ગુજરાતના પૂર્વ શિક્ષણમંત્રી સુશીલાબેન શેઠનું 95 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનથી તેઓના નિધનથી જૈન સમાજ અને રાજકોટના જાહેર જીવન સાથે જોડાયેલા લોકોમાં તેમ જ રાજકીય પક્ષોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મળતી માહિતી મુજબ શ્રી કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ અને જી.ટી. શેઠ હોસ્પિટલના પ્રણેતા અને પૂર્વ શિક્ષણમંત્રી સુશિલાબેન શેઠ છેલ્લા થોડા સમયથી બિમાર હતા અને તેમની સ્થિતિ ખૂબ જ ક્રિટીકલ હોવાથી તેઓને રાજકોટની એશિયન હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા. તેઓના પાર્થિવ દેહને કાંતિ સ્ત્રી વિકાસ ગૃહ ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો અને ત્યાંથી રામનાથ પરા સ્મશાન ખાતે અંતિમ વિધી કરવામાં આવી હતી. ડો.સુશીલાબેનનો જન્મ પાટણવાવ ખાતે 26-03-1928ના રોજ માજસેવી પરિવાર કેશવલાલ શેઠ અને કસુંબાબેન શેઠને ત્યાં થયો હતો. સુશીલાબેને પોતાનું આખું જીવન પ્રજા સેવા માટે સમર્પિત કરી દીધું હતું.