Homeઆપણું ગુજરાતગુજરાતમાં તલાટીની ૩૪૩૭ જગ્યાઓ માટે આઠ લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી

ગુજરાતમાં તલાટીની ૩૪૩૭ જગ્યાઓ માટે આઠ લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી

તલાટીની પરીક્ષાનું પરિણામ જૂન મહિનામાં આવશે

( અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા રવિવારે સરકારી તલાટીની ૩૪૩૭ જગ્યા માટે આઠ લાખથી વધુ યુવક-યુવતીઓએ પરીક્ષા આપી હતી. સરકારે મોટા પ્રમાણમાં નોંધાયેલા ઉમેદવારોને ધ્યાનમાં રાખીને રાજ્યવ્યાપી વ્યવસ્થાઓ ગોઠવવી પડી હતી.
રાજ્યના ૩૦ જિલ્લાના ૨૬૦૦ થી વધુ કેન્દ્રો પર તલાટીની પરીક્ષા એકંદરે નિર્વિઘ્ને પૂર્ણ થતા તંત્રએ હાશકારો લીધો હતો.
ગુજરાતભરમાં તલાટીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં નિર્વિઘ્ને સમાપ્ત થઈ છે. અને તેનું પરિણામ જૂન મહિનામાં આપી દેવામાં આવશે.
રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં પંચાયત તલાટીની ભરતી માટે સમગ્ર રાજ્યમાંથી કુલ ૧૭.૧૦ લાખ કરતાં વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી, જે પૈકી અંદાજે ૮.૬૪ લાખ ઉમેદવારો પરીક્ષા આપી છે. સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીકની અનેક ઘટનાઓ બાદ યોજાયેલી આ પરીક્ષામાં આ વખતે પોલીસના ચાંપતા બંદોબસ્ત સાથે ફૂલપ્રૂફ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. રાજ્યમાં ગુજરાતના ગીર-સોમનાથ, ડાંગ અને નર્મદા જિલ્લા સિવાયના અન્ય તમામ જિલ્લાઓમાં ફાળવવામાં આવેલા કુલ ૨૬૯૪ પરીક્ષા કેન્દ્રો પરના ૨૮,૮૧૪ વર્ગખંડમાં બેસીને ઉમેદવારો તલાટીની પરીક્ષા યોજાઇ હતી. તલાટીના પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં સરળતા રહે તે માટે એસટી બસ દ્વારા ૪૫૦૦ જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે. આવી રીતે રેલવે દ્વારા પણ પરીક્ષા વિશેષ ટ્રેનનું આયોજન કરવામાં આવ્યું હતું.
પરીક્ષામાં ડમીકાંડ જેવી ઘટનાનું પુનરાવર્તન ના થાય તે માટે તમામ પરીક્ષા કેન્દ્રના મુખ્ય દરવાજા પર સીસીટીવી લગાવવામાં આવ્યા છે. તમામ પરીક્ષાર્થી સીસીટીવીની બાજ નજર હેઠળથી પસાર થયો હતો. આ ઉપરાંત ઉમેદવાર પરીક્ષા આપવા આવે, એટલે મુખ્ય દરવાજા નજીક બોડી વોર્ન કેમેરાથી ચેકિંગ કરવામાં આવ્યું હતું.
બીજી બાજુ રાજ્યભરમાંથી વાલીઓ પોતાના સંતાનોને વતનથી દૂર આવેલા પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા અપાવવા માટે સાથે ગયાં હતા. કેટલાક સ્થળે લગ્નના માંડવામાં જતા પહેલા યુવતીઓ સરકારી નોકરી માટે પરીક્ષા આપી હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -