Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
તમે ૧૦૦ વર્ષ જીવો તો પણ શું?

કેલિડોસ્કોપ - નિલેશ વાઘેલાજીવન જીવવા માટે કારકિર્દીમાં જીવન રેડવું પણ એટલું જ મહત્ત્વનું છે. ૧૯૯૨ સંજયના જીવનનું સોનેરી વર્ષ હતું. એ વર્ષે તેણે મનપસંદ ક્ધયા સાથે લગ્ન કર્યાં. બંને ડાયનેમિક ક્વોલિફાઇડ પ્રોફેશનલ, અને બંને સપના સાકાર કરવા માટે સખત મહેનત કરવા કટીબદ્ધ. આ લોકોની લાઇફસ્ટાઇલ ઇર્ષા ઉપજાવે એવી હતી અને તેઓ પોતાના સંતાનોની દરેક ઇચ્છા પૂરી કરી શકે એવી ક્ષમતા હતી.

હવે ૨૦૧૭ની વાત કરીએ. સંજય પાંચ વર્ષે અને એની પત્ની તે પછીના વર્ષે નિવૃત્ત થવાની હતી. તેમના સંતાનો વિદેશમાં હાયર સ્ટડી માટે ગયા હતા અને તેઓ પોતાની પસંદગીના વિસ્તારમાં ડ્રીમ હાઉસમાં રહેતા હતાં. શું તેઓ ફાઇનાન્શિયલી ફ્રી, એટલે કે નાણાંકીય દોરણે સ્વતંત્ર છે? જી નહીં, એવું નથી!

તેમના સુંદર ઘર અને બાળકોના હાયર એજયુકેશન માટે લીધેલી મોર્ગેજ લોનની ઇએમઆઇ હજુ ભરવાના બાકી છે. અગાઉ સંતાનોના અંડરગ્રેજ્યુએટ કોર્સ માટે તેમણે ઇપીએફમાંથી મોટી લોન લીધી હતી. તેમને વિશ્ર્વાસ હતો કે એકવાર સંતાનો પગભર થાય પછી તેઓ તેમના શિક્ષણની જ લોન નહીં પરંતુ ઘર માટે લીધેલી લોન હળવી કરવામાં પણ મદદ કરશે અને લોન માટે લીધેલી મોર્ગેજ લોનમાંથી મુક્ત થઇ શકાશે.

એક દિવસ જ્યુરિચ એરપોર્ટ પર, તે ભારત પાછો ફરવા માટે ફ્લાઇટમાં બોર્ડિંગ જ કરી રહ્યો હતો ત્યારે એક બોર્ડ પર નજર પડતા તે થંભી ગયો! એના પર માત્ર છ શબ્દો લખ્યાં હતાં. વોટ ઇફ યુ લીવ ટુ ૧૦૦? તમે ૧૦૦ વર્ષ જીવો તો પણ શું?

આ શબ્દોએ તેને આંચકો આપ્યો. મેક્સ લાઇફ ઇન્સ્યોરન્સના ચીફ ઓપરેશન્સ ઓફિસર, વી વિશ્ર્વાનંદ કહે છે કે આ બાબત માત્ર આપણાં ઉદાહરણના સંજયને જ નહીં પરંતુ નિવૃત્તિની આરે આવેલા અનેક વર્કીંગ કપલને લાગું પડે છે, જેમણે પોતાની આખી જીંદગી કામકાજને સમર્પિત કરી દીધી હોય.

હાઇફાઇ લાઇફ સ્ટાઇલ અને બાળકોને ઊંચું શિક્ષણ અપાવવાની લાહ્યમાં લોકો નિવૃત્તિ આયોજનને પાછળ જ ધકેલતા જાય છે. વાસ્તવમાં મેક્સ લાઇફ અન્ે નીલસેનના અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે માત્ર ૨૮ ટકા લોકો પાસે જ સારો નિવૃત્તિ પ્લાન હોય છે બાકીનો વર્ગ બિલકુલ તૈયારી વગર ગોલ્ડન યરમાં પ્રવેશ કરે છે.

ભારતીય વલણ અનુસાર મોટાભાગના લોકો પોતાના બાળકો સાથે રહેવાની ઇચ્છા ધરાવે છે અને તેમના પર અવલંબિત રહી શકાશે એમ માને છે. પરંતુ શુ બાળકો પોતાના વડીલો સાથે રહેવા માગે છે અને તેમની વૃદ્ધાવસ્થામાં તેમનો ખર્ચ ઉઠાવવા તૈયાર છે ખરાં?

ફુગાવાનો સતત વધતો દર જોતાં રિટાયરમેન્ટ પ્લાન અનિવાર્ય છે. અનેક પડકારો છે. ફુગાવાને કારણે આગામી સમયમાં વધુને વધુ નાણાંની આવશ્યકતા પડશે. સરકારી આંકડા અનુસાર પાછલા દાયકામાં ફુગાવાનો સરેરાશ દર ૮ ટકા હતો. પરિસ્થિતિની ગંભીરતા જોતા લોકોને બને એટલી વહેલી તકે નિવૃત્તિ આયોજન માટે પ્રેરવા આવશ્યક છે.

બીજી મહત્ત્વની બાબત એ છે કે, આપણને નાણાંની આવશ્યકતા લાંબા સમય સુધી પડવાની છે. યુએન રિપોર્ટ અનુસાર પાછલા બે દાયકાથી ભારતમાં લોકોની આયુષ્યની અપેક્ષામાં ૧૦ વર્ષનો વધારો થયો છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના રિપોર્ચ અનુસાર પણ હવે ભારતમાં લોકો વધુ જીવે છે અને તેમાં વર્ષોનો સતત ઉમેરો થતો જાય છે.

લોકો વધુ જીવે છે એ સમાચાર સારા છે, પરંતુ સામે સામજિક સુરક્ષાનો અભાવ હોવાથી લાંબુ જીવન વૃદ્ધો માટે જો નિવૃત્તિ આયોજન ન હોય તો દુષ્કર બની જાય એવો ભય પણ ઊભો કરે છે. નેશનલ હેલ્થ સર્વિસમાં તમામ નાગરિકોને નિ:શુલક તબીબી સેવા મળતી નથી.

નેશનલ સેમ્પલ સર્વે ઓફ ઇન્ડિયા (એનએસએસઓ) અનુસાર ગ્રામિણ વિસ્તારની ૮૫ ટકા અને શહેરી વિસ્તારની ૮૨ ટકા વસતિ પાસે ભારતમાં હેલ્થ એક્સપેન્સ માટે કોઇ સપોર્ટ નથી. આથી જ નિવૃત્તિ પ્લાન, જેમાં મેડકિલ એક્સપેન્સની પણ વ્યવસ્થા હોય છે, એ ભૂબ જ અનિવાર્ય છે. ત્રીજો પડકાર પ્લાનીંગનો છે. ઘણાં લોકો નિવૃત્તિ માટે બચત કરવામાં ઘણો લાંબો સમય વેડફ નાંખે છે. ખરી વાત તો એ છે કે જ્યારે તમને પહેલી સેલેરી મળે ત્યારથી જ

તમારે નિવૃત્તિ આયોજન શરૂ કરી દેવું જોઇએ, પરંતુ આવી સલાહને સૌ કોઇ હસી કાઢતા હોય છે.

આ વાત સમજવા દાખલો લઇએ. જો તમે ૩૦ વર્ષની વયે દર મહિને રૂ. ૫૦૦૦ની બચત કરો તો ૩૦ વર્ષે તમને સાત ટકાના દરે ૬૦ વર્ષની વયે રૂ. ૫૮,૮૦,૩૨૪ મળી શકે. પરંતુ જો તમે ૪૫ વર્ષની વયે દર મહિને રૂ. ૫૦૦૦ની બચત કરો તો ૧૫ વર્ષે તમને સાત ટકાના દરે ૬૦ વર્ષની વયે રૂ. ૧૫,૬૪,૩૧૮ મળી શકે.

વહેલી શરૂઆત કરવાનો આ લાભ છે. ચોથો પડકાર એ છે કે તમારે તામારી નિવૃત્તિ માટેના ભંડોળમાંથી અન્ય ખર્ચ માટે રકમ કાઢવી ન જોઇએ, જેમ કે તમારા બાળકોના શિક્ષણ કે તેમના લગ્ન માટે. કારણ એ છે કે એ પછી તમને તમારી નિવૃત્તિ સુધીમાં આ રકમની ભંડોળમાં પાછી ભરપાઇ કરવા માટે સમય નહીં મળશે. આતી શાણપણભર્યું નાણાકીય આયોજન એ જ છે કે વહેલી શરૂઆત કરો અને તમે વાસ્તવમાં નિવૃત્ત ન થાવ ત્યાં સુધી નિવૃત્તિ ભંડોળમાં કોઇ કપાત ન કરો. અત્યારે જ શરૂઆત કરો અને સૌથી પહેલું કામ એ કરો કે તમને નિવૃૃત્ત થાવ ત્યારે કેટલા નાણાં જોઇએ છે અને અત્યારે તમે દર મહિને કેટલા નાણાં બાજુએ રાખી શકો છો? નેટ પર આ ગણતરી માંડવા માટે અનેક કેલક્યુલેટર ઉપલબ્ધ છે, તેમાંથી પસંદગી કરો પણ શરૂઆત હમણાં જ કરો!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

552NX1
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com