ફોકસ – નિધિ ભટ્ટ
‘છિછોરે’ જેવી સફળ ફિલ્મ આપ્યા બાદ સાજીદ નડિયાદવાલા અને નિતેશ તિવારીની જોડી ફરી એકવાર ફિલ્મ ‘બવાલ’ લઈને આવી રહી છે
—
વુરુણ ધવન અને જહાનવી કપૂરની ફિલ્મ ‘બવાલ’ની રિલીઝ ડેટ મેકર્સ દ્વારા જાહેર કરવામાં આવી છે. મેકર્સે ટ્વિટ કરીને ફિલ્મની રિલીઝ ડેટ વિશે જાણકારી આપી હતી. વરુણ ધવન અને જહાનવી કપૂર અભિનિત ફિલ્મ ‘બવાલ’ની રાહ જોઈ રહેલા ફેન્સ માટે સારા સમાચાર છે. આ ફિલ્મ પહેલા એપ્રિલમાં રિલીઝ થવાની હતી, પરંતુ હવે તે છ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ રિલીઝ થશે.
ક્યારે રિલીઝ થશે ‘બવાલ’
‘છિછોરે’ જેવી સફળ ફિલ્મ આપ્યા બાદ સાજીદ નડિયાદવાલા અને નિતેશ તિવારીની જોડી ફરી એકવાર ફિલ્મ ‘બવાલ’ લઈને આવી રહી છે. ‘છિછોરે’ માટે બેસ્ટ હિન્દી ફીચર ફિલ્મનો નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો, ‘બવાલ’ની રિલીઝ ડેટને લઈને મેકર્સે ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે, રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સાજિદ નડિયાદવાલા અને નિતેશ તિવારી ‘બવાલ’ સાથે પરત ફર્યા છે. છ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ
તમારી નજીકના થિયેટરોમાં તેમની એપિક ક્રિએક્શન જુઓ! સ્ટારિંગ વરુણ ધવન અને જહાનવી કપૂર.
તમને જણાવી દઈએ કે રોમેન્ટિક પીરિયડ એક્શન-ડ્રામા ‘બવાલ’માં જહાનવી કપૂર અને વરુણ ધવનની નવી જોડી જોવા મળશે. આ પહેલા આ ફિલ્મ ૭મી એપ્રિલ, ૨૦૨૩ના રોજ રીલીઝ થવાની હતી, પરંતુ ફિલ્મના બાકી રહેલા વીએફએક્સની સમસ્યાઓના કારણે આ ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી હતી.
આ ફિલ્મ વરુણ ધવનના કરિયરની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ કહેવાય છે. ‘બવાલ’નું નિર્માણ નડિયાદવાલા ગ્રાન્ડસનના બેનર હેઠળ સાજિદ નડિયાદવાલા દ્વારા કરવામાં આવ્યું છે અને અર્થસ્કાય પિક્ચર્સ દ્વારા કો-પ્રોડ્યુસ કરવામાં આવ્યું છે.
‘બવાલ’ એક લવ સ્ટોરી છે એવું કહેવામાં આવી રહ્યું છે. આ ફિલ્મનું શૂટિંગ ઉત્તર પ્રદેશના લખનૌ તેમ જ વિદેશમાં
પેરિસ, બર્લિન, પોલેન્ડ, એમ્સ્ટરડેમ, ક્રાકો, વોર્સોમાં પણ થયું હતું. મીડિયા રિપોર્ટ મુજબ આ ફિલ્મના એક્શન ડાયરેક્ટર અને સ્ટંટમેનને જર્મનીથી હાયર કરવામાં આવ્યા હતા. ફિલ્મના ક્રૂમાં ૭૦૦થી વધુ લોકો સામેલ હતા.