ફોકસ-નીલેશ વાઘેલા
એપ્રિલમાં બેન્ચમાર્કે સાયકોલોજિકલ
—
તેમજ ટેકનિકલી રેઝિસ્ટન્સે સપાટી ક્રોસ કરી તેજીને તેડું આપ્યું
સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ સાથે શેરબજાર માટે પણ મે મહિનો મહત્ત્વનો હોય છે. શેરબજારની મે મહિનાની ચાલ વિશે એવી અંગ્રેજી કહેવત છે કે, સેલ ઇન મે એન્ડ ગો અવે. અર્થાત્ મે મહિનામાં શેર વેચીને નફો ગાંઠે બાંધી લો અને શેરબજારથી દૂર ચાલ્યા જાવ. તો શું આ મહિને રોકાણકારો નફો ગાંઠે બાંધીને વેકેશન મૂડમાં આવી જશે?
જોકે, શેરબજારના પીઢ અભ્યાસુઓ કહે છે કે, સમયાંતરે કહેવત અને તેના અર્થ બદલાતાં રહેતાં હોય છે. નિષ્ણાત નિરિક્ષકો એવી સલાહ આપી રહ્યા છે કે, આ વખતે વર્તમાન સંજોગોમાં કહેવત બદલી નાખો.
આ વખતે નવી કહેવત અપનાવો, બાય ઇન મે એન્ડ હોલ્ડ ટીલ જુલાઇ. અર્થાત્ મે માસમાં જે રોકાણકારોને ખરીદી કરવાની રહી ગઇ હોય તેમણે નીચા ભાવના શેર્સમાં અભ્યાસ, અનુભવ, આવડત અને નિષ્ણાતની સલાહ અનુસાર ખરીદી કરીને
જુલાઇ સુધી હોલ્ડ કરી રાખવા જોઇએ, જેથી સારું રિટર્ન
મળી શકે.
આવા નિરિક્ષણ પાછળ બજારનો વર્તમાન બુલીશ ટ્રેન્ડ છે. એક અભ્યાસ અનુસાર પાછલા ત્રણ માસમાં ૧૦.૨૨ ટકા ગુમાવનાર સેન્સેક્સે એપ્રિલમાં ૭.૦૫ ટકાનો ઉછાળો નોંધાવ્યો છે. એ જ સાથે બ્રોડ માર્કેટમાં પણ લેવાલીનો સળવળાટ શરૂ થયો છે. ઉપરોક્ત સમયગાળામાં સ્મોલકેપ અને મિડકેપમાં પણ ચારેક ટકા આસપાસ સુધારો જોવા મળ્યો છે. એકંદરે આઈટી અને ટેક્નોલોજી સિવાય તમામ સેક્ટોરલ્સમાં સુધારો નોંધાયો છે.
આમ, મે મહિનો ભલે શરૂ થઇ ગયો હોય, પરંતુ વિશ્ર્લેષકોના નિરિક્ષણ અનુસાર ભારતીય શેરબજારોમાં એપ્રિલની ચાલને જોતાં કરેક્શનનો માહોલ પૂર્ણ થતો નજરે ચડે છે. માર્કેટ એનાલિસ્ટ અનુસાર રોકાણકારોને આગામી બુલિશ
ટ્રેન્ડનો લાભ લેવા નીચા મથાળે ખરીદી કરી શકે છે. બેન્કિંગ અને ઓટો ઈન્ડેક્સમાં તેજીના સથવારે માર્કેટ આગળ વધી
શકે છે.
નિષ્ણાતોના મતે, હવે કરેક્શન પૂર્ણ થયું છે, તેઓ બુલિશ ટ્રેન્ડનો લાભ લેવા નીચા મથાળે ખરીદી કરવા સલાહ આપી રહ્યાં છે. અગ્રણી ચાર્ટિસ્ટ કહે છે કે, જો નિફ્ટી ૧૭૯૦૦-૧૭૭૦૦નો સપોર્ટ લેવલ જાળવે તો આગામી ૧૮૨૦૦-૧૮૫૦૦નો સપોર્ટ બનાવી શકે છે.
તેજીનો પુરાવો આપનારા એક અભ્યાસ અનુસાર શેરબજારમાં પાછલા ત્રણ મહિનાથી મોટાપાયે વોલેટિલિટી જોવા મળી હતી. જેના પગલે સેન્સેક્સ પહેલી ડિસેમ્બર, ૨૦૨૨એ ૬૩,૫૮૩.૦૭ પોઈન્ટની સપાટીએથી ૬,૪૯૫.૧૬ પોઈન્ટ (૧૦.૨૧ ટકા) તૂટી ૨૦ માર્ચે ૫૭,૦૮૪.૯૧ પોઈન્ટની નીચી સપાટીએ પહોંચ્યો હતો.
જો કે, નવા નાણાકીય વર્ષની શરૂઆતથી શેરબજારમાં ધીમા ધોરણે સુધારો નોંધાતા ૨૦ માર્ચની નીચી સપાટીએથી ૩૦ એપ્રિલ સુધી ૪૦,૨૭.૫૩ પોઈન્ટ (૭.૦૫ ટકા)નો
ઉછાળો નોંધાયો હતો. એપ્રિલમાં સેન્સેક્સે ૨૧૨૧ પોઇન્ટનો સંગીન સુધારો નોંધવવા સાથે ૬૧,૦૦૦ પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ ટેકનિકલી રેઝિસ્ટન્સ સપાટી ક્રોસ કરી લીધી છે.
બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-૫૦ પણ ૧૮૦૦૦ પોઇન્ટની મહત્ત્વની સપાટી પાર કરવામાં સફળ રહ્યો છે. તેની સાથે સાથે બેન્કેક્સમાં પણ ૬.૪૧ ટકાનો ઉછાળો નોંધાયો છે.
તદુપરાંત સામાન્ય અને નાના રોકાણકારોના માર્કેટ ઇન્વોલ્વમેન્ટનો સંકેત આપતાં સ્મોલકેપ અને મિડકેપ
ઇન્ડેક્સમાં પણ ચારેક ટકાની વૃદ્ધિ જોવા મળી છે. જે દર્શાવે છે કે, માર્કેટમાં ઇન્વેસ્ટર્સ ઇન્વોલ્વમેન્ટ વાયા વેલ્યૂ બાઇંગ વધી રહ્યું છે.
એ પણ નોંધવું રહ્યું કે, આઇટી અને ટેકનોલોજી ઇન્ડેક્સમાં માર્ચ પછી એપ્રિલમાં ઘટાડાની આગેકૂચ જારી રહેવા સાથે બન્ને ઇન્ડેક્સમાં ચારેક ટકાનું કરેક્શન નોંધાયું છે.
ટીસીએસ, ઈન્ફોસિસે અપેક્ષા કરતાં નબળાં પરિણામો જાહેર કરતાં તેમજ વૈશ્ર્વિક પડકારોની અસરના કારણે આઈટી શેરોમાં હજી મંદીનો માહોલ જારી રહેવાની ભીતિ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
આઈટી શેરોમાં પણ નીચા ભાવે ખરીદી ગત સપ્તાહે વધી હોય તેમ લાગી રહ્યું છે. અલબત્ત આ વૈશ્ર્વિક પડકારો
યથાવત છે. અમેરિકાના જીડીપીના નબળા આંકડા, ઊંચો ફુગાવો આગામી દિવસોમાં વૈશ્ર્વિક બજારમાં ગતિ આવવા નહીં
દેશે અને મોટા હેજ ફંડોના તેજીના ખેલા ઠંડા રહે એવી
સંભાવના છે.