Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
રોજગાર: સિકકાની બીજી બાજુ

ઓબ્ઝર્વેશન - નિલેશ વાઘેલાતાજેતરમાં કોર્પોરેટ ક્ષેત્રે કર્મચારીઓ અને ઉદ્યોગપતિઓ માટે એકસમાન સમસ્યા છે. કર્મચારીઓ હજારોની સંખ્યામાં રોજગાર ગુમાવી રહ્યાં છે અને સામે કંપનીઓ કુશળ કર્મચારીઓની અછતનો સામનો કરી રહી છે.

અલબત્ત નોટબંધીને કારણે હજારો ગરીબ અને અભણ લોકોએ રોજગાર ગુમાવ્યો છે, જ્યારે જીએસટીને પગલે બિનસંગઠીત ક્ષેત્રને ફટકો પડતા પછાત વિસ્તારના બિનકુશળ કામદારોને ફટકો પડ્યો છે. વાસ્તવમાં રોજગાર ક્ષેત્રે વિરોધાભાસી ચિત્ર છે, જોકે આપણે સહેજ સકારાત્મક અને નોકરિયાતોને રાહત મળે એવી આશાવાદી વાતો કરવી છે.

એક તો તહેવારોને કારણે તાજેતરમાં રોજગારીમાં સહેજ વધારો થયો છે અને બીજી તરફ કેન્દ્રિય અને રાજ્ય સ્તરે સરકારની ૨૦ લાખ નોકરી આપવાની યોજના છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રે નવા રેરા કાયદાને કારણે તો કરોડો લોકોને રોજગાર મળવાનો અંદાજ વ્યક્ત થવા માંડ્યો છે.

આપણે પહેલા સરકારની વાત કરીએ. સરકાર કેન્દ્ર અને રાજ્યોમાં લગભગ ૨૦ લાખ ખાલી સ્થાન ભરીને મોટા પાયે રોજગારી સર્જનની યોજના ધરાવે છે. પ્રારંભિક તબક્કે કેન્દ્રીય મંત્રાલયોની વેક્ધસી ભરવામાં આવશે.

જાહેર ક્ષએત્રની કંપનીઓમાં ત્યાર પછી ૨૪૪ ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે. માત્ર રેલવેમાં જ બે લાખ વેક્ધસી ભરવાની બાકી છે.

શ્રમ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલા આ પગલાથી સરકારને રોજગારી વગરની વૃદ્ધિનું મહેણું દૂર કરી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં જોબના પ્રોત્સાહક આંકડા જાહેર કરવામાં મદદ મળશે.

એક વરિષ્ઠ સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર શ્રમ મંત્રાલય કેન્દ્ર સરકારના તમામ વિભાગો અને સંસ્થાઓમાં ખાલી નોકરીઓનું મૂલ્યાંકન કરશે અને એ આંકડાને આધારે દૈનિક, સાપ્તાહિક અને માસિક ધોરણે જોબની ફાળવણીની યોજના તૈયાર કરશે.

અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે લોકસભાની આગામી ચૂંટણી પહેલાં નક્કર સિદ્ધિઓ દર્શાવવા માટે તેની પાસે માત્ર ૬૦૦ દિવસ બાકી છે. એક અંદાજ મુજબ કેન્દ્ર સરકારના મંત્રાલયોમાં છ લાખ વેક્ધસી છે.

જો યોજના સફળ રહેશે તો રાજ્ય સરકારોના સ્તરે પણ તેની અનુકરણ કરવામાં આવશે, જે ૨૦ લાખ લોકોને રોજગારી આપશે. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, શ્રમ મંત્રાલય ટૂંક સમયમાં તમામ મંત્રાલયો અને જાહેર ક્ષેત્રની કંપનીઓને લેખિતમાં તેમના ડિવિઝનમાં વેક્ધસીની યાદી આપવા જણાવશે.

આ પછી તે દર વર્ષે જોબ માર્કેટમાં આવનારા યુવાઓને રોજગારી આપવા દૈનિક ટાર્ગેટ નક્કી કરશે. આ કવાયતની મદદથી કેન્દ્ર સરકાર પોતે દૈનિક અને માસિક ધોરણે કેટલી નોકરી આપી શકશે તેનું મૂલ્યાંકન કરી શકશે. ઉલ્લેખનીય છે કે, દર મહિને લગભગ ૧૦ લાખ લોકો જોબ માર્કેટમાં ઉમેરાય છે ત્યારે સરકાર પર પૂરતી રોજગારી ઊભી નહીં કરી શકવાનું દબાણ છે. સરકારે આ માટે આપેલું વચન પણ પુરું કરવાનું છે.

હવે બીજી ઘટના જોઇએ તો હાલ કેટલાક લોકોને કામચલાઉ રોજગાર મળવાથી રાહત થઇ છે. તહેવારોથી જોબ માર્કેટને લાભ થયો છે. સિઝનલ રોજગારીમાં ૨૪ ટકાનો વધારો નોંધાયો છે.

દેશના મહાનગરોમાં હાથ ધરવામાં આવેલા અભ્સાય અનુસાર આ વખતે તહેવારોની સિઝનમાં કામચલાઉ ધોરણે આપવામાં આવતી રોજગારીના પ્રમાણમાં પાછલા વર્ષની સરખામણીએ ૨૫ ટકા જેવો ઉછાળો નોંધાયો છે.

નબળા જીડીપી વૃદ્ધિદરના કારણે મુશ્કેલ જણાતા જોબ માર્કેટ માટે તે આશાનું કિરણ બની રહ્યું છે. ઓનલાઈન સેલ્સના પ્રમાણમાં ઉછાળો તથા તહેવારોની અપેક્ષિત ઘરાકીએ કામચલાઉ સ્ટાફ માટેની માંગમાં વધારો કર્યો છે.

ખાસ કરીને ડિલિવરી તથા લોજિસ્ટિક્સ સેક્ટરમાં તેના પ્રમાણમાં વધારો નોંધાયો છે, તેમ સ્ટાફિંગ કંપનીઓ તથા ઈકોમર્સ કંપનીઓ જણાવે છે. તમામ ઉદ્યોગોમાં આ વર્ષે તહેવારોની સિઝનમાં લગભગ ૧.૩ લાખ સિઝનલ જોબ ખુલવાની સંભાવના છે.

અગ્રણી એચઆર સર્વિસ પ્રોવાઈડર ફર્મના અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતની સૌથી મોટી ઈકોમર્સ કંપનીઓ ફ્લિપકાર્ટ અને એમેઝોન એકલા જ તેમની તહેવારોની સિઝનના વેચાણ સાથે ૪૨,૦૦૦થી વધારે કામચલાઉ જોબનું પ્રદાન આપી રહ્યા છે.

ફિલપકાર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વેચાણમાં વધારા સાથે ફ્લિપકાર્ટે તેની ડિલિવરી તથા લોજિસ્ટિક્સ સર્વિસને વેગ આપવા માટે ૨૦,૦૦૦થી વધારે કામચલાઉ સ્ટાફની ભરતી કરી છે. એમેઝોન ૨૨,૦૦૦થી વધારે કામચલાઉ સ્ટાફની ભરતી કરી રહ્યું છે.

એચઆર સોલ્યુશન પ્રોવાઈડર કંપનીના સાધનોએ જણાવ્યું હતું કે, આ વર્ષે ક્ધઝ્યુમર ગૂડ્ઝ, ઈલેક્ટ્રોનિક્સ, રિટેલ, ઈકોમર્સ અને ટેલિકોમની આગેવાની હેઠળ એન્ટ્રીલેવલની કામચલાઉ રોજગારીના પ્રમાણમાં વધારે મોટો ઉછાળો નોંધાયો છે.

આગામી ત્રિમાસિક ગાળા દરમિયાન કામચલાઉ કર્મચારીઓ માટેની માગના પ્રમાણમાં ૨૫ ટકાનો ઉછાળો નોંધાયો હોવાનું એક સ્ટાફિંગ એન્ડ રિક્રૂટમેન્ટ કંપનીના સાધનોએ જણાવ્યું હતું.

આ સેકટરના જાણકારો અનુસાર, છેલ્લે તહેવારોની સિઝનમાં કામચલાઉ કર્મચારીઓની માંગમાં ફક્ત ૧૦ ટકાથી ૧૫ ટકાનો વધારો થયો હતો, તેની સરખામણીએ આ વર્ષે મોટો ઉછાળો છે.

સામાન્ય રીતે કામચલાઉ કર્મચારીઓ માટેની માંગમાં સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયાન મોટો ઉછાળો આવતો હોય છે તથા ડિસેમ્બર પછી તેમાં ઘટાડો થાય છે. સ્ટાફિંગ કંપનીઓ કહે છે કે એમેઝોન તથા ફ્લિપકાર્ટ ઉપરાંત સેમસંગ જેવી તમામ સેક્ટરની કંપનીઓમાં કર્મચારીઓ માટેની માંગમાં ઉછાળો નોંધાયો છે, કે જે નાના શહેરોમાં તેમની હાજરીમાં વધારો કરી રહી છે.

મોટાભાગની રિટેલ તથા એફએમસીજી કંપનીઓ તેમના કુલ વાર્ષિક વેચાણમાં આશરે ૬૦ ટકા વેચાણ આ ત્રણથી ચાર મહિનાના તહેવારોના સમયગાળા દરમિયાન મેળવી લેતી હોય છે.

આ સમયગાળા દરમિયાન વેચાણ વધારવા માટે કંપનીઓ તમામ પ્રયાસો કરે છે તથા તેના માટે તેમને કામચલાઉ કર્મચારીઓની જરૂર પડે છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

726f83
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com