Homeધર્મતેજઅવતારલીલાનું સ્વરૂપ

અવતારલીલાનું સ્વરૂપ

ભગવાન વરાહને યજ્ઞસ્વરૂપ ગણવામાં આવે છે

જીવનનું અમૃત -ભાણદેવ

(ગયા અંકથી ચાલુ)
યજ્ઞ એટલે સમર્પણની સાધના – આ વિધાન દ્વારા યજ્ઞનું ખરું સ્વરૂપ પ્રગટ થાય છે. પોતાના અહંકારનું, પોતાના ‘સ્વ’નું સમર્પણ કરવું તે યજ્ઞનું અને અધ્યાત્મનું કેન્દ્રસ્થ
તત્ત્વ છે.
પોતાના અહંકારને, પોતાના ‘સ્વ’ને પકડી રાખવો તે જ અધ્યાત્મપથની સૌથી મોટી બાધા છે. આ અહંકારના કેન્દ્રનું વિસર્જન કરવું, પોતાની જાતને હોમી દેવી, સમર્પિત કરવી તે જ આધ્યાત્મિક વિકાસની પ્રક્રિયા છે અને તે જ અંતરંગ અર્થાત્ આધ્યાત્મિક યજ્ઞ છે.
યજ્ઞના બહિરંગ સ્વરૂપમાં સાધક અગ્નિમાં ઘી, જવ, તલ આદિ હુતદ્રવ્યો હોમે છે અને યજ્ઞના અંતરંગ સ્વરૂપમાં સાધક પોતાના ‘સ્વ’ની આહુતિ આપે છે. અહંકારનું વિસર્જન, પોતાની જાતને સમર્પિત કરવી તે યજ્ઞનું સર્વોચ્ચ સ્વરૂપ છે.
યજ્ઞના આ જ સ્વરૂપને ઉપનિષદોમાં આત્મયજ્ઞ કહેલ છે. ગીતામાં પણ સમર્પણને સર્વોચ્ચ યજ્ઞ ગણવામાં આવેલ છે. ગીતામાં યજ્ઞનો આ સૂક્ષ્મ અને વ્યાપક અર્થ લેવામાં આવ્યો છે.
૮. ભગવાન વરાહને યજ્ઞસ્વરૂપ ગણવામાં આવે છે તેનો અર્થ શો છે?
શ્રીમદ્ ભાગવતમાં ભગવાન વરાહને યજ્ઞસ્વરૂપ ગણવામાં આવે છે. ભગવાન વરાહે જ્યારે હિરણ્યાક્ષનો વધ કરીને પૃથ્વીનો ઉદ્ધાર કર્યો ત્યારે બ્રહ્માજી અને ઋષિઓ તેમની સ્તુતિ કરે છે. આ સ્તુતિમાં ભગવાન વરાહને યજ્ઞ સાથે એકરૂપ ગણવામાં આવે છે. (શ્રીમદ્ ભાગવત, સ્કંધ-૩, અધ્યાય-૧૩, શ્ર્લોક ૩૪થી ૪૫) આ સ્તુતિમાં ભગવાન વરાહના શરીરનાં ભિન્નભિન્ન અંગોને યજ્ઞના તથા યજ્ઞવિધિનાં ભિન્નભિન્ન અંગો સાથે એકરૂપ ગણવામાં આવ્યાં છે.
થોડા નમૂનારૂપ શ્ર્લોકો જોઈએ –
जितं जितं तेऽजित यज्ञभावन त्रयीं तनुं स्वां परिधुन्वते नमः।
यद्रोमगर्तेषु निलिल्युरध्वरा-स्तस्मै नमः कारणसूकराय ते॥
रूपं तवैतन्ननु दुष्कृतात्मनां दुर्दर्शनं देव यदध्वरात्मकम्।
छन्दांसि यस्य त्वचि बर्हिरोम-स्वाज्यं द्दशि त्वऽ्ध्रिषु चातुर्होत्रम्॥
स्त्रुक्तुण्ड आसीत्स्रुव ईश नासयोरिडोदरे चमसाः कणरन्ध्रे।
प्राशित्रमास्ये ग्रसने ग्रहास्तु ते यच्चर्वणं ते भगवन्नग्निहोत्रम्॥
– હપિડ્ર ધળઉંમટ; ૩-૧૩-૩૪/૩૫/૩૬
“હે ભગવાન અજિત! આપનો જયજયકાર હો. હે યજ્ઞપતે! આપ આપના વેદત્રયીરૂપ વિગ્રહને ધુણાવી રહ્યા છો. આપને નમસ્કાર હો. આપના રોમકૂપોમાં સંપૂર્ણ યજ્ઞ લીન થયેલો છે. આપે આ પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે જ આ સૂકરરૂપ ધારણ કર્યું છે. આપને નમસ્કાર હો.
“હે દેવ! દુરાચારીઓને આપના આ શરીરનું દર્શન અત્યંત કઠિન છે, કારણ કે આ યજ્ઞરૂપ છે. તેની ત્વચામાં ગાયત્રી આદિ છંદ, રોમાવલીમાં કુશ, આંખોમાં ઘી તથા ચારો ચરણોમાં ચારે ઋત્વિજો (હોતા, અધ્વર્યું, ઉદ્ગાતા અને બ્રહ્મા)નાં કર્મો છે.
“તમારા મુખના અગ્રભાગમાં સ્રુક્ છે, નાસિકાછિદ્રોમાં સુવા છે, ઉદરમાં ઈડા છે, કાનોમાં ચમસ છે, મુખમાં પ્રાશિત્ર છે અને કંઠછિદ્રમાં ગ્રહ (સોમપાત્ર) છે. આપની ચાવવાની ક્રિયા અગ્નિહોત્ર છે.
આમ આ સ્તુતિમાં વરાહમૂર્તિને યજ્ઞમૂર્તિનું સ્વરૂપ ગણવામાં આવેલ છે.
મહાભારતમાં પણ ભગવાન વરાહને યજ્ઞસ્વરૂપ ગણવામાં આવેલ છે તેવા ઉલ્લેખો જોવા મળે છે. મહાભારતના ભીષ્મપર્વમાં પિતામહ ભીષ્મ ભગવાનની સ્તુતિ કરતાં કહે છે-
यज्ञांगो यो वराहो भूत्वा गामुज्जहार ह।
लोकत्रयहितार्थाय तस्मै वीर्यात्मने नमः॥
“જે ભગવાન યજ્ઞસ્વરૂપ છે, જેમણે ત્રણે લોકના હિત માટે વરાહસ્વરૂપ ધારણ કરીને પૃથ્વીનો ઉદ્ધાર કર્યો તે શક્તિસ્વરૂપ ભગવાનને નમસ્કાર છે.
આમ, શ્રીમદ્ ભાગવત તથા મહાભારત જેવા આપણા પ્રમાણભૂત ગ્રંથોમાં વરાહાવતારને યજ્ઞસ્વરૂપ ગણવામાં આવેલ છે. હવે એ સમજવું પણ આવશ્યક છે કે વરાહ ભગવાન અને યજ્ઞને કયા અર્થમાં એકરૂપ ગણવામાં આવે છે? ભગવાન વરાહ યજ્ઞસ્વરૂપ છે તેનો અર્થ શો છે?
આ પ્રશ્ર્નનો ઉત્તર પુરુષસૂક્તમાંથી મળી શકે તેમ છે. પુરુષસૂક્તમાં સૃષ્ટિની ઉત્પત્તિની ઘટનાને યજ્ઞસ્વરૂપ ગણવામાં આવેલ છે. પુરુષસૂક્ત સાંકેતિક ભાષામાં કહે છે કે આ સમગ્ર સૃષ્ટિ કોઈ મહાન આદિયજ્ઞમાંથી નિષ્પન્ન થાય છે. આ આદિયજ્ઞ કોઈ સામાન્ય યજ્ઞ નથી; પરંતુ કોઈ ગહન, સૂક્ષ્મ આદિયજ્ઞસ્વરૂપ ઘટના છે.
આ મહાન આદિયજ્ઞમાં દેવો યજમાન છે અને પુરુષ પશુ છે. આ પુરુષરૂપી પશુને બાંધવામાં આવે છે. આ પુરુષને હવિરૂપે ગણીને તેની આહુતિ આપવામાં આવે છે.
देवा यद्यज्ञं तन्वाना अबघ्नन् पुरुषं पशुम्।
– पुरुषसूक्त-15
“દેવઓએ જે યજ્ઞ કર્યો હતો તેમાં પુરુષને પશુરૂપે બાંધવામાં આવ્યા હતા.
यत् पुरुषेन हविषा देवा यज्ञमतन्वत।
– पुरुषसुक्त-6
“જે પુરુષરૂપી હવિ દ્વારા દેવોએ યજ્ઞ કર્યો હ.ો.
પુરુષસૂક્તના સૂક્ષ્મ અધ્યયનથી સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે સૃષ્ટિની ઉત્પત્તિરૂપ આ મહાન આદિયજ્ઞમાં પશુ તરીકે પુરુષ પોતે જ હતા.
सहस्त्रशीर्षा पुरुषः सहस्त्राक्षः सहस्त्रपात्।
स भूमिं विश्वतो वृत्वाऽत्यविष्ठतद्दशांगुलम्॥
– पुरुषसूक्त-2
“આ પુરુષ હજારો મસ્તકવાળા, હજારો આંખોવાળા, હજારો પગવાળા છે; તે પુરુષ આ સમગ્ર સૃષ્ટિને આવરીને રહેલા છે અને તેનાથી દશઅંગુલ અધિક છે.
આ વર્ણનથી સ્પષ્ટ થાય છે કે આ પુરુષ એટલે પુરુષોત્તમ અર્થાત્ પરબ્રહ્મ પરમાત્મા. સૃષ્ટિની ઉત્પત્તિરૂપ મહાયજ્ઞમાં પરમાત્મા પશુરૂપ છે આનો અર્થ શો છે?
સૃષ્ટિની રચના માટે પરમાત્મા પોતાની જાતનું બલિદાન આપે છે. પરમાત્મા પોતાના સચ્ચિદાનંદસ્વરૂપમાંથી નીચે ઊતરીને સૃષ્ટિરૂપ બને છે તે શું નાનુંસૂનું બલિદાન છે? જો સચ્ચિદાનંદ પરમાત્મા પોતાના સ્વરૂપમાંથી રજમાત્ર નીચે ન ઊતરે તો શું સૃષ્ટિની રચના શક્ય બને? જો પરમાત્મા આત્મમર્યાદા (જયહર-હશળશફિંશિંજ્ઞક્ષ)ની પ્રક્રિયાનો સ્વીકાર ન કરે તો સૃષ્ટિ બને કેવી રીતે? સૃષ્ટિની ઉત્પત્તિરૂપ મહાયજ્ઞમાં પરમાત્મા પશુરૂપ બન્યા છે તેનો અર્થ એમ કે પરમાત્માએ પોતાનું બલિદાન આપ્યું છે. પરમાત્માએ સૃષ્ટિરૂપ બનવાનું સ્વીકાર્યું તે જ પરમાત્માનું આત્મબલિદાન છે. આ જ ઘટનાને ‘પરમાત્મા પશુરૂપ બન્યા’ તે શબ્દપ્રયોગ દ્વારા સૂચિત કરવામાં આવેલ છે. સચ્ચિદાનંદસ્વરૂપ પરમાત્મા ધૂળ અને પથ્થર બને, કીડામકોડા બને તે કાંઈ નાનુંસૂનું બલિદાન નથી. પરમાત્માનું આ આત્મબલિદાન આ આત્મસમર્પણ તે જ આદિયજ્ઞ છે અને તે આદિયજ્ઞને પરિણામે સૃષ્ટિની ઉત્પત્તિની ઘટના શક્ય બની છે.
ભગવાન વિષ્ણુ ફરી એક વાર આત્મબલિદાન આપે છે, પોતાની જાતનું સૃષ્ટિના વિકાસ માટે – પૃથ્વીના ઉદ્ધાર માટે સમર્પણ કરે છે. બ્રહ્માજીની વિટંબણા ટાળવા માટે, પૃથ્વીના ઉદ્ધાર માટે કોટિ બ્રહ્માંડના અધિનાયક પરમાત્મા ભગવાન વિષ્ણુ વરાહસ્વરૂપે રસાતલ સુધી નીચે ઊતરે છે. આ પરમાત્માનું આત્મસમર્પણ તે જ યજ્ઞ છે. કારણ કે સમર્પણ જ યજ્ઞનું કેન્દ્રસ્થ તત્ત્વ છે. ભગવાન વિષ્ણુનું વરાહસ્વરૂપ ધારણ કરવું અને રસાતલ સુધી જવું તે યજ્ઞ છે, પરમયજ્ઞ છે તેથી વરાહસ્વરૂપ વિષ્ણુને યજ્ઞસ્વરૂપ ગણાવેલ છે, યજ્ઞ સાથે તેમને એકરૂપ ગણાવેલ છે.
ઋષિઓએ ભગવાન વરાહને યજ્ઞસ્વરૂપ ગણીને તેમની સ્તુતિ કરી છે, કારણ કે વરાહાવતારમાં રહેલી ભગવાન વિષ્ણુની યજ્ઞપરકતાના સ્વરૂપને તેઓ જાણે છે.
વરાહ અવતારની ઘટનાને બીજી એક રીતે પણ સમજાવી શકાય તેમ છે. ઉપરોક્ત અર્થઘટનમાં આપણે વરાહાવતારને યજ્ઞસ્વરૂપ ગણાવેલ છે. આ બીજી પદ્ધતિમાં યજ્ઞને વરાહસ્વરૂપ ગણીને વરાહઅવતારને સમજાવી શકાય તેમ છે.
આપણા પ્રાચીન વૈદિક પરંપરામાં યજ્ઞને ધર્મનું કેન્દ્ર, ધર્મની નાભિ ગણવામાં આવે છે. ધર્મ અને અધ્યાત્મનું સમગ્ર તત્ત્વ યજ્ઞકેન્દ્રી છે તેવી વૈદિક દૃષ્ટિ છે. વૈદિક પરંપરામાં યજ્ઞનું મહત્ત્વ અને મૂલ્ય કેટલું છે તે સમજવા માટે આ એક હકીકત પૂરતી ગણાશે કે ચોવીશ અવતારોમાં ‘યજ્ઞ’ને પણ એક અવતાર ગણવામાં આવેલ છે.
ઘળટળજ્ઞ ્યખજ્ઞફઘણ્રૂટ્ર લૂ્રૂપળણ્ર લૂ્રૂસ
અળઇુંરુટલુણૂફપફળણઠ ડરુષઞળ્રૂળપ્ર
– હપિડ્ર ધળઉંમટ; ૨-૭-૨
“પછી તે ભગવાન રુચિ નામના પ્રજાપતિથી તેમનાં પત્ની આકૂતિ દ્વારા ‘સુયજ્ઞ’ નામે જન્મ્યા હતા. તે ભગવાન સુયજ્ઞે પોતાની પત્ની દક્ષિણામાં સુયમ નામે દેવોને જન્મ આપ્યો હતો.
ભગવાનનો જન્મ ધર્મસ્થાપના માટે થાય છે તેમ ગીતામાં ભગવાન સ્વમુખે કહે છે. યજ્ઞ (સુયજ્ઞ) પણ ભગવાનનો અવતાર છે તેથી યજ્ઞ દ્વારા ધર્મની સંસ્થાપના થઈ છે તેમ સિદ્ધ થાય છે.
ધર્મસંસ્થાપના દ્વારા ભગવાન યજ્ઞે પૃથ્વીનો ઉદ્ધાર કર્યો છે. ધર્મ વિના પૃથ્વી રસાતલમાં જાય છે. આ રસાતલમાં અર્થાત્ વિનાશની ગર્તામાં ગયેલી પૃથ્વીનો ધર્મસંસ્થાપના દ્વારા યજ્ઞસ્વરૂપ ભગવાને અર્થાત્ યજ્ઞાવતાર ભગવાને ઉદ્ધાર કર્યો છે.
યજ્ઞ દ્વારા ધર્મની સંસ્થાપનાપૂર્વક પૃથ્વીનો ઉદ્ધાર થયો. આ ઘટનાને વરાહાવતાર દ્વારા સમજાવવામાં આવી છે. યજ્ઞનું સ્વરૂપ, યજ્ઞની વિધિ તે જ વરાહભગવાન છે. યજ્ઞરૂપી વરાહભગવાનને વિષ્ણુનો અવતાર ગણી તેમના દ્વારા પૃથ્વીનો ઉદ્ધાર થયો છે તેમ કહેવાયું છે.
અર્થઘટનની પ્રથમ પદ્ધતિમાં ભગવાન વરાહને યજ્ઞરૂપે ગણવામાં આવેલ છે અને દ્વિતીય પદ્ધતિમાં યજ્ઞને વરાહસ્વરૂપ ગણવામાં આવેલ છે. બંને પદ્ધતિઓ વચ્ચે કોઈ વિરોધ નથી. બંને રીતે યજ્ઞના સ્વરૂપને અને વરાહભગવાનના સ્વરૂપને એકરૂપ ગણવામાં આવેલ છે.
આમ યજ્ઞરૂપી વરાહનારાયણે કે વરાહરૂપી યજ્ઞનારાયણે હિરણ્યાક્ષનો વધ કરીને પૃથ્વીનો ઉદ્ધાર કર્યો અર્થાત્ પૃથ્વીને પ્રજાના વસવાટ માટે લાયક બનાવી પૃથ્વીનો ઉદ્ધાર થયેલો જોઈને મહારાજ મનુ અને શતરૂપાજી પ્રસન્ન થયાં અને મિથુનધર્મ દ્વારા પ્રજોત્પત્તિ માટે પ્રવૃત્ત થયાં.
કથાના માધ્યમ દ્વારા સત્ય કહેવાની, કથાના માધ્યમ દ્વારા તત્ત્વ સમજાવવાની અને કથાના માધ્યમ દ્વારા અધ્યાત્મ રજૂ કરવાની પૌરાણિક પદ્ધતિ છે. વરાહાવતારની કથા દ્વારા પણ આ રીતે બ્રહ્માંડરચનાવિષયક સત્ય (ભજ્ઞળજ્ઞહજ્ઞલશભફહ િિીંવિં) રજૂ થાય છે.
બ્રહ્માંડરચના અને બ્રહ્માંડના ધારણ વિશે આપણા વૈદિક સાહિત્યમાં અનેક મંત્રો છે. વૈદિક સાહિત્યમાં જે સત્ય મંત્રો દ્વારા વ્યક્ત થયું છે તે જ સત્ય તે જ તત્ત્વ પુરાણોમાં કથાઓમાં માધ્યમ દ્વારા વ્યક્ત થયું છે. કથામાં કથાનો રસ તો છે જ, પરંતુ સાથેસાથે મંત્રનું સત્ય પણ છે. જે પુરાણું છે તે નવી રીતે વ્યક્ત કરે છે તેથી તેમને ‘પુરાણ’ કહેવામાં આવે છે.
વરાહાવતારની ઘટનામાં ઐતિહાસિક તથ્ય કેટલું અને કેવું છે? આ પ્રશ્ર્નના ઉત્તરમાં કહી શકાય કે વરાહાવતારની કથા દ્વારા બ્રહ્માંડરચનાવિષયક જે સૂક્ષ્મ અને મહાન ઘટનાનું વર્ણન થયું છે તે ઘટના ઐતિહાસિક ઘટના જ છે. આ કથા દ્વારા જે આધ્યાત્મિક સત્ય થાય છે તે તો ત્રિકાલાબાધિત છે.
આપણાં પુરાણોમાં અને આપણાં મહાકાવ્યોમાં જે કથાઓ રજૂ થઈ છે તે કથાઓમાં ઘણાં મૂલ્યવાન સત્યો રજૂ થયાં છે. આ કથાઓ અવગણનાને પાત્ર નથી. ધ્યાનને પાત્ર છે, ચિંતનને પાત્ર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -