Homeઆમચી મુંબઈશ્રદ્ધાની હત્યા પાછળ ‘મોટું કાવતરું’ હોવાની મિત્રોને શંકા

શ્રદ્ધાની હત્યા પાછળ ‘મોટું કાવતરું’ હોવાની મિત્રોને શંકા

લિવ-ઇન-પાર્ટનરથી તેના જીવને જોખમ હતું: મિત્રનો દાવો

મુંબઈ: દિલ્હીમાં આફતાબ પૂનાવાલાએ જેની હત્યા કરી હતી એ શ્રદ્ધાના મિત્રોને આ હત્યા પાછળ ‘મોટું કાવતરું’ હોવાની શંકા છે. અન્ય એક મિત્રે જણાવ્યું હતું કે શ્રદ્ધાએ એક વાર કૉલ કરીને કહ્યું હતું કે આફતાબ તેની હત્યા કરી શકે છે.
વસઇની માણિકપુર પોલીસ અનુસાર શ્રદ્ધા માસ મીડિયામાં ગ્રેજ્યુએટ હતી. તે મલાડના કોલ સેન્ટરમાં કામ કરતી હતી અને ૨૦૧૯માં ડેટિંગ ઍપ બબલ થકી આફતાબને મળી હતી. શ્રદ્ધાનો સંપર્ક થતો ન હોવાથી તેના પરિવારને સતર્ક કરનાર એક મિત્રે દાવો કર્યો હતો કે શ્રદ્ધા વસઇમાં રહેતી હતી ત્યારે તેણે એક વાર મને મેસેજ કર્યો હતો અને જણાવ્યું હતું કે મને તારી જોડે લઇ જા અન્યથા આફતાબ મને મારી નાખશે.
બાદમાં અમુક મિત્રો શ્રદ્ધાને મળવા ગયા હતા અને આફતાબને ચેતવણી પણ આપી હતી. એ સમયે અમે પોલીસમાં આફતાબ વિરુદ્ધ ફરિયાદ કરવાના હતા, પણ અમને શ્રદ્ધાએ રોકી દીધા હતા, એમ જણાવી મિત્રએ ઉમેર્યું હતું કે જુલાઇમાં શ્રદ્ધાના મોબાઇલ ફોન પર ટેક્સ્ટ મેસેજમાં વાર્તાલાપ કર્યો હતો, પણ ઓગસ્ટમાં તેનો સંપર્ક ન થતાં મને ચિંતા થવા લાગી હતી.
શ્રદ્ધા મારા મેસેજનો રિપ્લાય આફતી નહોતી અને તેનો નંબર પણ સતત સ્વિચઓફ આવતો હતો. બાદમાં અમારા ફ્રેન્ડ સર્કલમાં પૂછપરછ કરી હતી, પણ કોઇ માહિતી ન મળતાં શ્રદ્ધાના ભાઇને પોતાનો સંપર્ક સાધવાનું કહેવામાં આવ્યું હતું.
અન્ય એક નિકટવર્તી મિત્રએ કહ્યું હતું કે પોલીસે આફતાબની વિગતો, તેની પાર્શ્ર્વભૂ કઢાવવી જોઇએ, કારણ કે આ મોટું કાવતરું હોઇ શકે છે. શ્રદ્ધા જર્નલિસ્ટ બનવા માગતી હતી. તેણે માસ મીડિયામાં ગ્રેજ્યુએટ કર્યું હતું અને તે રંગમંચ પણ કરતી હતી.
૨૦૧૮માં શ્રદ્ધાના વર્તનમાં અમને થોડો ફેરફાર જણાયો હતો. આ સારો સંકેત નહોતો. મને લાગે છે કે આફતાબ તે જ સમયે તેના જીવનમાં આવ્યો હતો. ૨૦૧૯માં આફતા સાથે તેના પ્રેમસંબંધની અમને જાણ થઇ હતી. એ સમયે આફતાબ સીધોસાદો લાગતો હતો, એમ પણ શ્રદ્ધાના મિત્રએ જણાવ્યું હતું. (પીટીઆઇ)

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -