| સ્વ. શામાબાઇ પુરૂષોત્તમ સુંદરજી જોશી કચ્છ નારાયણસરોવર હાલ તિલકનગર, મુંબઇના સુપુત્ર ભગવાનદાસ ( ઉં. વ. ૭૬) તે પં. પિતાંબર કલ્યાણજી જોશીના જમાઈ. કાન્તાબેનના પતિ. વિશાલ, સચીનના પિતા. અંજના, માણેકના સસરા. રાજેશ, વર્ષા, અમિત, સંતોષ, હિનાબેનના કાકા તા. ૧૮-૧-૨૧ સોમવારે રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કોળી પટેલ
ગામ સાલેજ હાલ મલાડના નિવાસી શશીકાંતભાઈ સોમાભાઈ પટેલનું અવસાન શુક્રવાર, તા. ૧૫-૧-૨૦૨૧ના રોજ થયેલ છે. તે સ્વ. ગોદાવરીબેન, સ્વ. સોમાભાઈના પુત્ર. સ્વ. લલિતાબેનના પતિ. તે મોસમી, વૈશાલી, રાહુલ, નિશિતાના પિતા. તે નિતીન, સુરેખાના સસરા. તે મહેન્દ્ર, સ્વ. સુરેશ, મંજુલા, પુષ્પા અને અલકાના મોટા ભાઈ. તે સુરેશ, વસંત, બચુભાઈ, રમાબેનના બનેવી. તેમનું બેસણું ગુરુવાર, ૨૧-૧-૨૦૨૧ના ૩ થી ૫ કલાકે અને પુષ્છપાણી મંગળવાર, તા. ૨૬-૧-૨૦૨૧ના રોજ ૩ થી ૫ ઘરે રાખેલ છે. ઠે. ૧૦૧, લિંક પ્લાઝા, ચિંચોલી બંદર, બાટા શોરૂમની સામે, લિંક રોડ, મલાડ (પ.), મુંબઈ-૬૪. (લૌકિક રિવાજ બંધ છે.)
મોઢ વણિક
સાવરકુંડલા હાલ કલ્યાણના અરવિંદભાઇ બાબુલાલ રાયચંદ દાણી (ઉં. વ. ૭૯) તા. ૧૭-૧-૨૧ના શ્રીજીચરણ પામેલ છે. તે દક્ષાબેનના પતિ. તે ચંદ્રકાંતભાઇ, યોગેશભાઇ, માલતીબેન નવિનકુમાર સ્વ. પ્રફુલ્લાબેન દિપકકુમાર, ભારતીબેન યતિનકુમારના મોટાભાઇ તથા તેજલબેન પરાગકુમાર, શિતલબેન મિનેશકુમાર, સોનિયાબેન જીગરકુમારના પિતાશ્રી. તે અમદાવાદ નિવાસી કાંતિલાલ ગીરધરલાલ મણીયારના જમાઇ. લૌકિક વ્યવહાર તથા સાદડી/પ્રાર્થનાસભા બંધ
રાખેલ છે.
કચ્છી લોહાણા
ગં. સ્વ. જયશ્રીબેન જમનાદાસ રાજદે ગામ મોટી વીરાણી હાલ મુલુંડ વાળાના સુપુત્ર પરેશભાઇ (ઉં. વ. ૫૫) તે સોનલના પતિ. તનુજ અને મનનના પિતાશ્રી. તે રક્ષા શેલૈષ ચોથાણી, ભાવના મનોજ કતીરા, મહેશના ભાઇ. સ્વ. ધનલક્ષ્મીબેન નરસિંહદાસ કોઠારી નાગપુર હાલ મુલુંડવાળાના જમાઇ સોમવાર, તા. ૧૮-૧-૨૧ના શ્રીરામચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ખંભાતી વિશા મોઢ અડાલજા વણિક
મુંબઇ નિવાસી સૌ. મિલન યતિન શાહ ( ઉં.વ.૫૮ ) તે યતિન પ્રદ્યુમ્ન શાહના ધર્મપત્ની. તે ગં. સ્વ. અનુમતીબેન તથા સ્વ. હરીભાઇ મણીલાલ શાહના પુત્રી. તે પ્રશાંત હરીભાઇ શાહના બહેન. તે ચિ. નિમિષા અને નિયતી તથા ઉદયના માતુશ્રી સોમવાર, તા. ૧૮-૧-૨૧ના સ્વર્ગવાસી પામ્યા છે. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ
રાખેલ છે.
કચ્છી લોહાણા
સૌ. શારદાબેન (ઉં. વ. ૬૭) ડૉ. જીતેન્દ્રભાઇ (કચ્છ રોહા હાલ મુલુંડ)ના ધર્મપત્ની તે સ્વ. દેવકાંબેન પ્રિતમલાલ ઠક્કરના પુત્રવધુ. સ્વ. ભાનુમતી મનુભાઇ ઠક્કરના પુત્રી. તે મમતા અશોક ઠક્કર, દિપા, મેહુલ ઠક્કર, યજ્ઞેશના માતુશ્રી તે વલ્લરીના સાસુ તા. ૧૭-૧-૨૧ના રવિવારના રામશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
મોઢ પોરેચા વણિક
પ્રવિણકુમાર મણીલાલ પારેખ (ઉં. વ. ૮૦)તે મૌનિકાબહેનના પતિ. મોનલ તથા સાહીલના પિતા. પ્રતિભાબહેન, જયંતભાઈ તથા નલિનીબહેન નરેન્દ્રભાઈના ભાઈ. મૃદુલાબહેન, રસીલાબહેન સનતભાઈ, તરુણાબહેન તથા ડૉ. હંસકુમારના બનેવી. સૌ. વિમલાબહેન તથા દીપલબહેનના નણદોઈ તા. ૧૮-૧-૨૧ના રોજ શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા
બંધ છે.
કચ્છી માહેશ્ર્વરી
મૂળ ગામ તેરા હાલ થાણા નિવાસી બિપિન માવજી શારડા (ઉં. વ. ૬૬) તે ભવાનજી ગોવિંદજી કરવા ભુજના જમાઈ તા. ૧૭-૧-૨૧ને, રવિવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. નર્મદાબહેન દામજી જોબનપુત્રા કચ્છ ગામ હરૂડી, હાજાપર હાલે મજગામ નિવાસીવાળાના સુપુત્ર રવીન્દ્રના ધર્મપત્ની મનોરમા તે તા. ૧૭-૧-૨૧ના રામશરણ થયેલ છે. તે અમિત તથા સમીરના માતુશ્રી. તે સરિતા તથા દિપાલીના સાસુ. તે સ્વ. હંસરાજ, સ્વ. કાનજી તથા મહેશના ભાભી. તે સ્વ. લીલાબેન પુરુષોત્તમ ધીરાવાણી કચ્છ ગામ મઉ મોટી હાલે નેરલવાળાની સુપત્રી. રહેઠાણ: રવિન્દ્ર દામજી જોબનપાત્રા, શ્રી કચ્છી લોહાણા નિવાસગૃહ, રૂમ નં. ૧૦, શિવજી રાઘવજી બિલ્ડિંગ, મઝગામ, મુંબઈ-૧૦. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
કચ્છી લોહાણા
કચ્છ ખેડોઈવાલા હાલે મુંબઈ. ગં. સ્વ. સરસ્વતીબેન, સ્વ. છગનલાલ લક્ષ્મીદાસ જોબનપુત્રા (ઠક્કર)ના પુત્ર જયદીપ અને રશ્મિની પુત્રી વિનીશા (ઉં. વ. ૨૭)નું અવસાન તા. ૧૭-૧-૨૧ના થયેલ છે. તે હેમંત તારખેડકરના પત્ની. તે અંજલી અને અનિલભાઈની વહુ. કેતકી અને વિદ્યાસાગરની ભાભી. જયેશ, જયશ્રી નરેન્દ્રકુમાર કવિતા સંજયકુમારની ભત્રીજી. પ્રાર્થનાસભા રાખેલ નથી તથા લૌકિક વ્યવહાર બંધ છે.
નવગામ ભાટીયા
ટંકારા નિવાસી હાલ પાલઘર દેવેન્દ્ર વિઠ્ઠલદાસ વેદના પત્ની મીના (ઉં. વ. ૬૦) તે ભાવીકા કૃનાલ ગાજરીયાના માતુશ્રી. તે અમરેલીવાલા સ્વ. ચંદાબેન મનસુખલાલ આશરના દીકરી. તે નવનીત, કુસુમબેન, સ્વ. હંસાબેન, જયાબેન, કોકીલાબેન, સ્વ. ભારતીના બંધુપત્ની. તે નિલેશ, કીર્તિ, નીતા, બીના, દીનાના બહેન તા. ૧૮-૧-૨૧ સોમવારના શ્રીજી ચરણ પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
માહ્યાવંશી સમાજ
મુંબઈ માધવ રાજપૂત તા. ૧૬-૧-૨૧ દેવલોક પામ્યા છે. અશ્ર્વિન, અર્પણ, અવિનાશના બાપુજી. નિવાસસ્થાન લોયડસ એસ્ટેટ, સી વિન્ગ - ૩૧૦૩ દોસ્તી અક્રેટ્સ ના પાછળ, વિદ્યાલંકાર માર્ગ, વડાલા (પૂર્વ), મુંબઈ ૪૦૦૦૦૩.
ભાર્ગવ બ્રાહ્મણ
મુંબઈ નિવાસી હાલ (ચેમ્બુર) ચિ. ચિરાગ સુરેશ પુરોહિત (ઉં. વ. ૪૦) તે સુરેશ મનહરલાલ પુરોહિત અને કલ્પના સુરેશ પુરોહિતના મોટા સુપુત્ર શિવાંગના મોટા ભાઈ, હિરલના જેઠ. સ્વર્ગવાસી લતાબેન વિજય ભાઈ અકિકવાલા, પંકજ અને મીના પુરોહિતના મોટા ભત્રીજા ૧૬-૧-૨૧ના દેવલોક પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ચિંચણ તારાપુર ઘોઘારી દશા પોરવાડ વૈષ્ણવ વણિક
ચંદ્રિકાબેન જયેશભાઇ પારેખ (ઉં. વ. ૬૨) તે અસુમતીબેન લક્ષ્મીદાસ શેઠના પુત્રી સ્વ. ચતુરબેન વ્રજલાલ પારેખ ના પુત્રવધૂ અંજુબેન, રક્ષાબેન, ચિત્તરંજનભાઈ, રોહિણીબેનના ભાભી. ઉર્મિલાબેન, રેણુકાબેન, દિપીકાબેન, દીનાબેન, જાગૃતિબેન, વિપરેશભાઈ તથા રાકેશભાઈના બહેન. હિમાંશુ જયેશ પારેખ તથા નેહા નૈતિક સંઘરાજકાના માતુશ્રી ૧૭-૧-૨૧ના શ્રીજીશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
મહુવાવાળા હાલ વિલેપાર્લા સ્વ. સરસ્વતીબેન ભગવાનદાસ ઓધવજી ગાંધીના પુત્રવધૂ. તથા રાજુલાવાળા સ્વ. ગીરીજાબેન અમૃતલાલ જગદીશ પારેખના સુપુત્રી. તે નરેન્દ્રભાઈ ભગવાનદાસ ગાંધીના ધર્મપત્ની. તે જ્યોતિબેન, (ઉં. વ. ૭૪) તા. ૧૯-૧-૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે કેતન, પારૂલ તથા સમીરના માતુશ્રી. તે હીરલ, અમી, તથા સમીર પ્રવીણભાઈના સાસુ. તે સ્વ. જયાબેન નટવરલાલ, સ્વ. પ્રફુલાબેન લલીતકુમાર મહેતા તથા અ. સૌ. રેણુકાબેન પ્રવિણકુમારના ભાભી. પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી ભાટિયા
મુન્દ્રા હાલ બોરીવલી સ્વ. રતનબેન રતનસિંહ બજરિયા ના પુત્ર વિજયસિંહ (ઉં. વ. ૮૦) તે સ્વ. સુશીલાબેનના પતિ મનીષા સંજય ઉદેશી, મમતા દિપક તથા પ્રશાંત ના પિતા, વિભૂતિના સસરા, કુણાલ, નિશાંત, ઓમી, વેદાંત, નિલયના દાદા. તા.૧૮-૧-૨૧ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
મોઢ વણિક
હળવદ હાલ કાંદિવલી સ્વ. ગીરીશકુમાર ચંદુલાલ પારેખ (ઉં. વ. ૬૩) તે અંજની પારેખ ના પતિ તા.૧૭-૧-૨૧ના શ્રીજીશરણ પામ્યા છે. તે વીણા, ધર્મેન્દ્ર, અજયના મોટાભાઈ કમલ પરીખ તથા કાલિન્દી પારેખના બનેવી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
અમરેલીવાળા હાલ પાર્લા, અ.સૌ. શારદાબેન બાલકૃષ્ણ નારણદાસ શેઠના પુત્ર. દિપકભાઈ શેઠ, (ઉં. વ. ૬૩) સ્વ. દમયંતીના પતિ. મેઘાના પિતાશ્રી, યોગેશ, દિનેશ, વિનયના મોટા ભાઈ. હેમા, ભારતી, જયશ્રીના જેઠ, રમણીકલાલ ત્રિભોવનદાસ સંઘવીના જમાઈ. સ્વ. તુલસીદાસ ચુનીલાલ સંઘવીના ભાણેજ, તા. ૧૬-૧-૨૧ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
|