20-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
અજમલગઢ: પારસીઓના ઈતિહાસનો મહત્ત્વનો પડાવ...
પંદરમી સદીમાં પારસીઓના પવિત્ર અગ્નિ આતશ બહેરામન્ો અજમલગઢ ડુંગર પર રાખવામાં આવ્યો હોવાના ઐતિહાસિક અન્ો પુરાતાત્ત્વિક પ્રમાણ ઉપલબ્ધ છે

આતશ સ્મારકની વિશેષતાઓ... ઘોડમાળ ગામની તળેટીમાંથી અજમલગઢ પર આવેલું આ આતશ સ્મારક જોઈ શકાય છે. ખાસ પ્રકારના પથ્થરમાંથી બનાવવામાં આવેલું ૨૫ ફૂટ ઊંચું આ સ્મારક નીચેથી પહોળું અન્ો ઉપરથી સાંકડું છે. એની ટોચ પર અખંડ આતશ બહેરામ કંડારવામાં આવ્યો છે. આ સ્તંભ પર પારસીઓનાં ધર્મચિહ્નો તથા એમનાં પરંપરાગત શસ્ત્રો પણ આકર્ષક રીત્ો કંડારવામાં આવ્યાં છે. એના પર વાંસદાના પારસી અંજુમન દ્વારા એક તકતી મૂકવામાં આવી છે. જેમાં આ સ્મારક વિશેની ટૂંકી વિગત છે.પ્રાસંગિક - વૈશાલી વકીલપારસી કોમનું નામ આવતાંની સાથે જ સંસ્કારી અન્ો શાંત પ્રજાનો નિર્દોષ ચહેરો આપણી નજર સામે તરવરી ઊઠે. તમે દરેક કમ્યુનિટીના લોકોન્ો વત્તેઓછે અંશે લડતા-ઝગડતા જોયા હશે, પરંતુ પારસીઓ એમાંથી બાકાત છે. પારસીઓ હંમેશા શાંતિ અન્ો સહચારમાં માન્ો છે. જોકે દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસીઓની વસતી આજે ખૂબ મર્યાદિત થઈ ગઈ છે. જે સામાજિક ચિંતાનો વિષય છે.

આવા મળતાવડા પારસીઓનું નવું વર્ષ એટલે પત્ોતી. પત્ોતીના દિવસ્ો પારસીઓ અગિયારીમાં જઈન્ો પોતાના ભગવાન અશો જરથુસ્ટ્રનું ધ્યાન ધરે છે અન્ો એમની પરંપરાગત રીત્ો પ્ાૂજા કરીન્ો પરસ્પરન્ો પત્ોતીની શુભકામનાઓ પાઠવે છે. પારસીઓનો મુખ્ય તહેવાર પત્ોતી નજીક છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં આવેલા એમના એક ધર્મસ્થળની વાત કરવી સમયોચિત રહેશે.

પારસીઓના ધર્મનું પ્રતીક એટલે એમનો પવિત્ર અગ્નિ આતશ બહેરામ. પરધર્મીઓના આક્રમણથી પોતાના ધર્મન્ો બચાવવા માટે પારસીઓનું એક જૂથ ઈરાનથી પોતાનો પવિત્ર અગ્નિ આતશ બહેરામ લઈન્ો સંજાણ બંદરે આવ્યું. ત્ોઓના સંજાણ આગમનના દિવસન્ો દર વર્ષે ૧૯ નવેમ્બરના રોજ ‘સંજાણ દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે. જોકે આપણે અહીં સંજાણની નહીં અજમલગઢની વાત કરવાની છે.

નવસારી જિલ્લામાં વાંસદા ધરમપુર રોડ પર વાંસદા ચાર રસ્તાથી ૨૦ કિમીના અંતરે એક પર્વત આવેલો છે. બહુ ઓછા લોકો જાણે છે કે અજમલગઢ નામથી જાણીતો આ પર્વત પારસીઓ માટે ધાર્મિક મહત્ત્વ ધરાવતું અન્ોરું સ્થળ છે. આ પર્વત સમુદ્રની સપાટીથી ૧૨૦૦ ફૂટની ઊંચાઈ પર આવેલો છે. આ ઊંચાઈ પરથી ખૂબ રળિયામણું પ્રાકૃતિક દૃશ્ય જોવા મળે છે. અહીં આવનારા પ્રવાસીઓ અજમલગઢ પર્વત પરથી પ્રકૃતિના સૌંદર્યન્ો જોઈન્ો મંત્રમુગ્ધ થઈ જાય છે. આ સ્થળની મુલાકાત લીધા બાદ જ આપણે સમજી શકીએ કે પારસીઓએ આટલે દૂર આટલી ઊંચી જગ્યા પર શા માટે પોતાનો પવિત્ર આતશ બહેરામ રાખ્યો હશે!

પારસીઓના પવિત્ર આતશનું કાયમી સરનામું આજે ભલે સંજાણ નજીકનું ઉદ્વાડા હોય પરંતુ ત્ો સમયે ભારતમાં વસતી વિદેશી પ્રજાના આક્રમણ સામે પણ પારસીઓએ રક્ષણ મેળવવાનું હતું અન્ો એથી જ ત્ોઓએ પોતાના પવિત્ર અગ્નિની રક્ષા માટે ત્ો સમયના વાંસદાના રાજવી કીર્તિદેવસિંહની અનુમતિથી વાંસદા રાજ્યના ઘોડમાળ ગામે અજમલગઢ પર્વત પર આશ્રય લીધો. એ પંદરમી સદીનો સમયગાળો હોવાના ઐતિહાસિક પુરાવા ઉપલબ્ધ છે.

નવસારી જિલ્લાના વાંસદા ધરમપુર રોડ પર વાંસદા ચાર રસ્તાથી ૨૦ કિમીના અંતરે કાવડેજ ગામ આવે છે. અહીંથી ઘોડમાળ ગામે જવાનો એક ફાંટો પડે છે. ત્યાંથી ત્રણ કિમી અંદર જતાં અજમલગઢ આવે છે.

પારસીઓએ આ સુંદર સ્થળ પર પોતાના આતશ બહેરામન્ો બધા આક્રમણકારીઓથી બચાવીન્ો રાખ્યો હતો. ઈ.સ. ૧૪૦૫થી ઈ.સ. ૧૪૧૮ એમ કુલ ૧૪ વર્ષ સુધી પારસીઓએ અન્ોક મુશ્કેલીઓ વેઠીન્ો અજમલગઢ પર્વત પર આતશ રાખ્યાના પુરાવા છે. જેનો ઉલ્લેખ ‘કિસ્સા-એ-સંજાણ’ નામના પુસ્તકમાં પણ જોવા મળે છે.

એરવદ જમશેદ ઉનવાલા અન્ો મિસ ગઝદરે પારસીઓના ઈતિહાસ અંગ્ો ઘણું સંશોધનકાર્ય કર્યું છે પરંતુ પારસીઓના ઈતિહાસ પર પીએચ.ડી. કરનાર ડો. રોક્સાના ઈરાનીએ વર્ષ ૧૯૯૪-૯૫માં અજમલગઢ આવીન્ો નોંધપાત્ર પુરાતત્ત્વ સંશોધન કર્યું હતું. એમની ટીમના ડો. ચેતન સાલી, ડો. પ્રદીપ મોહંતી અન્ો બલરામ ત્રિપાઠી સાથે મળીન્ો અજમલગઢ પર સતત એક અઠવાડિયા સુધી ખોદકામ કરીન્ો પારસીઓના પવિત્ર આતશન્ો અહીં રાખ્યો હોવાના પુરાતત્ત્વલક્ષી પુરાવા એકઠા કર્યા હતા અન્ો એના વિશે એક સંશોધન લેખ ત્ૌયાર કર્યો હતો.

જેમાં એમણે દર્શાવ્યું છે કે પારસીઓ જે જગ્યાએ આતશ રાખતા એના અન્ો એની ધાર્મિક વિધિ માટે જે પાણી વાપરતા એ પાણીના ટાંકાઓના બાંધકામના પણ પુરાવા મળ્યા છે. વળી પોટરીની ચીજોના અવશેષ પણ મળી આવ્યા છે. આતશન્ો સતત ચોવીસ કલાક પ્રજ્વલિત રાખવા માટે એક સ્ોવક રાખતા હોવાના ડો. રોક્સાનાની ટીમન્ો પુરાવા મળ્યા હતા. વાંસદાના હાલના મહારાજા દિગ્વિરેન્દ્રસિંહે પણ આ વાતનું સમર્થન આપ્યું છે.

ગ્ોરીલા પદ્ધતિથી દુશ્મનો પર વાર કરવા માટે જાણીતા છત્રપતિ શિવાજીએ પણ ૧૬મી સદીમાં અજમલગઢ પર પોતાનું થાણું બનાવ્યું હોવાના પુરાવા છે. એમણે અહીં કિલ્લાની રાંગ જેવું બાંધકામ કર્યા હોવાના અવશેષ આજે પણ અહીં ઉપલબ્ધ છે. વાંસદા રાજ્યના ઈતિહાસમાં એવો ઉલ્લેખ છે કે વાંસદાના રાજા શિવાજીના મિત્ર હતા. જ્યારે વાંસદાના ૩૪મા રાજા મહારાજા ઈન્દ્રસિંહના મિત્ર એવા ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ કવિ શ્રી ન્હાનાલાલે પણ પોતાની કવિતામાં અજમલગઢનો ઉલ્લેખ કર્યો છે. એમણે લખ્યું છે કે : ‘વાંસદાનાં વનોમાં પારસીઓ ભમ્યા છે, હુંયે ભમ્યો છું. ડુંગરડે આતશ બહેરામ ચડ્યા છે, હુંયે ચડ્યો છું.

અજમલગઢ એક એવો પર્વત છે જે પારસીઓ, શિવાજી મહારાજ, વાંસદાના મહારાજા, કવિ ન્હાનાલાલ એમ ઘણી ઉમદા વ્યક્તિઓ સાથે સંકળાયેલો છે.

અજમલગઢ ઉપર પારસીઓના આતશના સ્મારકની સ્થાપના કરવા માટે વાંસદાની પારસી જરથોસ્તી અંજુમન્ો ઘણા વર્ષો સુધી મહેનત કરી છે. આ વિશે જાણકારી આપતાં પારસી જરથોસ્તી અંજુમનના સ્ોક્રેટરી અન્ો વાંસદાના પારસી અગ્રણી દરાયેસ મિરઝા કહે છે કે અજમલગઢ પર આતશનો સ્મારક સ્તંભ બનાવવા માટે સરેરાશ એક દાયકા સુધી પારસી અગ્રણીઓએ ભારે જહેમત ઉઠાવી છે.

આતશ સ્મારક આબ્ોહૂબ બન્ો એ માટે વાંસદાના પારસી અગ્રણીઓએ મુંબઈના આર્કિટેક્ટ બી. પી. સચીનવાલા પાસ્ો એની ડિઝાઈન ત્ૌયાર કરાવી હતી. ૨૫ ફૂટ ઊંચાઈવાળો સ્તંભ બનાવવા માટે એ સમયે અંદાજે ૧૧ લાખ રૂપિયાનો ખર્ચ થાય એમ હતું. વાંસદાની પારસી અંજુમન પાસ્ો એટલી મોટી રકમ નહોતી. આથી મુંબઈના પારસી ટ્રસ્ટે આ ખર્ચ ઉઠાવવાની બાંયધરી આપી. આતશ સ્તંભ માટે નાણાંની જોગવાઈ તો થઈ ગઈ પરંતુ પર્વત પર બાંધકામ કરવા માટે વનવિભાગની પરવાનગી મેળવવામાં ઘણી અડચણો આવી અન્ો ઘણો સમયગાળો વીતી ગયો. આખરે વનવિભાગ્ો પરવાનગી આપી અન્ો મુંબઈ ટ્રસ્ટના આર્થિક સહયોગથી વર્ષ ૨૦૦૯માં આ સ્તંભ બન્યો. એ માટે સરકાર તરફથી પણ પાંચ લાખ રૂપિયાની સહાય મળી છે. આજે આ સ્મૃતિસ્તંભ તો બની ગયો છે પરંતુ હજુ બહુ ઓછા લોકો એનાથી પરિચિત છે.

દરાયેસ મિરઝા કહે છે કે પારસીઓની નવી પ્ોઢી આ પવિત્ર અને ઐતિહાસિક સ્થળનું મહત્ત્વ સમજે એ જરૂરી છે. આ જગ્યાના પ્રાકૃતિક સૌંદર્યન્ો ધ્યાનમાં રાખીન્ો રાજ્ય સરકારે એન્ો ઈકો ટૂરિઝમ સ્પોટ તરીકે વિકસાવવાની ઘોષણા કરી છે પરંતુ આ સ્થળની જોઈએ એવી જાળવણી થતી નથી. વળી અહીં આવનારા પ્રવાસીઓ ગંદકી ફેલાવે છે. એટલું જ નહીં, કેટલાક પ્રવાસીઓ તો અહીં તકતીઓ પર મન ફાવે એવું લખાણ લખે છે. જેન્ો કારણે આ સ્થળની ગરિમાન્ો ઠેસ પહોંચે છે.

અજમલગઢની વિકાસયાત્રામાં કાવડેજ ગામના અગ્રણી સ્વ. જાનુભાઈ ભોયા અન્ો એમના મિત્ર સ્વ. દેવલુભાઈનું યોગદાન નોંધપાત્ર રહૃાું છે. એમણે પીપલખેડ, ઉમરકૂઈ અન્ો ઘોડમાળના ગ્રામજનોના સહકારથી પર્વત પર જવાનો રસ્તો બનાવ્યો હતો. અજમલગઢ પર મંદિરનિર્માણ માટે એમણે નાગ્ોશ્ર્વર જનસ્ોવા ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. આજે અજમલગઢ પર્વત પર આતશ સ્મારક ઉપરાંત, નાગ્ોશ્ર્વર મહાદેવનું મંદિર ત્ોમ જ રામસીતા અન્ો હનુમાનજીનું મંદિર પણ આવેલાં છે. પારસીઓના તહેવારો ઉપરાંત હિન્દુ તહેવારો જેવા કે શિવરાત્રિ અન્ો રામનવમી પર અહીં મોટી સંખ્યામાં ભક્તો આવે છે. આમ અજમલગઢ ઉપર સર્વ ધર્મ સમભાવની પરિભાષા ફલિત થતી હોય એવું દૃશ્ય જોવા મળે છે.આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

x30320
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com