18-January-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
 
આજનું પંચાંગ
આજનું પંચાંગ પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ, સૌર શિશિરઋતુ) શનિવાર, તા. ૧૮-૦૧-૨૦૨૦, સિદ્ધ્યોગ અને સ્થિરયોગમાં હનુમાનજી અને વાયુદેવતાની પૂજાનો ઉત્તમ યોગ ભારતીય દિનાંક ૨૬, માહે પૌષ, શકે ૧૯૪૧ ) વિક્રમ સંવત ૨૦૭૬, શા. શકે ૧૯૪૧, પૌષ વદ-૯ ) જૈન વીર સંવત ૨૫૪૬, માહે પૌષ, તિથિ વદ-૯ ) પારસી શહેનશાહી રોજ પમો સ્પેન્દાર્મદ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૮૯ ) પારસી કદમી રોજ પમો સ્પેન્દાર્મદ, માહે ૭મો મેહેર, સને ૧૩૮૯ ) પારસી ફસલી રોજ, ૪થો શહેરેવર, માહે ૧૧મો બેહમન, સને ૧૩૮૮ ) મુસ્લિમ રોજ ૨૨મો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૧ ) મીસરી રોજ ૨૪મો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૧ ) નક્ષત્ર: સ્વાતિ મધ્યરાત્રે ક. ૨૪-૧૫ સુધી, પછી વિશાખા, ચંદ્ર તુલામાં ) ચંદ્ર રાશિ નામાક્ષર: તુલા(૨,ત) ) સૂર્યોદય : મુંબઈ ક. ૦૭ મિ. ૧૬, અમદાવાદ ક. ૦૭ મિ. ૨૩ સ્ટા. ટા. ) સૂર્યાસ્ત : મુંબઈ ક. ૧૮ મિ. ૨૧, અમદાવાદ ક. ૧૮ મિ. ૧૭ સ્ટા. ટા. ) -:મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :ઽ ભરતી : સાંજેે ક. ૧૮-૪૪ , મધ્યરાત્રિ પછી ક.૦૬-૨૫ (તા.૧૯મી). ) ઓટ: બપોરેે ક. ૧૨-૧૯ , મધ્યરાત્રે ક. ૦૦-૩૬ ) વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૬, ‘વિરોધકૃત’ નામ સંવત્સર, શાલિવાહન શક ૧૯૪૧,‘ વિકારી’ નામ સંવત્સર. પૌષ કૃષ્ણ-નવમી. સિદ્ધિયોગ અને સ્થિરયોગ. શુુભાશુભ દિન શુદ્ધિ: સામાન્ય દિવસ. મુહૂર્ત વિશેષ: આજરોજ રિક્તાતિથિ છતાંય લગ્ન મુહૂર્ત ગ્રાહ્ય હોઈ દિન શુદ્ધિમાં શુભ કાર્યો વર્જ્ય છે તેમ ન દર્શાવતા સામાન્ય દિવસ દર્શાવેલ છે. દુર્ગા, સરસ્વતી પૂજા, પૂર્વનો પ્રવાસ વાવડિંગ ખાઇ પ્રારંભવો, સત્યનારા્યણદેવ પૂજા, વિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર-પાઠ વાંચન, તુલસી પૂજા, પુરુષસુક્ત-શ્રી સુક્ત અભિષેક,સપ્તસતી પાઠ-હવન, વિશેષ રૂપે રાહુ ગ્રહ દેવતા,વાયુ દેવતાનું પૂજન, લગ્ન મુહૂર્ત નિમિત્તે નવા વસ્ત્ર- આભૂષણ પહેરવા, મહેંદી લગાવવી, માલની લેવડ-દેવડ, રત્ન ધારણ,બી વાવવું.દુકાન-વેપાર, રત્ન ધારણ, નિત્ય થતાં ખેતીવાડીનાં કામકાજ, પશુ લે-વેચનાં કામકાજ, બેંક, બજાર, મોલ, ધંધાવેપારની વાટાઘાટો, કોમ્પ્યુટર સોફ્ટવેર, હાર્ડવેરનાં કામકાજ,વૃક્ષ વાવવું, ઉપવાટિકા બનાવવી .જે જાતકની જન્મકુંડળીમાં ચંદ્રથી રાહુનાં અશુભ ્યોગો હોય તેમણે રાહુ ગ્રહ દેવતાનાં મંત્રજાપ, બ્રાહ્મણ દ્વારા રાહુની પૂજા, દશાંશ હવન, માર્જન તર્પણ, રાહુનું દાન અપવું. હનુમાન ચાલીસાનાં પાઠ, સુંદરકાંડનાં પાઠ કરવાં. શિક્ષણનાં કામકાજ, સામાજિક કાર્યો, જનસમુદાયની સાથે મેળાપ કરવો, જૂનાં નાણાંનાં, આર્થિક વ્યવહાર પૂરા કરવાં, કળાં અને વિજ્ઞાનને લગતી પ્રવૃત્તિઓ. આજે ક્રોધ, ક્લેશ, કંકાશ કરવા નહીં,મિત્રો, સ્વજનો, પાડોશીઓ સાથે હળીમળીને રહેવું, મનને શાંત રાખવું, એકાંતમા ધ્યાન, ઇષ્ટ દેવતાનાં મંત્ર-અનુષ્ઠાન. ) આચમન: ચંદ્ર-શુક્ર ત્રિકોણ ચોખલિયો સ્વભાવ, ચંદ્ર-રાહુ ત્રિકોણ ભાઈઓ સાથેના આર્થિક વ્યવહારમાં સંભાળવું, બુધ-હર્ષલ ચતુષ્કોણ કટાક્ષપ્રિય, ચંદ્ર-નેપ્ચ્યૂન ત્રિકોણ અસંયમિત જીવન વ્યવહાર.) ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શુક્ર ત્રિકોણ, ચંદ્ર-રાહુ ત્રિકોણ, બુધ-હર્ષલ ચતુષ્કોણ, ચંદ્ર-નેપ્ચ્યૂન ત્રિકોણ (તા. ૧૯). મંગળ જયેષ્ઠાના તારા સાથે યુતિ કરે છે. વદ નવમીનો ચંદ્રોદય : મધ્યરાત્રિ પછી ક.૦૧-૫૮(તા. ૧૯), વદ નવમીનો ચંદ્રાસ્ત : બપોરે ક.૧૩-૦૬ ) ગ્રહ ગોચર: સૂર્ય-મકર મંગળ-વૃશ્ર્ચિક, બુધ-મકર ગુરુ-ધનુ, શુક્ર-કુંભ, શનિ-ધનુ, રાહુ-મિથુન, કેતુ-ધનુ, વક્રી હર્ષલ-મેષ, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધનુ.
 
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com