માત્ર 40 કરોડમાં બનેલી ‘ધ કેરળ સ્ટોરી’એ 150 કરોડથી વધુની કમાણી અંકે કરી લીધી છે. મોટા પડદા પર આવ્યા બાદ હવે આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર દેખાવા જઈ રહી છે. આ ફિલ્મને ક્યારે, કયા પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરવામાં આવશે તે અંગે એક સમાચાર સામે આવ્યા છે. જોકે. ‘ધ કેરળ સ્ટોરીના નિર્માતાઓ દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સમાં OTT રિલીઝની પુષ્ટિ કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ આ ફિલ્મના સ્ટ્રીમિંગ અધિકારો ઝી નેટવર્કને વેચવામાં આવશે અને રિલીઝ તારીખ 7મી જુલાઈ હોવાનું કહેવાય છે. અદા શર્મા સ્ટારર ફિલ્મ લોકો પર પોતાની છાપ છોડવામાં સફળ રહી છે. સમગ્ર દેશમાં આ ફિલ્મને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મને ઘણા રાજ્યોમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે. ફિલ્મેન ધીમે ધીમે 100 કરોડની ક્લબને પાર કરી અને 150 કરોડથી વધુનો બિઝનેસ કરી લીધો છે. આ ફિલ્મ હવે 200 કરોડની કમાણી તરફ આગળ વધી ગઈ છે.
ધ કેરળ સ્ટોરી માત્ર પાંચ દિવસમાં જબરદસ્ત બિઝનેસ કરનાર વર્ષની પાંચમી ફિલ્મ બની છે. બાર દિવસની કમાણી આ ફિલ્મ ભારતીય સિનેમાની મહિલા કેન્દ્રીત ફિલ્મોના ઈતિહાસમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે. હજી પણ લોકોમાં આ ફિલ્મનો ક્રેઝ ઓછો થયો નથી. ફિલ્મે 12માં દિવસે જ 150 કરોડનો જાદુઈ આંકડો પાર કરી લીધો છે. આ મહિલા કેન્દ્રિત ફિલ્મે અત્યાર સુધી મહિલાલક્ષી વિષયો પર બનેલી ફિલ્મોની સરખામણીમાં સારું પ્રદર્શન કર્યું છે.
આ પહેલા 2022માં રિલીઝ થયેલી આલિયાની ગંગુબાઈ કાઠિયાવાડીએ 124 કરોડ રૂપિયાની કમાણી કરીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. તેની પહેલા તેની રાઝી અને કંગના રનૌતની મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી હતી જેણે બોક્સ ઓફિસ પર અસાધારણ રીતે સારો દેખાવ કર્યો હતો. પરંતુ આમાંથી એક પણ ફિલ્મ 150ના આંકડાને સ્પર્શી શકી નહોતી.