Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
રિયલ્ટી સેક્ટરને ૨૦૨૫ સુધીમાં ૧.૭ કરોડ કામદારની આવશ્યકતા

નવી દિલ્હી: નવા રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી કાયદા અને જીએસટીના પગલે રિયલ્ટી સેક્ટર ૨૦૨૫ સુધીમાં બીજી ૮૦ લાખ નોકરી ઉમેરે તેવી સંભાવના છે, તેમ એક અહેવાલમાં જણાવાયું છે. રિયલ્ટર્સની સંસ્થા ક્રેડાઇ અને ક્ધસલ્ટન્ટ સીબીઆરઇના જોઇન્ટ રિપોર્ટ એસેસિંગ ધ ઇકોનોમિક ઇમ્પેક્ટ ઓફ ઇન્ડિયાઝ રિયલ એસ્ટેટ મુજબ ૨૦૧૫ સુધીમાં દેશના જીડીપીમાં રિયલ એસ્ટેટ સેક્ટરનું પ્રદાન બમણું થઈ ૨૦૨૫ થાય તેવી સંભાવના છે.

રિયલ્ટી સેક્ટર ૨૦૧૬માં ૯૨ લાખ લોકોને નોકરી આપતું હતું અને તે ૦૨૫ સુધીમાં ૧.૭૨ કરોડ લોકોને રોજગાર આપે તેવી સંભાવના છે. સીબીઆરઇએ તેના નિવેદનમાં જણાવ્યું હતું. દેશના જીડીપીમાં રિયલ્ટી સેક્ટરનું પ્રદાન ૨૦૧૩ના ૬.૩ ટકાથી વધીને ૨૦૨૫ સુધીમાં ૧૩ ટકા થાય તેવી સંભાવના છે.

અહેવાલમાં જણાવાયું હતું કે સેક્ટર માટે લાંબા ગાળાની સંભાવના ઊંચી છે અને તેનો વાર્ષિક પુરવઠા દર ૨૦૧૩ના ૩.૬ અબજ ચોરસ ફૂટથી વધીને ૨૦૧૫માં ૮.૨ અબજ ચોરસ ફૂટે પહોંચ્યો હોવાનું મનાય છે. શહેરીકરણમાં વધારો થવાથી નવાં મકાનોની માંગ ઝડપથી વધી રહી છે અને દેશનાં બીજી અને ત્રીજી શ્રેણીનાં શહેરોમાં શહેરી માળખું ઝડપથી વિસ્તરી રહ્યું છે અને તે રિયલ એસ્ટેટની વૃદ્ધિનું મુખ્ય પ્રેરકબળ છે, એમ તેના નિવેદનમાં જણાવાયું હતું.

અહેવાલમાં અનુસાર રિયલ એસ્ટેટ પ્રોજેક્ટનું વિસ્તરણ વૃદ્ધિની તકની સંભાવનાનો અસરકારક ઉપયોગ અને અવરોધો દૂર કરવા પ્રસ્તુત નીતિગત પગલાંના અમલીકરણ પર છે. અહેવાલ પર ટિપ્પણી કરતાં ક્રેડાઇના પ્રમુખ જક્ષય શાહે જણાવ્યું હતું કે હકારાત્મક ડેમોગ્રાફિક્સ સાથે અને નિયંત્રિત વાતાવરણમાં રિયલ એસ્ટેટ સેક્ટર ભારતીય અર્થતંત્રમાં ૨૦૨૫ સુધીમાં તેનું પ્રદાન બમણું કરે તેમ મનાય છે.

પર્યાવરણને લગતી ટેકનોલોજી

માટે ભારત આકર્ષક બજાર

મુંબઈ: પર્યાવરણને લગતી ટેકનોલોજી માટે ભારત આકર્ષક બજાર હોવાનું જળ, સીવેજ, રિફ્યુઝ અને રિસાઈકલિંગ માટેના આઇફેટ ઇન્ડિયા ટે્રેડ શોને મળેલા પ્રતિસાદને આધારે મળી રહ્યો છે. ઉચ્ચ વસતિ ઘનતા અને તેની વ્યાપક આર્થિક નીતિને લીધે ભારત પર્યાવરણીય ટેકનોલોજી અને કચરા વ્યવસ્થાપનમાં ભરપૂર સંભાવના ધરાવે છે.

જળ સંસાધનોની અછત, ઝડપી ઔદ્યોગિકીકરણ, વ્યાપક કૃષિ અને ભરપૂર કચરાનું પ્રમાણ દેશમાં મોટો પડકાર છે. બીઇસી ખાતે ૨૬થી ૨૮ સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલા આઈફેટ ઈન્ડિયા ૨૦૧૭માં ૧૮ દેશના ૧૮૦ પ્રદર્શનકારીઓ સહભાગી થયા હતાં. આમાં બજાર આગેવાનોમાં એલએન્ડટી, થર્મેક્સ, આયોન એક્સચેન્જ, રામકી, એક્સેપ્ટન્સ ગ્રુપ, એન્ડ્રેસ+ હોશર, એક્સેલ, કિર્લોસ્કર બ્રધર્સ, કિશોર પંપ્સ, ટાટા પ્રોજેક્ટ્સ, વિલો, સિમેન્સ, લેન્ક્સેસ, એસ્ટ્રલ પોલી, ઝાયલેમ, સીઆરઆઈ પંપ્સ, એલજી કેમ, વિપ્રો વોટર અને ઘણી બધી વધુ કંપનીઓનો સમાવેશ થાય છે. ૨૦૧૭ની આવૃત્તિમાં ચીન, જર્મની, ઓસ્ટ્રિયા સ્વિટઝર્લેન્ડમાંથી ક્ધટ્રી પેવિલિયન હતા.

ટ્રેડ શો ઉદ્યોગના નિષ્ણાત, નીતિના ઘડવૈયાઓ અને વેપાર આગેવાનોને વિધિસર ચર્ચાવિચારણા થકી ઘણા બધા પર્યાવરણીય પડકારો પર પ્રાદેશિક વ્યૂહરચના અને નિવારણોની ચર્ચાવિચારણા કરવામાં આવી હતી. મેસ્સી મંચેન ઈન્ડિયાના સીઈઓ ભૂપિંદર સિંહે જણાવ્યું હતું કે આઈફેટ ઈન્ડિયા ખાસ કરીને ભારતીય બજાર માટે વિવિધ નવી ટેકનોલોજીઓ અને પ્રોડક્ટો બતાવવા અને રજૂ કરવા માટે ઉત્તમ મંચ છેે, જ્યાં ભારતીય પર્યાવરણીય મુદ્દાઓને હાથ ધરતી નાવીન્યપૂર્ણ ટેકનોલોજીઓ પ્રદર્શિત કરવામાં આવે છે અને પર્યાવરણ, કચરો, સીવેજ અને રિસાઈકલિંગ સંબંધી મુદ્દાઓ પર નિવારણોની ઉદ્યોગના નિષ્ણાતો અને મુખ્ય ખેલાડીઓ દ્વારા ચર્ચાવિચારણા કરવામાં આવી હતી.

પીઓએસ ટર્મિનલ્સથી બેન્કોને

₹ ૩,૮૦૦ કરોડની વાર્ષિક ખોટ

મુંબઈ: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનો એક અહેવાલ જણાવે છે કે, બેન્કો તેમના પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ચલાવવા માટે દર વર્ષે રૂ. ૩,૮૦૦ કરોડનો ફટકો સહન કરે છે તથા તેમના માટે બિઝનેસ આર્થિક રીતે પોસાય તેવો બની શકે તે માટે પોઇન્ટ ઓફ સેલ (પીઓએસ) ટર્મિનલ્સ મારફત થતા સોદામાં નોંધપાત્ર વૃદ્ધિની જરૂરિયાત છે.

બેન્કોએ પાછલા વર્ષના નવેમ્બરથી તેમના પીઓએસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણને ઝડપી બનાવ્યું છે કે જ્યારે સરકારે નોટબંધીની જાહેરાત કરી હતી, કે જેનો ઉદ્દેશ બિન-રોકડ સોદાને પ્રોત્સાહિત કરવાનો હતો.

આ વર્ષના જુલાઈના અંતે ૨૮ લાખ કરતાં વધારે પીઓએસ ટર્મિનલ્સ હતાં કે જેની સરખામણીએ માર્ચ ૨૦૧૬માં આ સંખ્યા ૧૩.૮ લાખ

પર હતી.

પરંતુ ડેબિટ કાર્ડ મારફત તથા ક્રેડિટ કાર્ડ મારફત ચુકવણીના પ્રમાણમાં વધારો થયો હોવા છતાં પણ નીચા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ્સ, નીચો કાર્ડ વપરાશ, અપૂરતું ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા વેપારીઓને માટે કાર્ડ્સ સ્વીકારવા માટે પ્રોત્સાહનોનો અભાવ જેવા કારણે બિઝનેસ

નફાકારક બનાવવા માટે આવા સોદાને તે જે સ્તરે પહોંચાડવા જોઈએ તે સ્તરે પહોંચતા નથી.

પહેલા ત્રિમાસિકગાળામાં તેજાના-મસાલાની નિકાસ ૩૫ ટકા વધી, મરચાંની નિકાસ ટોચે

કોચી: વર્તમાન નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિકગાળામાં ખાસ કરીને મરચાંના શિપમેન્ટમાં વધારો થતાં કુલ તેજાના-મસાલાની નિકાસમાં પ્રમાણની દૃષ્ટિએ ૩૫ ટકાનો વધારો થયો છે, જ્યારે મૂલ્યની દૃષ્ટિએ નિકાસ રૂ. ૪૪૮૯.૧૪ કરોડની સપાટીએ રહી હતી.

સ્પાઈસીસ બોર્ડ દ્વારા તાજેતરમાં સંકલિત કરવામાં આવેલી આંકડાકીય માહિતી અનુસાર ગત એપ્રિલથી જૂન ૨૦૧૭ દરમિયાન તેજાના-મસાલાની કુલ નિકાસ ગત સાલના સમાનગાળાના ૨,૨૭,૯૩૮ ટન સામે વધીને ૩,૦૬,૯૯૦ ટનના સ્તરે રહી હતી, જેમાં ખાસ કરીને મરચાંની નિકાસ ૧,૩૩,૦૦૦ ટનની થઈ હતી જેનું મૂલ્ય રૂ. ૧૧૯૮ કરોડ રહ્યું હતું.

વૈશ્ર્વિક બજારમાં ગુણવત્તાયુક્ત મસાલાની માગમાં વધારો થયો છે અને તેમાં પણ ભારતીય મરચાંની વધતી માગ સંતોષવામાં ભારત સફળ રહ્યું છે તેમ જ લસણની નિકાસને પ્રોત્સાહન આપવાના સ્પાઈસીસ બોર્ડના પ્રયાસ સફળ રહેતાં લસણની નિકાસમાં પણ વધારો થયો હોવાનું સ્પાઈસીસ બોર્ડના ચેરમેન ડૉ. એ જ્યાતિલકે જણાવતાં ઉમેર્યું હતું કે લસણની નિકાસના મૂલ્ય અને પ્રમાણમાં અનુક્રમે ૧૦૭ અને ૧૬૯ ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. અન્ય તેજાના-મસાલામાં વરિયાળીની નિકાસ પ્રમાણની દૃષ્ટિએ ૯૨ ટકા વધીને ૧૩,૨૫૦ ટનના સ્તરે રહી હતી, જ્યારે મૂલ્યની દૃષ્ટિએ ૪૯ ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત રાઈ, સુવા વગેરેની નિકાસના પ્રમાણમાં ૮૩ ટકાનો અને મૂલ્યમાં ૬૩ ટકાનો વધારો થયો હતો.

વધુમાં આ સમયગાળામાં નાની એલચીની નિકાસ ૧૧૦૬ ટનની થઈ હતી, જેનું મૂલ્ય ગત સાલના સમાનગાળાના રૂ. ૯૦.૮૧ કરોડ સામે વધીને રૂ. ૧૩૪.૫૫ કરોડના સ્તરે રહી હતી. આ ઉપરાંત સમીક્ષા હેઠળના સમયગાળામાં આદું મિન્ટનાં ઉત્પાદનો અને કરી પાઉડર અને પેસ્ટ સહિતનાં પ્રોસેસ્ડ તેજાના-મસાલાની નિકાસનો પણ નોંધપાત્ર હિસ્સો રહ્યો હોવાનું બોર્ડે યાદીમાં ઉમેર્યું હતું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Aa8u6MX1
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com