9-March-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જૈન મરણ

શ્રી ઘોઘારી વિશા શ્રીમાળી જૈન

સનાળીયા નિવાસી (હાલ ભાવનગર) શાહ જસુમતીબેન નંદલાલ વિઠ્ઠલદાસના સુપુત્ર કિર્તી (ઉં. વ. ૬૫) તા. ૧૮-૧-૨૧, સોમવારના રોજ અવસાન થયેલ છે. તે પ્રેમચંદભાઈ, સૌભાગ્યચંદભાઈ, ભનુભાઈ, રમેશભાઈ, મંગળાબેનના ભત્રીજા. વર્ષાબેનના પતિ. હર્ષિલ, અંકિતા, નિકીતાના પિતાશ્રી. હાર્દિકકુમાર, અંકિતકુમાર, કૃતિકાબેનના સસરા. રેખાબેન હસમુખરાય, ચારુબેન મનુભાઈ, જ્યોતિબેન રાજેન્દ્રકુમારના ભાઈ. શ્ર્વસુરપક્ષે પસવીવાળા હાલ મુંબઈ શાહ વલ્લભદાસ ભાણજીભાઈના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.

દશા શ્રીમાળી જૈન

ગારીયાધાર નિવાસી કનૈયાલાલ ઓધવજી ભગાણી (ઉં. વ. ૯૩) તે પ્રભાબેનના પતિ. તે અશોક, જીતેન્દ્ર, ઉમેશ, સ્વ. રાકેશ તથા કોકીલાબેન રૂપાણી, અલ્પાબેન દોશીના પિતાશ્રી. તે સંધ્યા, નિશા, જાગૃતિ, રીટાના સસરા. કેશવલાલ, સ્વ. નગીનભાઈ, સ્વ. મુક્તાબેન મહેતા, સ્વ. હસુમતીબેન ગોસલીયા, ચંદ્રિકાબેન શાહ, કુંકનબેન ગોસલીયાના મોટા ભાઈ. તો બાવચંદ દુર્લભજી ગોડાના જમાઈ ૧૯-૧-૨૧ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર સમય સજોગોના કારણે બંધ રાખેલ છે.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન

કાજાવદર નિવાસી હાલ મુલુંડ સ્વ. જગમોહનદાસ રૂગનાથ ધનજીભાઈ લાખાણીના ધર્મપત્ની જયાબેન, (ઉં. વ. ૮૧) તે સ્વ. બાવચંદભાઈ, સ્વ. ભુપતભાઈ, સ્વ. જીવરાજભાઈ, સ્વ. શાંતિભાઈ, સ્વ. વિમળાબેન કાંતિલાલ શાહ (તળાજા)ના ભાભી. પિયર પક્ષે ગીરધરલાલ નરશીદાસ શાહ (જસપરા)ના સુપુત્રી. સ્વ. મનસુખલાલ તથા સ્વ. કિશોરભાઈના બેન તા. ૧૬-૧-૨૧ના સ્વર્ગવાસ થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઝાલાવાડી વિશા શ્રીમાળી પૂ. જૈન

કરોલના સ્વ.શારદાબેન વ્રજલાલ વોરાના પુત્ર અશ્ર્વિનભાઈ (ઉં. વ. ૭૧) તે પ્રતિભાબેનના પતિ સીમા, આરતી, કાજલ તથા જુલીના પિતા, સ્વ. મુકેશ, બિપિન, હર્ષદા, અરુણા તથા રેખાના ભાઈ સ્વ. અમૃતલાલ નાગરદાસ સલોતના જમાઈ ૧૬-૧-૨૧ના રોજ અરિહંતશરણ પામ્યા છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન

શાહ રસીલાબેન કાન્તિલાલ પ્રેમચંદભાઈ દાઠાવાળાના સુપુત્ર ભૂપતભાઈ (ઉં. વ. ૬૮) તા. ૧૮/૧/૨૧ને સોમવારના ઘાટકોપર મુકામે અવસાન પામેલ છે તે તરૂણાબેનના પતિ. તે તેજસ, દૃષ્ટિ, મૈત્રીના પિતાશ્રી. તે ડોલીના સસરા. તે હર્ષદભાઈ, દિલીપભાઈ, મીનાબેન ચંદ્રકાંતભાઈ, સુરેખાબેન જવાહરભાઈ, હર્ષાબેન શૈલેશભાઈના ભાઈ. તે સ્વ. બાબુલાલ છગનલાલ શાહ (દાઠાવાળા)ના જમાઈ. (સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે.)

ઘોઘારી વિશાશ્રીમાળી જૈન

પાલીતાણા નિવાસી હાલ મુલુંડ, સ્વ. હીરાબેન વૃજલાલ પ્રેમચંદ મહેતાના પુત્ર જીતુભાઈ (ઉં. વ. ૬૩) તે સરલાબેનના પતિ. અંકીત અને ડીમ્પુના પિતાશ્રી. તે વિનોદભાઈ, ભદ્રેશભાઈ, દક્ષાબેન ચંદુલાલ શાહના ભાઈ. ભૂમિત રમેશકુમાર, રિકીતાના સસરા. શ્ર્વસુર પક્ષે ટાણાવાળા જશવંતરાય ચુનિલાલના જમાઈ તા. ૧૯-૦૧-૨૧ મંગળવારના અરિહંત શરણ પામેલ છે. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.) ઠે.: ૨૦૧, હિના એપાર્ટમેન્ટ, તાંબે નગર, મુલુંડ (વે).

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

ઉપલેટા નિવાસી હાલ મુંબઈ ઘાટકોપર સવીતાબેન હિંમતલાલ શેઠના પૂત્રવધૂ અ.સૌ. ચારુલતાબેન (ઉં. વ. ૮૦) તે ધીરજલાલ શેઠના ધર્મપત્ની. તે સ્વ. પરેશ, મયંક, જાગૃતી (ડોલી)ના માતૃશ્રી. તે સંગીતા, ઈલા, જયદીપભાઈના સાસુ. પિયર પક્ષે સ્વ. પ્રભાબેન પ્રાણજીવનદાસ મહેતાના સુપુત્રી તા. ૧૭.૧.૨૧ના રોજ અરીહંત શરણ પામેલ છે. (સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે.)

કચ્છી દશા ઓસવાલ જૈન

જીતેન્દ્રકુમાર માણેકજી મોતા ગામ કોઠારા હાલ ઘાટકોપર તા. ૧૮.૧.૨૧ના અરિહંત શરણ પામેલ છે. તે સ્વ. સિલકસુંદરી માણેકજી મોતાના પુત્ર. દિનાબેનના પતિ. ચી. શ્રદ્ધા તથા ચી. આકાંક્ષાના પિતા. કિરણ, સ્વ. અનીલ તથા વર્ષાના ભાઈ. ધનલક્ષ્મી ડુંગરશી ખોના (જખો)ના જમાઈ. (પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દશા શ્રીમાળી દેરાવાસી જૈન

મોરબી હાલ બોરીવલી સ્વ.રમાબેન કુંદનલાલ નગીનદાસ સંઘવીના પુત્ર વિજય (ઉં. વ. ૬૧) તે તા.૧૮-૧-૨૧ના અરિહંતશરણ પામ્યા છે. તે તુષાર, કેયુર, સ્વાતિબેન ઉદયભાઈ મહેતાના ભાઈ, સ્મિતાબેન, બેલાબેનના જેઠ દિશાંત, ચૈત્યના કાકા સ્વ. ચંદનબેન, ગં.સ્વ. સ્નેહલતાબેન શશીકાંત સંઘવી, ગં.સ્વ. તરુબેન શરદચંદ્ર સંઘવી તથા મંજુબેન વિનોદભાઈ પંડ્યાના ભત્રીજા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

પાટણ જૈન

શિરપુર નિવાસી, માણીયાતી પાડો, પાટણના સ્વ. વસંતબેન તથા સ્વ. કપૂરચંદ ખૂબચંદ જૈનના પુત્ર ડો. મહાસુખભાઇ (ઉં. વ. ૮૦), જેઓ માયાબેનના પતિ નમ્રતા ભાવિન કુમાર, નિકિતા લલિતકુમાર અને મનિષ ના પિતાશ્રી. શ્રિયા, અરવ, ઈશા અને અર્ષના દાદા - નાના હસુમતીબેન, પ્રવીણભાઈ, સુભાષભાઈ અને પંકજભાઈના ભાઈ. તરૂણાબેન, સ્વ. મીનાક્ષીબેન, પૂર્ણિમાબેન અને કલ્પનાબેનના જેઠ સ્વસુર પક્ષે સોલાપુર નિવાસી હિરાલાલ વીરચંદ વોરાના જમાઈ સોમવાર, તા. ૧૮-૧-૨૧ના કેલિફોર્નિયા - અમેરિકા મુકામે અવસાન પામેલ છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન

શિવેન્દ્રનગર હાલ મુલુંડ - રંજનબેન હિંમતલાલ લખાણી તે સ્વ. હિંમતલાલ જેઠાલાલ લખાણીના પત્ની. હિતેશ, અલ્પેશ, હેમલ, રૂપાબેન સંજય કુમાર તથા હીનાબેન નરેશકુમારના માતુશ્રી. તે ભારતી, પ્રતીક્ષા, ભદ્રિકાના સાસુ. સ્વ. શામજીભાઈ, સ્વ વેલચંદભાઈ, સ્વ. તલકચંદભાઈ, સ્વ. વિરચંદભાઈ, સ્વ. સમરતબેન સ્વ. જશીબેન, સ્વ. કાંતાબેનના ભાભી. સાવરકુંડલા નિવાસી જમનાદાસ ફુલચંદ મેહતાના દીકરી. સોમવાર તા. ૧૮-૧-૨૧ના અરિહંત શરણ થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. નિવાસસ્થાન: ૩૦૩/૪ મહાવીર અપાર્ટમેન્ટ સર્વોદય પાર્શ્ર્વનાથ નગર, મુલુંડ વેસ્ટ.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન

મેરીયાણા હાલ થાણા સ્વ. તલકચંદ રણછોડદાસ શાહના ધર્મપત્ની ગુલાબબેન (ઉં. વ. ૯૭) તા. ૧૮-૧-૨૧ના અરિહંતશરણ પામેલ છે. તે શરદભાઈ, જયસુખભાઈ, મનહરભાઈ, અનીલભાઈ, રંજનબેન જયંતીલાલ સંઘવીના માતુશ્રી, સ્વ. લીનાબેન, હંસાબેન, હીનાબેન, ભાવનાબેનના સાસુ. પિયરપક્ષે તારાચંદ મોહનલાલ દોશી, ભુવાવાળાના બેન. લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી વિશા ઓશવાળ જૈન

મકડાના માતુશ્રી દેવકાંબેન શામજી ગાલા (ઉં. વ. ૯૮) ૧૭-૧-૨૧ના અવસાન પામેલ છે. શામજી વરજાંગના ધર્મપત્ની. વાલબાઇ વરજાંગ ઓભાયાના પુત્રવધૂ. વલ્લભજી, મહેન્દ્ર, લક્ષ્મી, નિર્મળા, પ્રભાના માતુશ્રી. દેવપુર વાલબાઇ હીરજી ઉકાના સુપુત્રી. લાલજીભાઇ, મુરજીભાઇ, શેરડી મેગબાઇ હીરજી ખેતશી, નાથબાઇ કલ્યાણજી વેલજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. મહેન્દ્ર ગાલા: ૨૧૮ /૧૨, ચંદ્ર વિલા, આર. એ. કે. માર્ગ, વડાલા.

રાયણના અ.સૌ. રતનબેન જયંતિલાલ શાહ/ ગડા (ઉં. વ. ૭૪) તા. ૧૭-૧-૨૧ના અવસાન પામ્યા છે. લક્ષ્મીબેન વેલજી મોરારજીના પુત્રવધૂ. જયંતિલાલ (બાબા પેઢી)ના ધર્મપત્ની. અરવીંદ, પ્રતિભા, ગીતા, બીનાના માતુશ્રી. રાયણ ભાણબાઇ શામજી અરજણ સાવલાના સુપુત્રી. વિશનજી, મેઘજી, લક્ષ્મીચંદ, જયંતિ, કોડાય મઠાંબાઇ નાનજી, રાયણ લીલાવંતી કલ્યાણજી, ગોધરા ચંચળબેન રતીલાલ, મેરાઉ ધનવંતી રતીલાલના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. જે.વી. શાહ: ૫૩ / ૧૩૯૨, એમઆઈજી કોલોની (આદર્શ નગર) વીર નરીમન રોડ, વરલી, મું.૩૦.

કોડાય હાલે માંડવીના પોપટલાલ ભવાનજી શાહ (વીસરીયા) (ઉં. વ. ૯૪) ૧૮/૧-૨૧ના સંથારો સીજેલ છે. જવેરબેનના પતિ. મકાંબાઇ ભવાનજી લખમશીના પુત્ર. મીનલ નેમચંદ, વૈશાલી (વીટા) પ્રવિણ, ફેમીના પરેશના પિતા. ચુનીલાલ, પ્રેમજી, ના. ભાડીયા લીલાવંતી ભાણજીના ભાઇ. દેશલપુર કંઠી વેજબાઇ રામજી દેવશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી.

વાંઢ હાલે અમદાવાદના લક્ષ્મીચંદ ગાલા (ઉં. વ. ૭૦) ૧૮-૧-૨૧ના અવસાન પામેલ છે. સ્વ. ભાગઇબાઇ કાનજી દેવરાજના પુત્ર. મીનાબેન (મણી)ના પતિ. કવિન, રીટા, જીગરના પિતા. સ્વ. ભવાનજી, લખમશી, સ્વ. શામજી, નાનજી, સ્વ. વલભજી, કોડાય સ્વ. નાનબાઇ ઠાકરશી, પુનડી મણીબાઇ નાનજીના ભાઇ. મો. આસંબીયા સાકરબેન દામજી દેવજી સાવલાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી.

કોડાયના પ્રવીણા દેઢિયા (ઉં. વ. ૫૭) ૧૮-૧-૨૧ના અવસાન પામેલ છે. મનોજના ધર્મપત્ની. મેઘબાઇ મોરારજી દેવરાજના પુત્રવધૂ. પલ્લવી, રિકુના માતા. અતુલના મા તુલ્ય. તેજબાઇ ભાણજીના પુત્રી. બીદડા વસુમતી નરેશ, બેરાજા વાસંતી શરદ, કાંડાગરા જ્યોતિ જયેશ, ગેલડા કિરણ રાજેશના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. મનોજ દેઢિયા, ૩ નીલકંઠ મહાદેવ, ગોપાલ નગર-૨, ડોંબિવલી (ઇ.)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

4kaK42L
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com