મુંબઈ – સંભાજીનગર – ઔરંગાબાદ હાઇવે પર ટ્રક અને બસ વચ્ચે અકસ્માત થતા 5 ના મોત થયા હતા જ્યારે 13 લોકોને ઇજા થઇ હતી. સિંદખેડરાજા પાસે આવેલ પળસખેડ ચમકત ગામ પાસે આ ગોઝારો અકસ્માત થયો હતો. બસ સંભાજીનગરથી વાશિમ તરફ જઈ રહી હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત 13માંથી પાંચની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્તોની સિંદખેડરાજા ગ્રામીણ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મુંબઈ – સંભાજીનગર – નાગપૂરના જૂના હાઇવે પાસે આ અકસ્માત થયો હતો. આ બસ સંભાજીનગરથી વાશિમ તરફ જઈ રહી હતી. એજ વખતે સવારે 6:15 વાગ્યાની આસપાસ ટ્રક અને બસ એકબીજા સાથે અથડાયા હતાં. આ અકસ્માતમાં બસ ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી છે અને મદદ તથા બચાવકાર્ય હાથ ધરવામાં આવ્યું છે.
અકસ્માતને કારણે મુંબઈ – સંભાજીનગર – નાગપૂર રોડ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. બન્ને બાજુએ વાહનોની મોટી કતાર લાગી છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે પાંચ લોકોના ઘટનાસ્થળે મોત થયા છે. જયારે 13ને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં 5ની હાલત ગંભીર હોવાનું વિગતો જાણવા મળી છે