યો અને જોયું તો સામે પોલીસના યુનિફોર્મમાં ત્રણ જણા ઊભા હતા.

પોલીસે જ માહિતી આપતા કહ્યું કે ક્રિષા પટેલ તમારી ડોટર છે? હુક્કા બારમાં કોઈ છોકરા જોડે અજુગતી હરકતો કરતી પકડાઈ છે. દારૂ પણ પીધો હતો અને ટોબેકો વિથ હુક્કા પણ. અમારે ઘરની તલાશી લેવી પડશે.

સોનાલીની આંખો સામે સને ૨૦૧૬માં આવેલી મૂવી લા લા લેન્ડ ફ્લેશ બેક બનીને આવી ગઈ, જ્યારે તે પાર્થ સાથે આ મૂવી જોવા ગઈ હતી. ઘરે કોઈને જાણ ન થાય એની તેણે ખાસ કાળજી લીધી હતી. જો ક્રિષાના ઉછેરમાં પણ એવી કેર લીધી હોત તો?

એ વખતે મિતેશનો ઠપકો સાંભળવો પડેલો કે બેબીને બારમાની બોર્ડની એક્ઝામ છે ને તું આમ બે - ચાર કલાક ઘરની બહાર ફરતી રહે એ ઠીક નથી.

સોનાલીએ પતિને કાઉન્ટર કરતા ચોપડાવી દીધું હતું કે ક્રિષાને એની ફ્રેન્ડના ઘરે થિયોરમની પ્રેક્ટિસ માટે જવાનું હતું અને હું તારા ફ્રેન્ડ પાર્થની વાઈફને એડ્મિટ કરી હોવાથી ખબર જોવા ગઈ હતી.

મોમ-ડેડના ઝઘડાના કારણે ક્રિષા તો ગભરાઈ જ ગઈ હતી. આખરે તેણે મોમને થેન્કસ પણ કહ્યું હતું કે સારું થયું મોમ, તેં મને આજે બચાવી લીધી.

સોનાલીએ સેમ ટુ યુ, માય બચ્ચા... કહીને ક્રિષાને ચૂમી લીધી હતી.

જેમ લા લા લેન્ડ મૂવીમાં હીરો રેયાન ગોસલિંગ ઝાઝ પિયાનિસ્ટ છે અને હીરોઈન એમા સ્ટોન તેને દિલ દઈ બેસે છે, એમ મિતેશનો ફ્રેન્ડ પાર્થ ક્લાસિકલ મ્યુઝિશિયન છે અને સોનાલી એને દિલ દઈ બેઠી છે. બેઉ જાણે છે કે પોતે પરણેલાં છે અને પોતાની લાઈફ કોઈ મૂવી નથી. બેઉના ઘરે રહેલી સચ્ચાઈ ગમે ત્યારે પરેશાન કરી મૂકશે.

પાર્થ મિતેશનો ફેમિલી ફ્રેન્ડ હોવાથી એકમેકના ઘરે આવવા જવાનું બનતું. સોનાલી જો પાર્થ સાથે હળીમળીને વાત કરતી હોય તો મિતેશ માટે શંકા કરવા જેવું કશું નહોતું. મિતેશને ક્લાસિકલ મ્યુઝિક સાંભળવાનો શોખ ખરો. શહેરમાં દર વર્ષે યોજાતા વિન્ટર ક્લાસિકલ મ્યુઝિક વીકની ઑર્ગેનાઈઝિંગ કમિટીમાં પોતે હોવાથી પાર્થ દર વખતે મિતેશને પણ વોલન્ટિયર તરીકે જોઈન કરતો. આથી સાતેસાત દિવસ મિતેશ પત્ની સોનાલીને લઈને પ્રોગ્રામમાં હાજરી આપવા જાય.

રાતના આઠેક વાગ્યાથી મહેફિલ જામે તે છેક વહેલી સવારના ત્રણ કે ચાર વાગી જાય. મિતેશને ઑવર ક્રાઉડમાં સ્વયંસેવકનો બેઝ લટકાવીને ફરવાની મોજ પડતી. બીજી તરફ સોનાલી પ્રાઈવસી મળતાં જ પાર્થ સાથે અંધકારમાં ઓગળી જાય. દર વર્ષનો આ એક ક્રમ બની ગયો હતો. મિતેશ હોલમાં સોનાલીને જ્યાં બેસાડે ત્યાં આવીને સોનાલી ગોઠવાઈ જાય. આથી મિતેશને જરા સરખો પણ અણસાર આવતો નહિ. એક વાર પાર્થને લઈને તે પોતાના ફ્લેટ પર પહોંચી ગઈ હતી. ઘરમાં એકલી ક્રિષાને પોતે જ ફ્રેન્ડ સાથે જવાની છૂટ આપી દીધી હતી.

એક દિવસ મિતેશ અને પાર્થ જોડે હતા ત્યારે જ તેમના ખાસ દોસ્ત જિગરે કહ્યું હતું કે અલ્યા મિતેશ, ભાભીને મેં આઈનોક્સ મલ્ટીપ્લેક્સમાં કોઈની સાથે જોયાં હતાં. આ સાંભળીને મિતેશને લાગ્યો એથી મોટો ઝટકો પાર્થને લાગ્યો હતો.

પાર્થે સોનાલીને કોલ કરીને પૂછી લીધું હતું કે ગઈ કાલે કોની સાથે મૂવી જોવા ગઈ હતી?

સોનાલીએ મિતેશના આવા સવાલનો સામનો ઘરે પણ કરવો પડ્યો હતો. તેનો એક જ જવાબ હતો કે મારી ઑફિસના સાહેબ સાથે અમે સ્ટાફ મેમ્બર્સ મૂવી જોવા ગયાં હતાં. એની ઑબ્જેક્શન?

મિતેશ હોય કે પાર્થ, બિચારા શું બોલે? કેમ કે સોનાલીનો એક જ ફંડા હતો કે હોઠ સાજા તો ઉત્તર ઝાઝા.

ક્રિષા સાતમા - આઠમા ધોરણમાં આવી ત્યારથી મોમને જોતી આવી હતી. ક્યારેક પાર્થ અંકલ સાથે હસી-મજાક કરી લેતી મોમ. ક્યારેક અપ્પુ અંકલ સાથે મોબાઈલ ઉપર લાંબી વાતો કરતી મોમ. ક્યારેક ઑફિસવાળા અંકલ સાથે પોતાને પણ આઈસક્રીમ ખાવા લઈ જતી મોમ. તો કદીક મોઈન અંકલ સાથે પોતાને મૂવી જોવા લઈ જતી મોમ. બે વર્ષથી કોલેજની હવામાં આવી ગયેલી ક્રિષાને હવે બધું સમજાવા માંડ્યું હતું કે પપ્પાના ફ્રેન્ડ રાજન અંકલ મોમ પાસે રાખડી પણ બંધાવે છે અને આખું વરસ મોમને મોંઘી ગિફ્ટ્સ પણ કેમ આપે છે.

પોલીસે મિતેશ અને સોનાલીને માહિતી આપતા કહ્યું કે કોઈ સ્મિત સુથાર નામના છોકરા સાથે પકડાઈ છે, તમારી ડોટર?

સોનાલી વિચારવા લાગી ગઈ કે બેબીએ તો પોતાના બોયફ્રેન્ડ વિવાનની વાત કરી હતી. આ સ્મિત વળી બેબીની લાઈફમાં ક્યાંથી આવી ચઢ્યો? સોનાલી મનોમન ગણવા લાગી કે જો આ પોલીસની વાત સાચી હોય તો સ્મિત બેબીનો આઠમો બોયફ્રેન્ડ થયો. ઘડીભર સોનાલીને લાગ્યું કે ક્રિષા જાણે મોરનાં ઈંડાં?

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

1dq8O1r
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com