Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
વૈશ્ર્વિક સ્પર્ધાત્મક અર્થતંત્રોમાં ભારત ૪૦માં ક્રમાંકે

નવી દિલ્હી: ગત સાલ વૈશ્ર્વિક સ્પર્ધાત્મક અર્થતંત્રોમાં ભારત એક પગથિયું નીચે ઊતરીને ૪૦માં ક્રમાંકે રહ્યું હોવાનું સ્વિત્ઝર્લેન્ડ સ્થિત વર્લ્ડ ઈકોનોમિક ફોરમે તાજેતરમાં જાહેર કરેલા ગ્લોબલ કોમ્પિટીટીવનેસ ઈન્ડેક્સમાં જણાવાયું હતું.

કુલ ૧૩૭ અર્થતંત્રની યાદી પૈકી અમેરિકા અને સિંગાપોર અનુક્રમે પહેલા અને બીજા ક્રમાંકે રહ્યા હતા, જ્યારે સિંગાપોર ત્રીજા ક્રમાંકે રહ્યું હતું. આજે જાહેર કરવામાં આવેલા ગ્લોબલ કોમ્પિટીટીવનેસ અહેવાલમાં ભારત ૩૯માં ક્રમાંકથી પાછળ ધકેલાઈને ૪૦માં ક્રમાંકે રહ્યું હતું અને પાડોશી દેશ ચીન ૨૭માં ક્રમાંકે રહ્યું હતું. છેલ્લા બે વર્ષની હરણફાળ પશ્ર્ચાત્ ભારત હવે સ્થિર થઈ રહ્યું હોવાનું અહેવાલમાં જણાવતાં ઉમેર્યું હતું કે સ્પર્ધાત્મકતાનાં પાયા ગણાતા ક્ષેત્રમાં ઘણો સુધારો આવ્યો છે, જેમાં માળખાકીય ક્ષેત્રે (૬૬મો ક્રમાંક), ઉચ્ચ શિક્ષણ અને તાલિમ ક્ષેત્રે ૭૫મો ક્રમાંક, ટૅક્નોલૉજી સજ્જતામાં ૧૦૭મો ક્રમાંક રહ્યો હતો.

અહેવાલ અનુસાર ભારતની આઈસીટી (ઈન્ફોર્મેશન, કોમ્યુનિકેશન્સ ટૅક્નોલૉજી) ઈન્ડિકેટર્સની કામગીરીમાં સુધારો આવ્યો છે. ખાસ કરીને ઈન્ટરનેટ, બૅન્ડવિડ્થ, મોબાઈલ ફોન, બ્રોડબેન્ડ સબ્સ્ક્રિપ્શન અને શાળાઓમાં ઈન્ટરનેટ એક્સેસમાં સુધારો જોવા મળ્યો છે. જોકે, ભારતમાં હજુ વેપાર માટે ભ્રષ્ટાચારનું દૂષણ હોવાનું ખાનગી ક્ષેત્ર માની રહ્યા હોવાનું વર્લ્ડ ઈકોનોમિક ફોરમે ઉમેર્યું હતું.

બ્રિક્સ દેશોમાં ચીન અને રશિયા ભારતથી આગળ છે, જ્યારે દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલ અનુક્રમે ૬૧ અને ૮૦માં ક્રમાંકે રહ્યા હતા. આ ઉપરાંત દક્ષિણ એશિયામાં ભારત રેન્કિંગમાં આગળ રહ્યું હતું આ સિવાય ભુતાન અને શ્રીલંકા ૮૫માં ક્રમાંકે, નેપાળ ૮૮માં ક્રમાંકે, બાંગલાદેશ ૯૯માં ક્રમાંકે અને પાકિસ્તાન ૧૧૫માં ક્રમાંકે રહ્યું હોવાનું અહેવાલમાં જણાવતાં ઉમેર્યું હતું કે દક્ષિણ એશિયામાં માળખાકીય આઈસીટી અને તેનો વપરાશ મુખ્ય પડકારો રહ્યા છે.

---------------------------

એપ્રિલથી જુલાઈ દરમિયાન નવાં ૭૦૦ કરતાં વધુ એફપીઆઈનું રજિસ્ટ્રેશનનવી દિલ્હી: વર્તમાન નાણાકીય વર્ષમાં એપ્રિલથી જુલાઈ દરમિયાન ૭૦૦ કરતાં વધુ નવાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો બજાર નિયામક સિક્યોરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા (સેબી) સાથે રજિસ્ટર્ડ થયા હોવાનું નિયામકે તાજેતરમાં સંકલિત કરેલી આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે, જે વિદેશી રોકાણકારો માટે ભારત હજુ આકર્ષણનું કેન્દ્ર હોવાનું જણાય છે.

અત્રે નોંધનીય બાબત એ છે કે ગત નાણાકીય વર્ષમાં ૩૫૦૦ નવાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર (એફપીઆઈ) સેબી સાથે રજિસ્ટર્ડ થયા હતા. સેબીની આંકડાકીય માહિતી અનુસાર ગત જુલાઈ ૨૦૧૭ના અંતે બજાર નિયામકે એફપીઆઈને આપેલી મંજૂરીની સંખ્યા જે માર્ચના અંતે ૭૮૦૭ હતી તે વધીને ૮૫૧૧ના સ્તરે રહી હતી. આમ રજિસ્ટ્રેશનમાં ૭૦૪નો ઉમેરો થયો છે.

વધુમાં નિયામકે જણાવ્યું હતું કે આ સમયગાળામાં વિદેશી રોકાણકારોએ ભારતીય ઈક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં રૂ. ૧ લાખ કરોડ કરતાં વધુ રોકાણ કર્યું હતું, જેમાં રૂ. ૮૪,૦૦૦ કરોડ ડેબ્ટમાં અને શેષ રોકાણ ઈક્વિટીમાં રહ્યું હતું.

--------------------------

હવે નિફ્ટી માટે ૧૦,૧૦૦ના સ્તરને પાર કરવાનું મુશ્કેલ!મુંબઇ: ભૂ-રાજકીય ચિંતા, આર્થિક વૃદ્ધિની ચિંતા અને વિદેશી રોકાણકારોની વણથંભી વેચવાલીથી આપણા બજારને ફટકો પડ્યો છે. આપણને પાછલા પાંચ સેશનમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું છે અને નિફ્ટીએ હવે ૯,૮૦૦ના શોર્ટ ટર્મ ટ્રેન્ડલાઇન સપોર્ટને તોડ્યો છે.

અગ્રણી ચાર્ટિસ્ટે જણાવ્યું હતું કે, આપણને ટૂંકાગાળામાં નિફ્ટી ૯,૭૦૦ના સ્તર ટ્રેડ થતો જોવા મળી શકે છે. જો નિફ્ટી ૯,૭૦૦ના સ્તરને તોડશે તો ટ્રેન્ડ રિવર્સલ આવી શકે છે, કારણ કે નિફ્ટી અત્યાર સુધી હાયર ટોપ એન્ડ હાયર બોટમ બનાવી રહ્યો છે.

બજારનું એક હકારાત્મક પાસું એ છે કે લિવરેજ પોઝિશન ઊંચી નથી અને તીવ્ર ઘટાડો ન થવાની ધારણા છે. અમેરિકામાં ફેડરલ રિઝર્વે ઓક્ટોબરથી તેની બેલેન્સશીટમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યા બાદ અમેરિકાના ડોલર સામે ભારતીય રૂપિયામાં ઘટાડો થઈ રહ્યો છે.

આ કારણસર ભારતના બજાર સામે જોખમ જણાઇ રહ્યું છે. ક્રૂડ ઓઇલના વૈશ્ર્વિક ભાવમાં વધારો પણ આપણા બજાર માટે એક મોટું ચિંતાજનક પરિબળ છે, કારણ કે તેનાથી ચાલુ ખાતાની ખાધમાં વધારો થઈ શકે છે.

અમેરિકાના વ્યાજદર પણ ડિસેમ્બરમાં આપણા બજાર કે આપણા ચલણની તરફેણમાં કામ કરશે નહીં. બજારના નિષ્ણાતો માને છે કે લાંબા ગાળાના રોકાણકારો માટે આ કરેક્શન ઓછામાં ઓછા બે વર્ષના સમયગાળા માટે ક્વોલિટી શેરો ખરીદવાની સોનેરી તક છે.

અગ્રણી એએમસીના ઇક્વિટી રિસર્ચ હેડે કહ્યું હતું કે, અમે હાલના વોલેટાઇલ માર્કેટમાં બે બાબતો ટાળવાની રોકાણકારોને સલાહ આપીએ છીએ. પ્રથમ એ કે ટૂંકાગાળા માટે શેરોમાં રોકાણ ન કરવું અને બીજુ એ કે ખૂબ વોલેટાઇલ હોય તેવા શેરો ન ખરીદવા.

ઓપ્શનના મોરચે જોઇએ તો મહત્તમ પુટ ઓપન ઇન્ટરેસ્ટ નિફ્ટીમાં ૯,૯૦૦ના સ્ટ્રાઇક પ્રાઇસ અને તે પછી ૯,૭૦૦ અને ૯,૮૦૦ના સ્ટ્રાઇક પ્રાઇસે જોવા મળે છે, જ્યારે મહત્તમ કોલ ઓપન ઇન્ટરેસ્ટ ૧૦,૨૦૦થી બદલાઈને હવે ૧૦,૦૦૦ના સ્તરે છે.

એ જ રીતે, નિફ્ટીમાં ૯,૯૦૦, ૯,૫૦૦ અને ૧૦,૦૦૦ના સ્ટ્રાઇક પ્રાઇસે નોંધપાત્ર કોલ રાઇટિંગ જોવા મળે છે, જ્યારે ૯,૮૫૦ અને ૯,૭૦૦ના સ્તરે નજીવા પુટ રાઇટિંગ છે.

નીચા સ્તરે કોલની ઊંચી ઓપન ઇન્ટરેસ્ટથી સંકેત મળે છે કે આ સિરિઝમાં નિફ્ટમાં મર્યાદિત અપસાઇડ આવી શકે છે. ટ્રેડર્સે શોર્ટ ટર્મ ટ્રેડિંગ પોઝિશનમાં ચુસ્ત સ્ટોપલોસ રાખવો જોઇએ. હવે નિફ્ટી માટે ૧૦,૧૦૦ના સ્તરને પાર કરવાનું નિફ્ટી માટે મુશ્કેલ લાગે છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

v486g3t
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com