22-September-2017

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
 
આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ)
તમારા પૂરા દિવસનું આયોજન બનાવો. બપોરથી યોગ્ય દિશામાં કરેલી મહેનતથી ધાર્યા ઓર્ડરો ને ધનલાભ થાય.

વૃષભ (બ.વ.ઉ)
તમારી મનોેસ્થિતિ બરાબર ન હોવાથી આળસ વર્તાય. બપોરથી વિરોધીઓને કારણે બુદ્ધિથી દરેક કાર્યનો નિકાલ કરો.

મિથુન (ક.છ.ઘ)
તમારે તબિયતનું ધ્યાન રાખવું પડે. નાજુક હોઇ બપોરથી વર્તુળમાં અનબન થાય. ખોટી દલીલો કરો. અપયશ પ્રાપ્ત થાય.

કર્ક (ડ.હ)
તમે રચનાત્મક કાર્ય પર વધારે ધ્યાન આપો. બપોરથી પારિવારિક જવાબદારીને કારણે તકલીફમાં મુકાઇ જાવ. સંભાળવું.

સિંહ (મ.ટ)
તમારું મનોબળ નબળું બને. બપોરથી કાર્યક્ષેત્રે પ્રગતિ થાય તેવા ઓર્ડરો પ્રાપ્ત થાય. નફામાં વધારો રહે. યશ મળે.

કન્યા (પ.ઠ.ણ)
તમારી અનુકૂળતા પ્રમાણે દરેક કાર્ય પૂરા થાય. બપોરથી કાર્યક્ષેત્રે અવ્યવસ્થાને કારણે બિનજરૂરી ખર્ચ થતાં ચિંતા રહે.

તુલા (ર.ત)
તમારી સ્થિતિ ડામાડોળ હોઇ બપોરથી કાર્યક્ષેત્રે વ્યવસ્થીતતા જાળવો. ને એક પછી એક કાર્ય પૂરા કરો.

વૃશ્ચિક (ન.ય)
તમારા કાર્યક્ષેત્રે પ્લાનિંગ બનાવો. બપોરથી સંજોગો અનુસાર તમારે વર્તન કરવું પડે, અપયશ મળે.

ધન (ભ.ધ.ફ.ઢ)
તમે આત્મવિશ્ર્વાસથી ભરપુર હોઇ બપોરથી આવકનાં નવા સાધનો ઊભા થાય. આર્થિક સ્રોત વધે.

મકર (ખ.જ)
તમારા પર કાર્યનો ભાર યથાવત જ હોય બપોરથી પરિસ્થિતિ સુધરે સાથે વિકાસ ને વિસ્તાર સંભવતા માનપાન વધે.

કુંભ (ગ.શ.ષ)
તમારા કાર્યક્ષેત્રે તનતોડ નહેનત કરો. બપોરથી પરિણામ ન મળતા નાસીપાસ થાવ ને સ્વાસ્થ્ય બગડે.

મીન (દ.ચ.ઝ.થ)
તમારું ધાર્યું કરવાની ઘણી કોશિશ કરો. બપોરથી પરિસ્થિતિ પલટો ખાતા દરેક પાસા ઊંધા પડે. હેરાન થાવ. ॥ શુભમ્ ભવતુ ॥ - રાજેન મહેતા
 
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com