(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: ફોરેક્સ માર્કેટમાં ભારતીય ચલણનું ધોવાણ ચાલું રહ્યું છે. અમેરિકાના મજબૂત સેલ્સ ડેટા જોતા ફેડરલ રિઝર્વને કડક નાણાં નીતિ અપનાવવામાં સુગમતા રહેશે એવી અટકળો વચ્ચે વિદેશી હૂંડિયામણ બજારમાં ગુરુવારે ડોલર સામે રૂપિયો ૭૪ પૈસાના ઘટાડા સાથે ૮૧.૬૩ બોલાયો હતો.
આંતરબેન્કિંગ વિદેશી હૂંડિયામણ બજારમાં સ્થાનિક ચલણ ૮૧.૬૨ના સ્તરે ખૂલ્યું હતું. જ્યારે છ ચલણની બાસ્કેટનું મોનીટરિંગ કરતો ડોલર ઇન્ડેક્સ ૦.૨૬ ટકા મજબૂત થઇને ૧૦૬.૫૫ની સપાટીએ પહોંચ્યો હતો.