દુનિયાની વસતી આઠ અબજનો આંકડો પાર કરી ગઈ છે અને હવે તેની સાઈડ ઈફેક્ટ એ જોવા મળી રહી છે કે જમીન પર રહેવાલાયક જગ્યાની અછત વર્તાઈ રહી છે. આવામાં ભવિષ્યના વિકલ્પો પર અત્યારથી જ મનોમંથન શરુ થઈ ગયું છે. માણસ હવે પાણીમાં તરતાં શહેર વિકસાવવાની દિશામાં આગળ વધી રહ્યો છે. એક એવું શહેર કે જેમાં હજારો લોકો રહી શકે અને તેનો આકાર સમુદ્રી મછલી મંતા રેના આકાર જેવો હશે. જોકે, હજી તો આ બધી કલ્પના જ છે. પણ જો એની તસવીર જોઈએ તો એ કોઈ ફિક્શન ફિલ્મનું શહેર લાગે છે. જોકે, આ શહેર સમુદ્રના મોજા પર તરતું રહેશે એટલે અહીં સાયન્સ પર રિસર્ચ પણ કરી શકાશે.
ફ્રાન્સના આર્કિટેક્ટ જેક્સ રોગરીએ આ વિશે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આ સિટી ઓફ મરીન્સના મંતા રેને ધ્યાનમાં લઈને ડિઝાઈન કરવામાં આવ્યું છે. આ શહેર ખાસ કરીને એવા લોકો માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે કે જેઓ સમુદ્રના રહસ્યોને દુનિયાની સમક્ષ લાવવા માગે છે અને અહીંના લો એન્ડ ઓર્ડર પણ યુનાઈટેડ નેશન્સના નક્કી કરેલાં ધારા-ધોરણો પ્રમાણેના હશે.
આ શહેરની વધુ ખાસિયતો વિશે જાણી લો-
- આ શહેર સમુદ્રની નીચે હશે, જેથી સમુદ્રની દુનિયાને વધુ સારી રીતે જાણવા અને સમજવાનો મોકો મળશે
- આ શહેર 900 મીટર લાંબો અને 500 મીટર પહોળો હશે અને તેના એક ભાગમાં 90 સબમરીન્સ હશે, જેનો ઉપયોગ રિસર્ચ માટે કરવામાં આવશે.
- આ સ્પોર્ટસ ઝોન, લેબ, ક્લાસીસ સિવાય એક મોટું લેક્ચર હોલ પણ હશે
- તેમાં સમુદ્રી ઊર્જાનો ઉપયોગ કરવામાં આવશે, જે 2050 સુધી શરુ થઈ જશે છે
- 13 વર્ષ પહેલાં આવું શહેર વિકસાવવાના વિચારનો જન્મ થયો હતો, એવું રોગરીએ વધુમાં જણાવ્યું હતું