Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                   
ઠંડા-ઠંડા, કૂલ-કૂલ, ગ્રીન-ગ્રીન ફેશન ટ્રેન્ડ

ફેશન - નિધિ ભટ્ટબદલાતા હવામાનને કારણે વાતાવરણમાં પણ બદલાવ થવા લાગ્યો છે. ઉનાળાની ગરમીને બદલે ભારતના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ અને બરફનું તોફાન થતું જોવા મળ્યું છે. ઉનાળાની રજાઓ પણ શરૂ થવાની તૈયારીમાં છે. ફેશન જગતમાં પણ શું બદલાવ આવ્યો છે, તે જાણવું જરૂરી છે. આજે દરેક વ્યક્તિને ફેશનેબલ દેખાવું ગમતું હોય છે પણ ફેશનના ટ્રેન્ડને અનુસરવા માટે શું પહેરવું તેનો ખ્યાલ આવતો નથી. ઉનાળાની અસહ્ય ગરમીમાં બે ઘડી ઠંડક મેળવવા વ્યક્તિ ઘટાદાર લીલાછમ વૃક્ષની છાયા શોધતો હોય છે. બસ તનમનને ઠંડક પહોંચાડવા પણ ૨૦૧૭ના ફેશન ટ્રેન્ડમાં લીલો રંગ પૂરબહારમાં ખીલેલો જોવા મળે છે. આજકાલ બ્રાન્ડેડ કપડામાં પણ લીલો રંગ છવાઈ ગયેલો જોવા મળે છે.

આપણા દેશમાં અનેક લોકો સામાન્ય આર્થિક પરિસ્થિતિને કારણે ઈચ્છા હોય તેમ છતાં બ્રાન્ડેડ કંપનીના કપડાં ખરીદી શકતા નથી. ચાલો, ગરમીમાં ટાઢક મેળવવા માટે લીલા રંગનો કઈ રીતે ઉપયોગ કરીને ફેશનેબલ બની શકાય તે જોઈ લઈએ.

ગ્રીન ટી-શર્ટ : ફરવા ગયા હોઈએ ત્યારે ટી-શર્ટ પહેરવું વધુ સુવિધાજનક લાગે છે.

ગ્રીન ટી-શર્ટમાં તમે કૉલરવાળું કે કૉલર વગરનું પહેરી શકો છે. ટી-શર્ટમાં વિવિધતા જોઈતી હોય તો ટી-શર્ટમાં પૉકેટ પણ લગાવી શકાય છે. જેમાં વધુ વૈવિધ્યતા લાવવા માટે અલગ રંગનો ઉપયોગ પણ કરી શકાય છે.

મિલિટરી ગ્રીન શર્ટ : રોજબરોજના વપરાશ માટે આછા લીલા રંગના શર્ટનો ઉપયોગ ઉનાળામાં કરવો. જે પહેરવાથી ગરમીનો અનુભવ ઓછો થાય છે. વળી ઑફિસમાં આ શર્ટ પહેરાવથી તમારો દેખાવ સૌમ્ય લાગે છે. ખાખી પેન્ટ કે જીન્સ કે સફેદ જીન્સ સાથે લીલા રંગનું શર્ટ વ્યક્તિત્વને નિખારે છે.

ગ્રીન બૉમ્બર જેકેટ : સફેદ ટી-શર્ટની સાથે ગ્રીન બૉમ્બર જેકેટ પહેરીને સ્ટાઈલિશ લૂક મેળવી શકાય છે. બરફીલા પ્રદેશમાં ઉનાળાની રજાઓમાં ફરવા ગયા હો ત્યારે સફેદ કે ગ્રે રંગના ટી-શર્ટની સાથે ગ્રીન રંગનું બૉમ્બર જેકેટ પહેર્યા બાદ ફોટા પડાવીને તમારી પળોને યાદગાર બનાવી શકો છો.

ગ્રીન શૂઝ : બજારમાં આજકાલ ખાસ ફ્લોરોસન્ટ કલરના શૂઝ પહેરવાની ફેશન છે.

ગ્રીન કે સફેદ રંગના ટ્રાઉઝર સાથે કેન્વાસના કે ગ્રીન રંગના સ્પોર્ટ્સ શૂઝ પણ પહેરી શકાય છે. ખાસ સાંજના સમયે પાર્ટી હોય ત્યારે

આ શૂઝ પહેરીને ફેશનેબલ બનીને અન્ય માટે આકર્ષણનું કેન્દ્ર બની

શકો છો.

ગ્રીન ઝભ્ભો : ગરમીના દિવસોમાં અનેક વખત એવું લાગતું હોય છે કે થોડા ખૂલતા કપડાં પહેરવામાં આવે તો સારું. આજકાલ બજારમાં વિવિધ રંગના પુરુષો માટે પણ ઝભ્ભા ઉપલબ્ધ છે. તેમાં પણ ખાસ લીલા રંગનો ઝભ્ભો પહેરીને ગરમીને દૂર ભગાડી શકો છો.

ગ્રીન ટ્રાઉઝર : લીલા રંગનું ટ્રાઉઝર તથા લીલા રંગની ટાઈનું મેચિંગ પણ કરી શકાય છે. ગ્રીન ટ્રાઉઝર સાથે સફેદ રંગનું શર્ટ પણ આકર્ષક દેખાય છે. ખાસ પ્રસંગ કે પાર્ટીમાં આ રંગના પેન્ટને પહેરવાથી હટકે લૂક મેળવી

શકાય છે.

ગ્રીન બેલ્ટ : આછા રંગના કોઈપણ ટ્રાઉઝર સાથે ગ્રીન બેલ્ટ પેહરીને આપના લૂકને સ્ટાઈલિશ બનાવી શકો છો. બેલ્ટને વધુ આકર્ષક બનાવવા માટે તેનું બકલ ગોલ્ડન કે સિલ્વર રંગનું મોટું પસંદ કરવું.

ગ્રીન કૅપ કે હેટ : રોજબરોજ હેટ કે કેપ પહેરીને બહાર નીકળવું પુરુષોને પસંદ હોતું નથી. તો ક્યારેક સમયને અભાવે પહેરવાની ઈચ્છા હોય તો પણ સંજોગોને કારણે શક્ય હોતું નથી. ઉનાળામાં ખાસ લીલા રંગની કેપ કે હેટ પહેરીને તમે બહાર નીકળીને ગરમીના પ્રકોપથી તો રાહત મેળવી શકો છો, લટકામાં ફેશનેબલ બનીને અન્યને માટે ફેશનનું ઉદાહરણ પણ પૂરું પાડી શકો છો.

સામાન્ય રીતે ફેશનની વાત આવે એટલે સ્ત્રીઓને જેટલી વેરાયટી મળે તેટલા મોટા પ્રમાણમાં પુરુષો માટે ફેશનેબલ વસ્ત્રોમાં રંગની વિવિધતામાં મર્યાદા આવી જાય છે. તેમ છતાં થોડા રંગો એવા છે જેનો ઉપયોગ પુરુષો પણ કરીને ફેશનેબલ દેખાવ મેળવી શકે છે. તેમાં લૅમન યલો, ગ્રે, બ્લ્યુ અને ગ્રીન રંગનો સમાવેશ થાય છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

3b3r7O8b
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com