કેટલીક ફિલ્મો ફક્ત મનોરંજનનો રસથાળ જ નથી પીરસતી, પરંતુ જીવન જીવવાની મોટી શીખ આપી જાય છે. બોલીવૂડના બાદશાહ શાહરુખ ખાનને રોમાન્સ કિંગ તરીકે જોવામાં આવે છે, પરંતુ કેટલીક ફિલ્મોના પાત્રો જીવન જીવવાની નવી દિશા આપી ગયા છે.
કલ હો ના હો (Kal Ho Naa Ho)
જો તમને ભવિષ્યની ચિંતા સતાવે છે તો કરણ જોહરની ફિલ્મ ‘કલ હો ના હો’ જોવી જોઈએ. શાહરુખ ખાને આ ફિલ્મમાં જે વાતો કરી છે તે મોટિવેશનથી ઓછી નથી.
ઓમ શાંતિ ઓમ (Om Shanti Om)
2007માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં એક ડાયલોગ છે કે હમારી ફિલ્મો કી તરહ હમારી ઝિંદગી મેં ભી બધુ ઠીક થઈ જાય છે. હેપ્પી એન્ડિંગ. જો તમે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો આ ફિલ્મ જોવા જેવી છે.
‘ચક દે ઈન્ડિયા’ (Chak De India)
મહિલા હોકી ટીમ પર આધારિત આ ફિલ્મમાં શાહરુખ ખાને એક કોચની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મનો એક ડાયલોગ છે જે મોટિવેટ કરે છે. મૈને કહા થા ના ટીમ બનાને કે લિયે તાકત નહીં નિયત ચાહિયે. જો કોઈ કામ કરવાની ઈચ્છા રાખો છો અને નિયત સાફ હોય તો સફળતા જરૂર મળે છે.
ડિયર ઝિંદગી (Dear Zaindagi)
ઘણા લોકો એ ચિંતામાં રહે છે કે આમ કરીશ તો લોકો શું કહેશે. જો તમારી આસપાસ પણ કોઈ વ્યક્તિ આવા વિચાર ધરાવતી હોય તો તેને ‘ડિયર ઝિંદગી’ ફિલ્મ જોવી જોઈએ.