Homeતરો તાજાસંબંધોમાં સાકર જેવી મીઠાશ કેળવવીએ...

સંબંધોમાં સાકર જેવી મીઠાશ કેળવવીએ…

ફિટ સોલ – ડૉ. મયંક શાહ

સંબંધોના દરેક ક્ષેત્રે વિસ્ફોટક યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્વત્રે દેખાઈ રહી છે. પછી એ પતિ-પત્નીના સંબંધોની વાત હોય, કે પડોશી વચ્ચેના સંબંધોની વાત હોય કે બે દેશ વચ્ચે સંબંધોની વાત હોય, બધે જ વારંવાર ઘર્ષણ થતા હોય છે. વર્તમાન કાળમાં જે રીતે છૂટાછેડા થાય છે, વિવિધ કોમ વચ્ચે તોફાનો થાય છે અને દેશ-દેશ વચ્ચે યુદ્ધ થાય છે ત્યારે એક વાત ચોક્કસ પણ સમજાય છે કે સંબંધોની મહત્ત્વતા ઘટી ગઈ છે અને સાથે સાથે સંબંધો સાચવવાની કલા પણ આપણે ભુલી ગયા છીએ.
માનવ એક સામાજિક પ્રાણી છે. અર્થાત: માનવ એકલો રહી શકતો નથી, એને ‘સમાજ’માં રહેવું ગમે છે. સમાજમાં રહીને જ માનવની પ્રગતિ થઈ છે. આ તો વ્યવહારિક પાસો થયો. ખરેખર તો માનવ કુટુંબપ્રિય પ્રાણી છે. કુટુંબમાં રહેવાની મજા જેવી બીજી કોઈ મજા નથી અને ખાસ કરીને જેની સાથે લોહીના સંબંધ હોય કે પછી વિધિ-વિધાનપૂર્વક લગ્ન સંબંધથી જોડાયેલા હોય એવી વ્યક્તિઓના સમૂહથી કુટુંબ નિર્માણ થાય છે. આવા સંબંધોમાં સ્નેહ, પ્રેમ અને બધી રીતે ટેકો અને પુષ્ટિ મળે છે એમ છતાં આવા ગાઢ સંબંધોની પરંપરા વિખરાઈ રહી છે. કુટુંબમાં રહેનાર પ્રત્યેક વ્યક્તિ તાણ અનુભવે છે અને ગેરસમજ, મનદુ:ખ, અણગમાથી રંગાયેલો માણસ કજિયા-ગુસ્સો કરતો થઈ જાય છે.
કુટુંબમાં સુલેહશાંતિ અને એકતાનતા કેળવીએ
ભારત દેશમાં કૌટુંબિક વ્યવહારનો આધાર કોઈ સામાજિક નિયમો પર ઘડાયો નહોતો. એ વ્યવસ્થા આધ્યાત્મિક નિયમો પર ઊભી હતી. માટે જ સંયુક્ત કુટુંબની પરંપરા અને એ સંયુક્તપણામાં રહેવાની મજા હતી. આવાં કુટુંબોમાં વડીલો પ્રત્યે માન, નાના પ્રત્યે વહાલ અને એક બીજા પ્રત્યે પ્રેમ-સ્નેહભાવ પ્રવર્તતો હતો. વડીલો પોતાના જ્ઞાન-અનુભવથી કુુટુંબનું માર્ગદર્શન કરતા, મધ્યમવયના વ્યક્તિઓ કુટુંબના ભરણ-પોષણ અને પ્રગતિ માટે મહેનત કરતા અને નાની વ્યક્તિઓ અભ્યાસ સાથે કુટુંબની માન મર્યાદાનું શિક્ષણ લેતા અને ભવિષ્ય માટે તૈયાર થતા. આવી દિગ્ગજ અને સફળ પરંપરા નાશ પામી રહી છે અને કુટુંબ અને સમાજ બન્ને દિશાહીન થઈ રહ્યા છે. આજે, સુખી સમૃદ્ધ કુટુંબ માટે આવશ્યક એવા આધ્યાત્મિક નિયમોને ફરીથી યાદ કરીને એ પરંપરાને જીવનદાન આપીએ.
કુટુંબમાં સુખ-શાંતિની ઊર્જા પૂરતી કરનાર ૫ મનોભાવના
(૧) ‘મૈત્રી-પ્રેમ’ આધ્યાત્મિકતાનો આધાર સ્તંભ છે. જે જેવો છે એને સ્વીકારવું અને એના હિત માટે ઉપયોગી બનવું એક વાત સમજવાની જરૂર છે કે એક જ કુટુંબમાં ભેગા થવાનું કોઈ વિશેષ કારણ હોય છે. એક બીજા સાથે મળીને રહેવાથી જીવન સાર્થક થાય છે.
(૨) ‘ક્ષમા’ દ્વારા ક્ષણિક વિવાદો અને ગેરસમજણને દૂર કરી શકાય છે. કોઈપણ નાના મોટા અપરાધો અથવા ભૂલોની ગાંઠો બાંધીને બેસવાથી સંબંધોમાં તિરાડ પડી જાય છે. સાચી લાગણી હોય તો ક્ષમા વધુ ઝડપથી આપી શકાય છે અને આગળ વધી શકાય છે.
(૩) ‘શાંતિ હોય ત્યાં લક્ષ્મી વસે’ : શાંતિ એક એવો ગુણ છે જેના દ્વારા વેર-કપટ, ઉદ્વેગ અને અસહિષ્ણુતા શમે છે. જીવનમાં શાંતિને પ્રધાનતા આપવાથી એક બીજા માટે સમય આપી શકાય અને એક બીજા સાથે આનંદથી રહી શકાય.
(૪) સુખ-દુ:ખમાં આનંદવૃત્તિ: સુખ-દુ:ખમાં સમદૃષ્ટિ કેળવવાથી માનસ ધૈર્યમય અને ગંભીર બને છે. જીવનના ઉતાર ચડાવમાં ભટકી નથી જવાનું એ વાત કુટુંબમાં વિશેષ સ્થિરતા લાવે છે અને એવા કુટુંબ સમાજ માટે ઉપયોગી નિવડે છે.
(૫) સન્માન નાના મોટા ઘરના વ્યક્તિઓને માન આપીને સંબોધવાથી સ્નેહ-પ્રેમની વૃદ્ધિ થાય છે. જ્યારે અભિમાન-અહંકાર શમે છે ત્યારે વ્યક્તિને પૈસા કે આવડતથી નહીં પણ એની લાગણીઓ અને ગુણોથી તોલવામાં આવે છે.
ભાવનાત્મક બુદ્ધિમતી (ઊળજ્ઞશિંજ્ઞક્ષફહ ચીજ્ઞશિંયક્ષિ)ં
માણસની માણસાઈ એના ‘ઊળજ્ઞશિંજ્ઞક્ષફહ ઈંક્ષયિંહહયલયક્ષભય’ અથવા મનોભાવની બુદ્ધિમત્તાથી માપી શકાય છે. મનોવિજ્ઞાનિકો એને ‘ઊચ’ કહે છે. કોઈપણ વ્યક્તિ ભલેને કેટલો પણ હોશિયાર હોય, પણ જો એનામાં પ્રેમ, નમ્રતા, સહિષ્ણુતા અને આનંદ વૃત્તિનો અભાવ હોય તો એ વ્યક્તિ પોતે પણ દુ:ખી રહેવાનો અને બીજાને દુ:ખી કરવાનો.
નાનપણથી બાળકોમાં ‘ઈમોશનલ ઈંટેલીજન્સ’ની કેળવણી કરીએ અને સાચા અર્થમાં સંસ્કારી બનાવીએ. ત્યારે જ સંબંધોમાં સાકર જેવી મીઠાશ રેલાશે અને જીવન જીવવાનો ખરેખર આનંદ આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -