Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
માલની છતઅછત વચ્ચે હાર્ડવેરમાં ભાવવધારાની શક્યતા

મુંબઈ: હાર્ડવેર બજારમાં હાલ તહેવારોના દિવસોમાં માલોની આવક વધતી-ઓછી છે. ભાવ વધવાની શક્યતા છે. હાલ બજાર વધઘટ ભાવે સારી છે. માલોના વેચાણ કામકાજ સરેરાશ થઈ રહ્યા છે. વિગતવાર અહેવાલ આ પ્રમાણે છે:-

લોખંડ વુડ સ્ક્રુમાં ‘અજન્ટા’ બ્રાન્ડના પેકેટ દીઠ ૨૫/૮ના રૂ. ૬૫, ૫૦/૮ના રૂ. ૫૦, ૧૦૦/૧૦ ના રૂ. ૧૭૦, ૭૫/૧૦ના રૂ. ૧૩૦ જેવા ભાવથી કામકાજ થઈ રહ્યા છે.

‘મેગ્નમ’ બ્રાન્ડના સારી ક્વોલિટીના ફિંગરપ્રિન્ટ કોર્ડ નંબર, મલ્ટિલોક, હાઈ સિક્યોરિટીના લોકના કામકાજ સારા થઈ રહ્યા છે તેમજ ‘મેગ્નમ’ બ્રાન્ડના સારી ક્વોલિટીના ડોરક્લોઝર ત્રણ વર્ષની વોરંટીવાળા રૂ. ૧૫૦૦ થી ૨૫૦૦માં થઈ રહ્યાં છે.

‘સી-૨’ બ્રાન્ડના ફર્નીચર તથા કિચન હેન્ડલ ડોરક્લોઝર, ફલોસ્પ્રિંગના કામકાજ સારા થઈ રહ્યાં છે. ડ્રોવરલોક, કનસીલ્ડ મિજાગરા, પેચ ફિટિંગ, નાઈટલેચના કામકાજ સારા થઈ રહ્યાં છે.

‘સીપીવાય’ બ્રાન્ડના ગ્લાસ ફિટિંગ, ડેકોરેટીવ હેન્ડલ લોક, એલ્યુમિનિયમ જાળી, ડોરક્લોઝરના કામકાજ સારા થઈ રહ્યાં છે.

શીટમેટલ સ્ક્રૂમાં ‘અતુલ’ બ્રાન્ડના પેનહેડ ચપટા માથાં સાઈઝનાં એક હજાર નંગના પેકેટ દીઠ ૩૨/૯ના રૂ. ૩૮ ૩૮/૮ના રૂ. ૪૪૧, ૧/૧૯ના રૂ. ૧૭૮, ૫/૧૩ના રૂ. ૧૦૪ ૨૫/૮ના રૂ. ૩૧૪ જેવા ભાવથી કામકાજ થઈ રહ્યાં છે.

‘કોસ્ટા’ બ્રાન્ડના એસએસ પ્રિમિયમ સાઈઝના મિજાગરા નંગ દીઠ ૩૫૧૬ના રૂ. ૨૫, ૧૨૫૧૨ના રૂ. ૮૨ જેવા ભાવથી કામ થઈ રહ્યાં છે.

‘કાસા’ બ્રાન્ડના નાઈટલેચના કામકાજ બરાબર થઈ રહ્યાં છે. હાલમાં ડબલ કી ડીસ્કના પેડલોક સારી ક્વોલિટીના મોડલ સરેરાશ નંગ દીઠ બજાર ૧૩/૧૦ના રૂ. ૬૪૦, ૧૦/૧૦ના રૂ. ૯૯૫ ભાવ ચાલે છે.

--------------------------

સ્ટિમ્યુલસ પેકેજ સામે નોમુરાની ચેતવણી વધુ ખર્ચને કારણે રાજકોષીય દબાણમાં વધારો



મુંબઈ: મંદ પડેલા અર્થતંત્ર માટે સ્ટિમ્યુલસ પેકેજના અહેવાલોને ધ્યાનમાં લેતાં સ્ટિમ્યુલસ પેકેજ સામે ચેતવણી ઉચ્ચારતા નોમુરાએ આજે જણાવ્યું હતું કે હાલની સમસ્યા વધુ પડતા ખર્ચની છે નહીં કે તેના અભાવની તેમ જ ઓછી મહેસૂલી આવકને કારણે પણ નથી આથી હાલને તબક્કે તેનો ઉકેલ માત્ર પંપ પ્રાઈમિંગ (જાહેર ખર્ચમાં વધારો, વ્યાજ-વેરામાં ઘટાડો જેવાં પગલાં) છે.

અત્યાર સુધીમાં વધેલું રાજકોષીય દબાણ એ વધુ પડતાં ખર્ચનું પરિણામ છે. હવે શેષ મહિનાઓમાં વધુ ખર્ચ માટે કોઈ અવકાશ નથી. ગત એપ્રિલથી જુલાઈ દરમિયાન અંદાજપત્રીય લક્ષ્યાંકિત ખર્ચમાં વર્ષાનુવર્ષ ધોરણે ૨૩.૧ ટકા વધારો થઈ ગયો હોવાથી શેષ મહિનાઓમાં ૧.૫ ટકાની જ વૃદ્ધિ થઈ શકશે. આથી સ્ટિમ્યુલસ પેકેજ અર્થતંત્રને વેગ આપવા માટે કારગત નિવડે તેમ ન હોવાથી વધુ ખર્ચ અટકાવવાની આવશ્યકતા છે, એમ નોમુરાના ભારત ખાતેની ચીફ ઈકોનોમિસ્ટ સોનલ વર્માએ જણાવ્યું હતું.

હાલના રાજકોષીય વલણ માટે ખર્ચને દોષી ઠરાવાય, મહેસૂલી આવકને નહીં, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે એપ્રિલથી જુલાઈ દરમિયાનની મહેસૂલી આવક ઐતિહાસિક દર કરતાં માત્ર ૨.૧ ટકા ઓછી હતી, પરંતુ તાજેતરનાં વર્ષો કરતાં સારી રહી છે. અમારા મતે ટેલિકોમ, ડિસઈન્વેસ્ટમેન્ટ અને ડિવિડન્ડની આવકોમાં થોડો ઘટાડો થયો છે, જ્યારે જીએસટીમાં આરંભિક મુશ્કેલીઓ છતાં મહેસૂલી આવકમાં થયેલો વધારો ફુગાવાલક્ષી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

વધુમાં ખર્ચ બાબતે અહેવાલમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના ખર્ચ ઐતિહાસિક દર કરતાં વધુ ૭.૫ ટકાની સપાટીએ રહ્યા છે. સરકારી ખર્ચ અંદાજપત્રીય લક્ષ્યાંકનાં ૩૭.૭ ટકાના સ્તરે રહ્યો હતો. તેમ જ તેમ જ સ્ટિમ્યુલસ વખતના વર્ષ ૨૦૦૮-૦૯ના સમયગાળા કરતાં વધુ રહ્યો હોવાનું વધુમાં જણાવાયું હતું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

0nfed5
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com