બેંગ્લોરઃ આઈફોન સપ્લાયર કંપની ફોક્સકોન કંપની કર્ણાટકના બેંગ્લોર ખાતે નવી મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી શરૂ કરશે અને એ માટે કંપની આશરે 5,740 કરોડ રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં કંપનીનો સેમિ કંડક્ટરનો એક પ્રોજેક્ટ પુણેના તળેગાંવ ખાતે આવવાનો હતો, પરંતુ ત્યાર બાદ આ પ્રોજેક્ટ ગુજરાતમાં ખસેડવામાં આવ્યો. જેને કારણે રાજકીય ધમાલ પણ હતી.
અમેરિકા અને ચીનમાં હાલમાં ચાલી રહેલાં ટેન્શનને ધ્યાનમાં લઈને ફોક્સકોન એ એપલના ફોન બનાવનારી તાઈવાનની મોટી મેન્યુફેક્ચરિંગ કંપની ભારતમાં ઈન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ જોઈ રહી હતી. ભારતમાં એપલનું મેન્યુફેક્ચરિંગનું હબ વિકસાવવાની દ્રષ્ટિએ પણ આ કંપની પગલા લઈ રહી છે.
એક રિપોર્ટ અનુસાર આઈફોનના પાર્ટ બનાવવા માટે ફોક્સકોન બેંગ્લોર એરપોર્ટ નજીક 300 એકરની જગ્યામાં પ્રોજેક્ટ ડિઝાઈન કરી રહી છે. જેમાં આઈફોનનું એસેમ્બલિંગ અને પ્રોડક્શન કરવાની સાથે સાથે જ પોતાના ઈલેક્ટ્રિક વેહિકલનો બિઝનેસ પણ શરૂ કરવાની યોજના બનાવી રહી છે.
બેંગ્લોરમાં થનારી ફોક્સકોનનું ઈન્વેસ્ટમેન્ટ ભારતનું સૌથી મોટું ઈન્વેસ્ટમેન્ટ હોવાનું કહેવાઈ રહ્યું છે. ચીનમાંથી ભારતમાં શિફ્ટ થતી વખતે આ કંપની મોટું રોકાણ કરવાની તૈયારીમાં છે. આ ઈન્વેસ્ટમેન્ટને કારણે એક લાખ નવી નોકરીઓની તક ઊભી થશે, એવું પણ કહેવાઈ રહ્યું છે.
ફોક્સકોનના ચેરમેન યોંગ લી હાલમાં જ ભારતની મુલાકાતે આવ્યા હતા અને એ સમયે તેમણે હૈદરાબાદની આઈફોન હાર્ડવેયર પ્રોટોટાઈપ ફેસેલિટી સેન્ટરનું અને ટી વર્ક્સ યુનિટનું ઉદ્ધાટન કર્યું હતું.