Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
સ્ટોકમાં રોકાણ કળા કે સામાન્ય બુદ્ધિ?

ઓપિનિયન - પ્રકાશ દેસાઈસ્ટોક માર્કેટમાં રોકાણ કરવું એ સમયની માગ છે, કારણ કે ઘટતા વ્યાજ દરના સમયમાં માત્ર સ્ટોક કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ જ એક એવો વિકલ્પ છે કે તે પ્રમાણમાં વધારે ટેક્સ ફ્રી રિટર્ન અપાવી શકે પણ સૌથી જરૂરી છે એ જાણવું કે રોકાણ કેટલા સમય માટે રાખવું.

છાપાઓમાં કે ટીવી ડિબેટમાં બે ટાઈપની ચર્ચાઓ થતી હોય છે જેમ કે બજાજ ફાઈનાન્સ કે મધરસન સુમી જેવી કંપનીઓના શેર્સમાં જે રોકાણકારે આજથી ૧૦ વર્ષ પહેલાં ૨૦,૦૦૦ રૂપિયા રોકેલા તેના આજે કેટલા લાખો કે કરોડો થઈ ગયા અને સાથે એ પણ ચર્ચા થતી હોય છે કે ૧૦ કે ૨૦ વર્ષ પહેલાં જેણે સિલ્વરલાઈન, ડીએસક્યુ, આરઆઈઆઈએગ્રો વગેરે કંપનીના શેર્સમાં સ્ટોક માર્કેટમાં ૫૦,૦૦૦ રૂપિયાનું રોકાણ કરેલું તેના દામ આજે કોડીના પણ નથી રહ્યા. આમ કોઈ પણ શેરમાં લોંગ ટર્મ ઈન્વેસ્ટમેન્ટ કરવાથી નાણાં નથી કમાવાતા જે શેર્સના દામ કોડીના થઈ ગયા છે તેમાં પણ એક્ઝિટના બહુ ચાન્સીસ મળેલા પણ વધારે નફાની લાલચે મૂડી ડુબાડી અને સારા શેર્સમાં નફો ૧૫૦ થી ૨૦૦ ટકા થતા ખુશ થઈને નીકળી ગયા અને મોટો લાભ ગુમાવ્યો.

માટે સ્ટોક માર્કેટમાં કમાવવા માટે એન્ટ્રી એક્ઝિટ સ્ટ્રેટેજી નક્કી કરી તેને ડિસિપ્લિનથી ફોલો કરવી બહુ જરૂરી છે આના માટે નથી કોઈ ભણતરની જરૂરત કે નથી કોઈ ડિગ્રીની જરૂર છે માત્ર સામાન્ય જ્ઞાનની કે રોકાણ હંમેશાં એ ગ્રુપની ચુનંદા સ્ક્રીપમાં જ રોકાણ કરવું કે જે એવરગ્રીન કંપની હોય પછી તે ફાર્મા, ટેક્નોલોજી, ક્ધઝયુમર ગુડઝ, મેટલ, સિમેન્ટ, ઓટો કે બેન્ક હોય કે પછી આઈટીસી, લીવર કે બ્રિટાનિયા હોય આ કંપનીઓની શેર પ્રાઈઝમાં ખરાબ સમયમાં કરેક્શન પણ આવશે તો તેને રીકવર થતા વધારે સમય નહીં લાગે, કારણ કે ફંડામેન્ટલી, ટેક્નિકલી, કોર્પોરેટ ગર્વનન્સ અને કંપની પ્રોડક્ટના માર્કેટ શેરના પેરામીટર્સમાં એ બહુ મજબૂત હોય છે. સ્ટોક માર્કેટ બહુ ઈન્ટરેસ્ટિંગ જગ્યા છે અને તેનાથી વધારે રસપ્રદ છે સ્ટોક માર્કેટ સાથે સંકળાયેલા લોકોની દાસ્તાન. ઈન્વેસ્ટર જો આ માર્કેટમાં નુકસાન થાય તો તેના માટે તેના નસીબથી માંડીને નરેન્દ્ર મોદી સુધી બધાને માથે દોષનો ટોપલો નાખશે પણ ભાગ્યે જ ક્ધફેશ કરશે કે તેના લોસ માટે કોઈ બીજું નહીં પણ તે પોતે જ જવાબદાર છે.

સ્ટોક માર્કેટમાં ઈન્ટરેસ્ટીંગ હકીકત જાણવા મળી છે તે છે આ કંપનીઓ સાથે સંકળાયેલા નોકરિયાતો અને ધંધાદારીઓનો આ કંપનીના શેર્સમાં રોકાણનો અભિગમ.

અમેરિકા અને યુરોપના દેશોમાં ખાનગી નોકરીઓમાં પગારના પેકેટ સાથે આ કંપનીના શેર કેપિટલમાંથી અમુક રકમના ઈક્વિટી શેર્સ સ્ટોક ઓપ્શનના સ્વરૂપમાં ઓફર કરવામાં આવે છે. એમ્પ્લોઈ અમુક શર્તોને આધીન અથવા લોક ઈન પિરિયડ પછી તેનો ઓપ્શન રાઈટ એક્સરસાઈઝ કરી શકે છે. જો આ કંપનીના શેર્સ લિસ્ટેડ હોય તો જ્યારે એમ્પ્લોઈ ઓપ્શનને શેરમાં ક્ધર્વટ કરે ત્યારે માર્કેટ ભાવ જો કોસ્ટ કરતા વધારે હોય તો આ તફાવતની રકમ ઉપર ટેક્સ ભરવો પડે છે, ત્યારબાદ તે આ શેર્સ માર્કેટમાં વેચી નાણાં રોકડા કરી શકે છે. પણ ક્ધર્વઝશન ટેક્સ બચાવવાની લાલચમાં કેટલાક એમ્પ્લોઈ ઓપ્શન એક્સરસાઈઝ ટાઈમલી કરતા નથી.

૨૦૦૧માં એનરોન કંપની ફડચામાં ગઈ અને ત્યારબાદ સેંકડો બેંકો અને અન્ય કંપનીઓ ૨૦૦૮માં ફડચામાં ગઈ તેમાં જો કોઈએ સૌથી વધારે સહન કર્યું હોય તો તે છે આ કંપનીના નોકરિયાતો અને રોકાણકારોએ.

એનરોનક્સા ૨૦૦૧માં ફડચામાં ગઈ ત્યારે જે હકીકતો બહાર પડી તે બહુ દુ:ખદ છે.

દા. ત. ટેક્સાસમાં રહેતા ચાર્લ્સ પ્રેસ્ટવુડે આખી જિંદગી પાઈપલાઈન ઓપરેટર તરીકે એનરોન કંપનીમાં નોકરી કરી હતી. જ્યારે તે એનરોનમાંથી રિટાયર્ડ થયો ત્યારે તેની પાસે ૧.૨ મિલિયન ડોર્લ્સના એનરોનના સ્ટોક ઓપ્શનના શેર્સ હતા જે વેચીને રોકડા કરવાનો તેને મોકો હતો પણ તે નહીં કરતા તેને જે રિટાયરમેન્ટની રકમ મળી તેમાંથી મોટાભાગની રકમ એનરોનના શેર્સ ખરીદી રોકાણ વધાર્યું. એટલું જ નહીં જ્યારે ૨૦૦૧માં એનરોનમાં કંઈક ગડબડ છે તેવા સમાચાર આવ્યા ત્યારે મે, ૨૦૦૧માં આ શેર ૬૦ ડોલરના ભાવે ક્વોટ થતો હતો જે નવેમ્બર ૨૦૦૧માં ૯ ડોલર પર આવી ગયેલો હતો ત્યારે ચાર્લ્સ આ કંપનીમાંથી રોકાણ બહાર કાઢીને મ્ચ્યુઅલ ફંડ, ગોલ્ડ, બેન્ક ડિપોઝિટસ કે ગવર્મેન્ટ બોન્ડ્ઝમાં ડાયવર્સીફાઈડ કરવાના બદલે કેટલાક એનાલિસ્ટોની સલાહ કે એનરોનની શેર પ્રાઈઝમાં આવેલું કરેકશન સસ્તા ભાવે શેર્સ ખરીદવાનો મોકો આપે છે તે વાતોમાં આવીને બીજા નવા શેર્સ ખરીદ્યા જેની વેલ્યુ કંપનીએ નાદારી નોંધાવતા શૂન્ય થઈ ગઈ. ચાર્લ્સના એનરોન શેરના રોકાણમાં મુખ્ય કારણો હતાં. કંપની પ્રત્યેની વફાદારી અને મેનેજમેન્ટમાં આંધળો વિશ્ર્વાસ.

એનરોન ૨૦૦૧માં નાદાર થઈ અને તેની સાથે નાદાર થયો ચાર્લ્સ. મોટી ઉંમરે જ્યારે ૧.૪ મિલિયન ડોર્લ્સના શેર્સ હાથમાં હતા તેની રોકડી નહીં કરતા કાંકરા થઈ ગયા અને બલ્ડપ્રેશર, હાર્ટ વગેરેની બીમારીનો શિકાર થયો અને સોશ્યલ સિક્યોરિટી ઉપર દિવસો ગુજારવાનો વારો આવી ગયો. એનરોન અને ૨૦૦૦માં ઊઠી ગયેલી કેટલીયે ઈન્ફર્મેશન ટેક્નોલોજી કંપનીઓના હજારો કર્મચારીઓની આવી હાલત થઈ છે કે જેમાં તેઓ રાતોરાત કરોડપતિમાંથી રોડપતિ થઈ ગયા છે. આ પતનનું મુખ્ય કારણ છે કંપનીના મેનેજમેન્ટમાં આંધળો વિશ્ર્વાસ અને લાગણીશીલતા કે જેનું નમક ખાધું છે તેના પ્રત્યે વફાદાર રહીને ત્યાં જ રોકાણ કરવું. આ બધી વાતને કદાચ આપણે સ્વીકારી લઈએ કે માણસ સ્વભાવે લાગણીશીલ છે, પરંતુ તેઓએ તેના રોકાણમાં બે મુખ્ય ભૂલો કરી હતી તે હતી. ઓલ એગ્ઝ ઈન વન બાસ્કેટ અને લેક ઓફ એક્ઝિટ સ્ટ્રેટેજી.

સ્ટોક માર્કેટમાં રોકાણના દરેકના અલગ અલગ સિદ્ધાંતો હોઈ શકે પણ સામાન્ય નાના ગજાના રોકાણકાર માટે નીચે જણાવેલા સિદ્ધાંતો નફો ન કમાવી આપે તો કંઈ નહીં પણ નુકસાન તો જરૂર અટકાવી શકશે.

૧. રોકાણ હંમેશા સ્ટ્રોંગ એ ગ્રુપની કંપનીઓના શેર્સમાં જ કરવાનું.

૨. રોકાણમાં લાગણીને સ્થાન ના હોય.

૩. રોકાણ માત્ર ફાજલ નાણાંનું જ કરવાનું હોય.

૪. બધું રોકાણ એક જ કંપનીમાં અને એક સેક્ટરમાં નહીં કરવાનું.

૫. અને લોંગ અને શોર્ટ ટર્મ ટાર્ગેટ સ્ટ્રેટેજી ઘડ્યા વગર રોકાણ નહીં કરવાનું.

આ સામાન્ય બુદ્ધિના અભાવે દુનિયાના કેટલાય રોકાણકારો વર્ષોથી રાતોરાત રીચીસ ટુ રેગ્ઝ થયાના દાખલાઓ છે પછી તેના માટે ભલે તે કંપની મેનેજમેન્ટ, સરકાર કે નસીબને દોષ દે પણ તેનું મુખ્ય કારણ છે વધારે નફો કમાવાની લાલચ તેથી જ તો એન્લી સ્ટેન્લીનું કહેવું છે કે "ગ્રીડ ઈઝ નોટ અ ફાઈનાન્શિયલ ઈશ્યુ ઈટસ અ હાર્ટ ઈસ્યુ જે રોકાણકાર સ્ટોક માર્કેટનું રોકાણ ડેડ ઈન્વેસ્ટમેન્ટ માનશે તે જ કમાશે!!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

6236ef0
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com